ના, આ વિડીયોમાં જે મહિલાઓ નગ્ન થઈને પ્રદર્શન કરી રહી છે તે ઈરાની મહિલાઓ નથી
BOOM એ શોધ્યુ કે આ વાયરલ વિડીયો ચિલીના પ્રેસિડેન્ટ અને ત્યાંની ન્યાય વ્યવસ્થા સામે મહિલાઓએ કરેલા વિરોધ પ્રદર્શનનો છે.
ચીલીના તત્કાલિન પ્રેસિડેન્ટ સેબાસ્ટિયન પિનેરા અને રાષ્ટ્રીય કાયદો વ્યવસ્થા અને પોલીસ સામે નગ્ન વિરોધ પ્રદર્શનના એક જૂના વિડીયોને હાલનો હોવાનો ખોટો દાવો કરીને ઈરાનના હિજાબ વિરોધી પ્રદર્શન સાથે જોડીને વોટ્સએપ પર ફરતો કરાયો છે.
વિડીયોમાં મહિલાઓ નગ્ન થઈને પ્રદર્શન કરતી દેખાય છે અને તેમની સાથે એક વિશાળ પૂતળુ તેમની તરફ ગોળીબાર કરતુ બતાવાયુ છે. એક બીજુ પૂતળુ સૂટ અને ટાઈ પહેરેલુ છે અને તેને બંદૂક સાથેના પૂતળાઓને આદેશ આપતો હોય તે રીતે બનાવાયુ છે.
આ વિડીયો વોટ્સઅપ વાયરલ થઈ રહ્યો છે એ કેપ્શન સાથે કે "Anti Hijab protest now escalated to a Topless protest in Iran... From removing of hijab to throwing of hijab to burning of hijab to cleaning of shoes by hijab! From opening of face to opening of breasts to opening of waist!! It will now be straight to bottomless to No-clothes tomorrow!!! Wait for more to come.. Iranian Heroines will lead the world Muslim Ladies to a Hijab se Azadi, Burqa se Barbadi Domain" અર્થાત 'ઈરાનનો હિજાબ વિરોધ હવે ટોપ લેસ થવા સુધી પહોંચી ગયો છે. હિજાબ કાઢી ત્યારબાદ તેને બાળીને, હિજાબથી જૂના સાફ કરીને, જાહેરમાં મોં ખુલ્લુ કર્યા બાદ હવે સ્તન અને કમર પણ ખુલ્લા કરી દેવાયા છે! કાલથી બોટમલેસ અને પછી કપડા જ નહિ પહેરાય!!! હજુ રાહ જૂઓ ઈરાનની આ વિરાંગનાઓ સમગ્ર વિશ્વની મુસ્લિમ મહિલાઓને હિજાબથી આઝાદી, બુરકાથી બરબાદી વિચાર સુધી લઈ જશે'
આ વિડીયો ઈરાનના હિજાબ વિરોધી પ્રદર્શનને અનુલક્ષીને વાયરલ કરાઈ રહ્યો છે. ઈરાનમાં માહસા અમીની નામની મહિલાની પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી અને ત્યારબાદ કસ્ટડીમાં જ તેનુ મોત નિપજ્યુ છે. આ ઘટનાને લીધે ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન ફાટી નીકળ્યા હતા. ઈરાનનની મહિલાઓ કે જે સરકારની હિજાબ નિતી સામે વિરોધ કરી રહી છે તેમના માટે સમગ્ર વિશ્વ એક થયુ હતું. મહિલાઓને ફરજિયાત પોતાના વાળ અને માથુ ઢાંકવા મજબૂર કરતા કાયદાનો વિરોધ કરવા અત્યાર સુધીમાં અનેક મહિલાોઅએ જાહેરમાં પોતાના વાળ કાપી તેમજ હિજાબને સળગાવી વિરોધ દર્શાવ્યો છે.
વિડિયોના આર્કાઇવ માટે અહીં ક્લિક કરો
દર્શકોના વિવેકાધીન : આ વિડીયોગમાં નગ્નતા દર્શાવાઈ છે
BOOM ના હેલ્પલાઈન નંબર પર આ મેસેજના વેરીફિકેશન કરવાનો મેસેજ આવ્યો હતો.
