રીશી સુનાક 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિપ પ્રાગટ્ય કરતા હોય તેવો આ ફોટો 2020નો છે.
બુમે શોધી કાઢ્યુ કે આ ફોટો નવેમ્બર 2020નો છે જ્યારે તત્કાલિકન ચાન્સેલર રીશી સુનકે દિવાળીની ઉજવણી 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં કરી હતી.
નવેમ્બર 2020માં દિપ સળગાવતી વખતે ખેંચાયેલી રીશી સુનાકની તસવીર ન્યુઝ 24 દ્વારા એવા ખોટા દાવા સાથે શેર કરાઈ રહી છે કે યુકેના નવા વડાપ્રધાને દિવાળીની ઉજવણી કરી.
કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યાના બીજા જ દિવસે 42 વર્ષિય સુનાકે બ્રિટનના પહેલા ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે 25 ઓક્ટોબર 2022ના કિંગ ચાર્લ્સ ત્રીજાની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો.
10 ડાઉનિંગ સ્ટ્રીટ 1735થી બ્રિટીશ વડાપ્રધાનનુ રહેઠાણ છે જ્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટનના ચાન્સેલરનુ રહેઠાણ છે અને તેમાં નવેમ્બર 2020માં સુનાક રહેતા હતા.
મંગળવારે ન્યુઝ 24એ એક વાયરલ ફોટો ટ્વીટ કર્યો જેમાં લખ્યુ હતુ તેના ભાષાંતર મુજબ, 'બ્રિટનના નવા વડાપ્રધાને લંડનના 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાના ઘરની બહાર દિપ પ્રજવલ્લિત કર્યા'
જોવા માટે અહિં ક્લિક કરો અને આર્કાઈવ માટે અહિં ક્લીક કરો
આવા જ 2020ના ફોટો ફેસબુક પર શેર કરીને ગેરમાર્ગે દોરતા દાવા કરાઈ રહ્યા છે.
જોવા માટે અહિં ક્લીક કરો
ફેક્ટ ચેક
બુમે શોધ્યુ કે આ ફોટો નવેમ્બર 2020નો છે જ્યારે રીશી સુનાક 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમને યુકેના ચાન્સેલરના હોદ્દાની રૂએ ફાળવાયેલા રહેઠાણનો છે અને ત્યાં દિવાળીનુ શુશોભન કરાયુ હતું.
અમે રીવર્સ ઈમેજ સર્ચ કરતા ગુગલ ઈમેજમાં વાયરલ થયેલા આ ફોટો મળી આવ્યા હતા જેમાં ખરાઈ કરાઈ કે આ ફોટો 11 ડાઉનિંગ સ્ટ્રીટનો છે પણ નવેમ્બર 2020માં લેવાયેલો છે.
ધ ટેલિગ્રાફ યુકેમાં પ્રસિધ્ધ થયેલા એક ફોટોની વિગતમાં લખ્યુ છે કે, 'દિવાળીની ઉજવણી પહેલા રીશી સુનાકે 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિપ સળગાવ્યા.'
આ ઉપરાંત, 14 નવેમ્બર 2020ના સુનાકે પણ પોતે દિપ પ્રાગ્ટ્ય કરતા હોય તેવો વિડીયો ટ્ટવીટ કર્યો હતો. જેમાં તેમણે લખ્યુ હતુ કે, 'નં.11ની બહાર રંગોળી બનાવી છે. મીઠાઈ ટુંક સમયમાં પહોંચી જશે. મને ખબર છે કે થોડુ અલગ લાગશે અને પરીવારને ન મળી શકીએ તે સ્થિતિ પણ અઘરી હોય છે, પણ આપણે સૌ સાથે આ સ્થિતિમાંથી બહાર આવીશું. સૌ કોઇને દિવાળીની શુભેચ્છા '
યુકેના પીએમ બન્યા બાદ સુનાકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પોતાના રહેઠાણથી દિવાળીની શુભેચ્છાના ફોટો 27 ઓક્ટોબર 2022ના દિવસે શેર કર્યા. જેમાં લખ્યુ હતુ કે, 'ન.10માં દિવાળીના સમારંભમાં ઘણો તેજસ્વી અનુભવી રહ્યો છુ. મને સોપેલી જવાબદારીમાં મારી ક્ષમતા મુજબ હુ બધુ જ કરીશ જેથી આપણા સંતાનો અને તેના સંતાનો દિપ સળગાવીને ભવિષ્યમાં એક સારા આશાવાદ સાથે દ્રષ્ટિપાત કરી શકે. બધાને દિવાળીની શુભેચ્છાઓ'