Boom Live Gujrati

Trending Searches

    Boom Live Gujrati

    Trending News

      • ફેક્ટ ચેક
      • સમાચાર
      • એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક
      • Home-icon
        Home
      • Authors-icon
        Authors
      • ફેક્ટ ચેક-icon
        ફેક્ટ ચેક
      • સમાચાર-icon
        સમાચાર
      • એકસપ્લેનર-icon
        એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક-icon
        ફાસ્ટ ચેક
      • Home
      • ફેક્ટ ચેક
      • અરવિંદ કેજરીવાલે અશ્લીલ ટ્વિટર...
      ફેક્ટ ચેક

      અરવિંદ કેજરીવાલે અશ્લીલ ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યું હતું? ફેક્ટ ચેક

      BOOM ને જાણવા મળ્યું કે ટ્વિટર એકાઉન્ટ @Esmee4Keepsનું પહેલાનું હેન્ડલ નામ @wastedvideos_ હતું. આ એકાઉન્ટ પરથી પહેલાં ફની વીડિયો શેર કરવામાં આવતા હતા. પરંતુ બાદમાં પોર્નોગ્રાફી કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું હતું.

      By -  Srijit Das & Anmol Alphonso
      Published -  3 Nov 2022 2:57 PM IST
    • અરવિંદ કેજરીવાલે અશ્લીલ ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યું હતું? ફેક્ટ ચેક

      કેટલાક ટ્વિટર યુઝર્સે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે, ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ કથિત રીતે એડલ્ટ કન્ટેન્ટ ટ્વિટર એકાઉન્ટ એસ્મી (@Esmee4Keeps)ને ફોલો કરે છે.

      જો કે, BOOM ટીમને જાણવા મળ્યું કે આ ટ્વિટર એકાઉન્ટને અગાઉ 'Children doing shit' અને 'Wasted Videos' (@wastedvideos_) નામ આપવામાં આવ્યું હતું, જેમાં ફની વીડિયો શેર કરવામાં આવતા હતા.

      અમારી ટીમને એ પણ જાણવા મળ્યું હતું કે, આ ટ્વિટર એકાઉન્ટે પોર્નોગ્રાફી પોસ્ટ કરવાનું શરૂ કરતા પહેલાં તેનું નામ, હેન્ડલ અને બાયોને બદલી નાખવામાં આવ્યું હતું. 7 ઓક્ટોબર, 2022 રોજ પછી તેના હેન્ડલનું નામ બદલીને @WastedVideos_ માંથી @Esmee4Keeps કરવામાં આવ્યું હતું.

      એપ્રિલ 2022માં બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટ @Esmee4Keepsમાં હાલમાં 1,29, 000 ફોલોઅર્સ છે અને કેજરીવાલ, પોડકાસ્ટર અમિત વર્મા અને અનએકેડેમીના સ્થાપક રોમન સૈની સહિત ઘણા લોકો આ એકાઉન્ટને ફોલો કરે છે.

      જોવા માટે અહીં ક્લિક કરો અને આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.

      આ બાદ ટ્વિટર પર હેશટેગ #TharkiKejriwal ટ્રેન્ડ થવા લાગ્યું હતું જેમાં ઘણા ટ્વિટર યુઝર્સે સીએમ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. બાદમાં કેજરીવાલના ઓફિશિયલ ટ્વિટર હૅન્ડલ પરથી આ એકાઉન્ટને અનફોલો કરી દીધું હતું.

      ઋષિ બાગરીએ પણ કેજરીવાલની પ્રોફાઇલના સ્ક્રીનગ્રેબ વીડિયો સાથેના દાવાને ટ્વીટ કર્યો હતો, આ બાદ એમાં કેપશન લખવામાં આવ્યું હતું કે,"અમે રાજકારણ બદલવા માટે આવ્યા હતા"

      BOOM એ અગાઉ બાગરી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી ખોટી માહિતીને ડિબંક કરી ચૂકી છે.

      જોવા માટે અહીં ક્લિક કરો અને આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.

      જમણી પાંખ વેબસાઇટ ઓપઇન્ડિયાએ એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, "'આમ આદમી પોર્ન': ટ્વિટર પર એડલ્ટ કન્ટેન્ટ એકાઉન્ટને કથિત રીતે ફોલો કરવા બદલ નેટીઝન્સે અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવી હતી.

      ઓપઇન્ડિયાના આર્ટિકલની લીડમાં લખવામાં આવ્યું છે કે, "સોશિયલ મીડિયા યુઝર્સના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલે @Esmee4Keeps નામના ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યું હતું, જેની ડિસ્પ્લે તસવીરમાં એક મહિલા સ્કિમ્પી કપડાં પહેરેલી જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેમના દાવાને સમર્થન આપવા માટે પુરાવા તરીકે ફોટા અને વીડિયો શેર કર્યા હતા કે કેજરીવાલ ખરેખર પોર્નોગ્રાફી કન્ટેન્ટ એકાઉન્ટને ફોલો કરે છે અને દિલ્હીના મુખ્યમંત્રીની ઓનલાઇન હરકતો માટે તેમના પર કટાક્ષ કરવા માટે અનેક પ્રકારના મિમસ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે."

      તો બીજી તરફ આ આર્ટિકલમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, ટ્વિટર હેન્ડલ પહેલાં અલગ અલગ નામોથી ચાલતું હતું અને તેણે પોતાના હેન્ડલનું નામ બદલી નાખ્યું હતું.

      જોવા માટે અહીં ક્લિક કરો અને આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.