એમ્સ્ટરડેમમાં ઈરાની સરકારના નિર્ણયો અને હિજાબ પોલીસીના વિરોધમાં થયેલા પ્રદર્શનનો વિડીયો પણ આ જ પ્રકારના કેપ્શન અને વિરોધના દ્રશ્યો સાથેનો ફરતો કરાયો હતો. કેપ્શનમાં ઈરાન લખીને ઘટના ઈરાનની ગણાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હતો. BOOM ની ફેક્ટ ચેક અહિં જૂઓ.
ફેક્ટ ચેક
BOOM એ સૌથી પહેલા વિડીયોને અલગ અલગ ફ્રેમ મુજબ વિભાજિત કરીને તેમાંથી અમુક ઈમેજ લઈને રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કર્યો હતો. આ સર્ચ નવેમ્બર 26 2019ના રોજ છપાયેલા એક સ્પેનિશ આર્ટિકલ સુધી લઈ ગયુ જેનુ હેડિંગ હતુ, 'સેબાસ્ટિયન પિનેરા સામે નગ્ન યુવા વર્ગનુ વિચિત્ર વિરોધ પ્રદર્શન' અહેવાલમાં વિરોધ કરનારાઓના ફોટો તેમજ વિશાળ પૂતળાઓ પણ છે જે વાયરલ વિડીયોમાં પણ દેખાય છે.
અહેવાલ મુજબ ચિલીના વડાપ્રધાન સેબાસ્ટિયન પિનેરા અને પોલીસ પ્રશાસન વિરૂધ્ધ નારીવાદી(ફેમિનિસ્ટ) સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
વધુ તપાસ માટે સ્પેનિશ શબ્દો સાથે સર્ચ કરતા વધુ બે અહેવાલ મળ્યા હતા જે ડિસેમ્બર 2019ના હતા અને તેમાં પણ એકસમાન દ્રશ્ય હતું. અહેવાલ મુજબ 18 ઓક્ટોબર 2019ના 59 દિવસ બાદ ચિલીમાં વિરોધ પ્રદર્શન જેમાં લોકોએ સુરક્ષા અધિકારીઓએ કરેલા ક્રુરતાની ખુબ જ શક્તિશાળી રજુઆત કૃતિ વડે દર્શાવાઈ છે.
અહેવાલ વાંચવા માટે અહિં અને અહીં ક્લીક કરો.
અહેવાલમાં વધુ જણાવે છે કે ડિસેમ્બર 2019માં આ પ્રદર્શન સેન્ટિએગોમાં પોન્ટિફિસીયા યુનિવર્સિટી કેટોલિકા ડે ચિલી નામની જગ્યા સામે થયા હતા.
આ યુનિવર્સિટીને ગુગલ મેપમાં સર્ચ કરતા જ્યાં 3 વર્ષ પહેલા પ્રદર્શન થયુ હતુ તે સ્થળ શોધવામાં અમે સફળ થયા હતા. જે વિસ્તારમાં પ્રદર્શન થયુ હતુ તેનુ સ્ટ્રીટવ્યુ જોવા માટે અહિં ક્લીક કરો.
અહીં છે બંને વચ્ચેની સરખામણી:
2019માં ચિલીમાં મહિનાઓ સુધી સામાજિક ઉત્થાન માટે વિરોધ પ્રદર્શન ચાલ્યા હતા જેમાં વડાપ્રધાન સેબાસ્ટિયન પિનેરાની સરકારની ભારે ટીકા થઈ હતી. રુટર્સના 2019ના રીપોર્ટ મુજબ વિરોધમાં 30 લોકોના જીવ ગયા હતા અને ચિલીની રાજધાની સાન્ટિયાગો માં ઘણી તારાજી સર્જિ હતી. આ અસંતોષને પગલે એક કમિટીની રચના કરાઈ હતી જે દેશના બંધારણમાં સુધારો કરશે.