લિવ ઈન પાર્ટનરની હત્યા છુપાવવા આફતાબ પૂનાવાલાએ કઈ રીતે 'ડેક્સટર'નો ઉપયોગ કર્યો?
આફતાબ પુનાવાલા ઉપર તેની પાર્ટનર શ્રધ્ધા વાલકર હત્યાનો આરોપ છે. મે માસમાં દિલ્હી સ્થિત તેમના ફ્લેટમાં બંને વચ્ચે તૂતુમેમે થઈ હતી અને તે આગળ વધતા બનાવ હત્યામાં પલટાયો હતો.
27 વર્ષિય મહિલાની તેના જ પાર્ટનર દ્વારા ઘાતકી હત્યા અને બાદમાં તેને છૂપાવવા માટે કરેલા કૃત્યની લોહીથી લથબથ કબુલાતે સમગ્ર દેશને કંપાવી દીધો છે. 28 વર્ષના આફતાબ પુનાવાલા પર આરોપ છે કે તેણે પોતાની ગર્લફ્રેન્ડ શ્રધ્ધા વાલકરની ગળુ દબાવી હત્યા કરી હતી. 18 મેએ બનેલી આ ઘટના મુજબ બને વચ્ચે દલીલો થઈ રહી હતી પછી તે આગળ વધી ગઈ હતી. તેણે શ્રધ્ધાના શરીરના ટુકડા કરીને ફ્રિજમાં રાખી દીધા અને તેને શહેરના અલગ અલગ ભાગમાં લઈ જઈ નષ્ટ કરી રહ્યો હતો જે ઘટનાક્રમ થોડા સપ્તાહો સુધી ચાલ્યો હતો.
શનિવારે પૂનાવાલાની ધરપકડ થઈ હતી અને તેણે પોલીસને કબુલાત આપી હતી કે દલીલો બાદ હત્યા થઈ હતી. ઈન્ડિયન એક્સપ્રેસે આ અંગે પોલીસ અધિકારીને ટાંકીને લખ્યુ હતુ કે, 'તેણે પૂછપરછમાં કબુલ્યુ છે તે શ્રધ્ધાને શાંત કરવા માંગતો હતો પણ તેનુ મોત થયુ હતુ. તેણે બે દિવસ સુધી મૃતદેહને પોતાની ઘરે જ રાખ્યો હતો.'
આ ઘટનાએ બધાને અમેરીકાની ક્રાઈમ સિરીઝ ડેક્સટર પર યાદ અપાવી છે અને ઘણા અહેવાલો આ સિરીઝને ટાંકી રહ્યા છે જેમાં ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે જેમણે પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા આ સીરીઝમાંથી પ્રેરણા મળી હોવાનું નોંધ્યુ છે. ઈન્ડિયન એક્સપ્રેસને એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, 'મુખ્ય કિરદારે શરીરના ટુકડા કરીને નિકાલ કર્યો તેનુ અનુકરણ તે કરી રહ્યો હતો.'
યુએસની ક્રાઈમ સીરીઝ શુ છે અને તેણે વાલકર હત્યાકાંડના આરોપીને કઈ રીતે પ્રેરીત કર્યો તે આ મુજબ છે
શુ છે ડેક્સટર?
જેફ લિન્ડસે લિખીત 'ડાર્કલી ડ્રીમિંગ ડેક્સટર' પર આધારીત ડેક્સટર એક અમેરીકન ક્રાઈમ સીરીઝ છે જેમાં 96 એપિસોડ છે જે 8 સિઝનમાં વિભાજિત કરાયા છે. આ કાર્યક્રમ 1 ઓક્ટોબર 2006ના રીલીઝ થયો હતો અને સપ્ટેમ્બર 22, 2013 સુધી ચાલ્યો હતો.
આ શો મિયામી શહેરના ડેક્સટર પર આધારીત છે જે કિરદાર માઈકલ હોલે નિભાવ્યો છે. કિરદારે માત્ર 3 વર્ષની ઉંમરે પોતાની માતાની હત્યા થતી જોઈ હતી. આ ઘટનાએ ડેક્સટરનું જીવન હંમેશને માટે બદલી નાખ્યુ હતું. તે વયસ્ક થયો એટલે મિયામી પોલીસ ડિપાર્ટમેન્ટમાં લોહીની તપાસ માટે એનાલિસ્ટ બન્યો પણ આ કામ તે દિવસ દરમિયાન કરતો જ્યારે રાત્રે તે એવા ગુનેગારોનો હત્યારો બનતો જે ન્યાયતંત્રમાંથી છટકી જવામાં સફળ રહ્યા છે.