      'Aam Aadmi Porn': Netizens mock Arvind Kejriwal for allegedly following an adult content account on Twitter https://t.co/2KOFA9vz8F

      — OpIndia.com (@OpIndia_com) October 12, 2022

      આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.


      Also Read:સુપરમાર્કેટ આગનો વીડિયો ખોટી તરીકે મુસ્લિમો બર્મિંગહામના મંદિરમાં આગ લગાવતા હોય એવી રીતે ચિત્રિત કરી ગયો


      ફેક્ટ ચેક

      BOOM ટીમને જાણવા મળ્યું હતું ક, ટ્વિટર એકાઉન્ટ એસ્મી (@Esmee4Keeps)નું યુઝર અને હેન્ડલના નામો બદલી રહ્યું છે, અને અગાઉ તેનું નામ 'Children doing shit' અને Wasted Videos (@WastedVideos_) રાખવામાં આવ્યું હતું, પોર્નોગ્રાફી કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલાં ફની વીડિયો પોસ્ટ કર્યા હતા.

      તો વધુમાં આમારી ટીમને જાણવા મળ્યું હતું કે, ટ્વિટર એકાઉન્ટ (@Esmee4Keeps) હેન્ડલ નામ (@WastedVideos_) દ્વારા જાય છે, જે ફની વીડિયોને ટ્વીટ અને રીટ્વીટ કરતું હતું. તે અગાઉ 'Children doing shit' અને 'Wasted Videos' ના હેન્ડલના નામથી ચલાવવામાં આવતું હતું.

      આ એકાઉન્ટની ગૂગલ કેશ નીચે જોઈ શકાય છે.

      આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.

      @wastedvideos_ સાથે ગૂગલ પર સર્ચ કરવામાં આવે તે ટ્વિટર પર અગાઉ પોસ્ટ કરવા માટે કયા પ્રકારની વિડિઓઝનો ઉપયોગ કર્યો છે તે દેખાડે છે.

      ટ્વિટર એડવાન્સ સર્ચ: @WastedVideos_ @Esmee4Keeps ને જવાબ

      અમે એક અદ્યતન ટ્વિટર સર્ચ ચલાવીને તે સાબિત કરીએ છીએ કે @wastedvideos_ જવાબ આપે છે અને esmee4keeps ના જવાબો બતાવે છે, જે બતાવે છે કે બંને સમાન છે અને ભૂતકાળમાં esmee4keeps એકાઉન્ટ હતું.

      આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.

      હવે @WastedVideos_ ટ્વીટના જવાબોને આપણે જોઈ શકીએ છીએ કે આ એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સ ડીલીટ કરી નાખવામાં આવ્યા છે. @WastedVideos_દ્વારા છેલ્લો રિપ્લાઈ 7 ઓક્ટોબર, 2022 ના રોજ આપ્યો હતો, જે પરથી ખબર પડે છે કે, એકાઉન્ટે થોડા દિવસો પહેલા જ તેના હેન્ડલનું નામ બદલ્યું હતું.

      આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.

      @esmee4keeps હેન્ડલની ટ્વિટર આઈડી 1520004626665414663 છે.

      આ ટ્વિટર આઇડી - '1520004626665414663' જૂના એકાઉન્ટના કેશ આર્કાઇવ સાથે ક્રોસ ચેકિંગ પર તેના અગાઉના હેન્ડલ નેમ (@WastedVideos_) ના ટ્વિટર આઇડી સાથે માચ થાય છે. મેચિંગ ટ્વિટર આઇડી બતાવે છે કે બંને એક જ એકાઉન્ટ છે.

      "Wasted Videos" થી લઈને "Children Doing Shit" સુધી, એસ્મી પોર્નોગ્રાફી કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું છે.

      'Children Doing Shit પહેલાં આ ટ્વિટર એકાઉન્ટનું હેન્ડલ નામ 'Wasted Videos હતું જે નીચે જોઈ શકાય છે.

      'Deepak raj2': Esmee નું અગાઉનું ટ્વિટર બાયો

      તો 30 એપ્રિલ, 2022 ના રોજ આ એકાઉન્ટનું સૌથી વહેલું આર્કાઇવ કરવામાં આવેલા ટ્વીટર હેન્ડલનું બાયો નામ - "દીપક રાજ 2" બતાવે છે, જે બતાવે છે કે એકાઉન્ટ સતત તેના બાયો અને હેન્ડલ નામો બદલી રહ્યું છે.

      BOOM ટિમ દ્વારા એ ચકાસવામાં નથી આવ્યું કે, આ એકાઉન્ટે તેના યુઝર્સ અને હેન્ડલનું નામ બદલીને Esmee (@Esemee4Keeps) કરી દીધું હતું, જો કે, અમે એ ચોક્કસથી કહી શકીએ છીએ કે, આ એકાઉન્ટ પોર્નોગ્રાફી એકાઉન્ટ નહતું અને 7 ઓક્ટોબર, 2022 પછી પોર્નોગ્રાફી એકાઉન્ટ થયું છે.

      Also Read:વાયરલ વિડિયો ખોટો દાવો કરે છે ઈરાનીએ હિજાબ સામે ટોપલેસ વિરોધ


      Tags

      Arvind KejriwalGujaratOpindiaTwitterAam Aadmi Party
      Read Full Article
      Claim :   અરવિંદ કેજરીવાલ પોર્નોગ્રાફિક ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે
      Claimed By :  ઓપિનડિયા, ટ્વિટટેર યુઝર્સ
      Fact Check :  False
      Next Story
      X
      Or, Subscribe to receive latest news via email
      Subscribed Successfully...
      Copy HTMLHTML is copied!
      There's no data to copy!