આઈએમડીબી પેજ પર આ શોના પરીચયમાં લખાયુ છે કે, 'તે સ્માર્ટ છે, પ્રેમાળ છે, તે છે ડેક્સટર મોર્ગન, અમેરીકાનો લોકપ્રિય સિરીયલ કિલર જે પોતાનો દિવસ ગુનાખોરીની તપાસમાં વિતાવે છે અને રાત્રે પોતે ગુનો કરે છે.'
પુનાવાલાને ડેક્સટરે પ્રેરણા આપી કઈ રીતે?
ડેક્સટર હત્યા કરવામાં અને તેને છાવરી દેવામાં તબીબી કૌશલ્યનો ઉપયોગ કરે છે. તેણે ગ્લોવ્ઝ પહેરેલા હોય છે અને રૂમમાં ચારેકોર પ્લાસ્ટિક વિટે છે અને તે રૂમનો ઉપયોગ ગુનેગારોની હત્યા કરવામાં અને લાશના ટુકડા કરીને એટલાન્ટિક સમુદ્રમાં ફેંકીને હત્યાના તમામ પુરાવાનો નાશ કરી દે છે. જે રીતે ડેક્સટરની એમ.ઓ. હતી જેમ કે લાશના ટુકડા કરવા, દૂર દૂર ફેંકી દેવા જેથી શંકા ન થાય આ મુજબ પૂનાવાલાએ પણ પ્રયત્નો કરી આરોપથી બચવા પ્રયત્ન કર્યો હતો. પોલીસે જણાવ્યુ હતુ કે શંકા ન થાય એ માટે પૂનાવાલા રાત્રે નીકળતો અને નજીકના જંગલમાં અંગોનો નાશ કરી દેતો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસ વધુમાં લખે છે કે પૂનાવાલાએ શ્રધ્ધાની હત્યા બાદ તેના અંગોના ટુકડા કરીને પ્લાસ્ટિકની થેલીઓમાં રાખીને ફ્રિઝમાં મૂકી દીધા હતા.
આ યુગલ મૂળ મુંબઈનુ છે અને અહેવાલો મુજબ બંને ડેટિંગ એપ મારફત મળ્યા હતા અને 2019થી સાથે છે. ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ આ બંનેના માતા પિતા તેમના સંબંધોને મંજૂરી આપતા ન હતા તેથી બંને દિલ્હી આવી ગયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 'તેમને કેટલીક સમસ્યાઓ હતી તેથી તેઓ સૌથી પહેલા ઋષિકેશ ફરવા ગયા હતા અને બાદમાં દિલ્હીમાં સ્થાયી થયા હતા.'
ભુતકાળમાં પણ ડેક્સટરે ગુનાઓ માટે પ્રેરીત કર્યા છે
લાશને છુપાવવાના કારણે ડેક્સટર ભુતકાળમાં ઘણા સમાચારોના મથાળે આવી ચૂક્યુ છે કારણ કે ઘણા ગુનેગારોએ આ શોથી પ્રેરણા મળી હોવાનુ કબુલી ચૂક્યા છે. 21 વર્ષની સ્વીડીશ મહિલા કે જેણે પોતાના પિતાની હત્યા કરી હતી તેને ડેક્સટર લેડી કહેવાય છે કારણ કે તેણે કબુલાત આપી હતી કે જ્યારે જ્યારે તેના પિતા તેને બોલાવતા ત્યારે તે ડેક્સટરનો ફોટો જોઈ લેતી હતી. અહેવાલો મુજબ આ મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે તે સિરીયલ કિલર્સ પાછળ પાગલ હતી અને ડેક્સટર ચૂક્યા વગર જોતી રહેતી હતી.
2014માં ડેક્સટર પાછળ પાગલ એક તરૂણે ઈંગ્લેન્ડમાં પોતાની જ ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખી બાદમાં કરવતનો ઉપયોગ કરી પોતાના જ રૂમમાં લાશના ટુકડા કરી નાખ્યા. 17 વર્ષના સ્ટીવન માઈલ્સને આ ગુના બદલ 25 વર્ષની સજા ફટકારાઈ હતી.
આ જ રીતે લેસ્ટરના 21 વર્ષના માર્ક હોવેએ પોતાની માતાની હત્યા કરી હતી તેને પણ ડેક્સટરમાંથી પ્રેરણા મળી હતી. અહેવાલો મુજબ બંને વચ્ચે ગાંજાની લતને લઈને વિવાદ થતા માર્કે માતાના ચહેરા, મોઢા, ગળા, હાથ અને છાતી પર ઘરીના અનેક ઘા મારી હત્યા નિપજાવી હતી.