આપ ગુજરાતમાં જીતે છે તેવો દાવો કરતો એડિટ કરેલો વિડીયો અરવિંદ કેજરીવાલે શેર કર્યો
BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો એડિટ કરીને તેમાં અવાજ અને ગ્રાફીક ઉમેરી એવો દાવો કરાયો છે કે કોંગ્રેસ હવે ગુજરાતની રેસમાંથી બહાર છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની એક ટવીટ અને વિડીયો ડિલીટ કર્યો છે, એબીપી ન્યુઝના છેડછાડ કરેલા વિડીયોમાં એવો દાવો કરાયો છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહાર ફેંકાઈ ગયુ છે અને અને આમ આદમી પાર્ટી જ ભાજપ સાથે સીધી ટક્કર કરી રહી છે.
કેજરીવાલે શેર કરેલો આ વિડીયો જેમાં ગ્રાફિક બદલી કાઢ્યા છે અને ખોટો વોઈસઓવર પણ છે.
19 ઓક્ટોબર 2022ના કેજરીવાલે એક એડિટ કરેલો વિડીયો શરે કર્યો હતો જેમાં લખ્યુ હતુ કે, 'ગુજરાતના મૂડને સમજવા માટે આ વિડીયોને જરૂરથી જૂઓ'
(ઓરીજીનલ લખાણ હિંદીમાં :- गुजरात के मूड को समझने के लिए इस वीडियो को ज़रूर देखे)
સર્ચ એન્જિન યાહુ અને માઈક્રોસોફ્ટ બિંગમાં કેજરીવાલની ટ્વીટના કેશ્ડ વર્ઝન જોઈ શકાય છે.
યાહુ સર્ચ જોવા માટે અહિં ક્લીક કરો અને માઈક્રોસોફ્ટ બિગ કેશ જોવા અહિં. આ પ્રિવ્યુમાં દેખાય છે કે કેજરીવાલે વિડીયો 19 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે શેર કર્યો હતો.
ટવીટ અને તેના રીપ્લાય ડિલીટ કરી દેવાયા છે, જે એબીપીના વિડીયોની ચર્ચા હતી તે આ મુજબ છે.
How much did you pay abp news. False fake propaganda.
— Dr rajan negi (@ranegi1973) October 19, 2022
વાયરલ વિડીયોમાં વોઈસઓવર આર્ટિસ્ટ બોલે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા તૈયાર છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને ભાજપના પ્રયાસો મતદારો પર જોઈએ તેટલો પ્રભાવ પાડી શક્યા નથી. અવાજમાં વધુ દાવો કરાયો છે કે કોંગ્રેસે તો પ્રયાસો પણ કર્યા નથી અને હવે તે આ રેસમાંથી બહાર છે.
વધુમાં આ વિડીયોના વોઇસઓવર, ચિત્રો, ફોટો અને લખાણ પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતશે તેવો દાવો કરી રહ્યા છે.
આ અહેવાલને એડિટ કરીને એવો બતાવાયો છે કે એબીપી ન્યુઝે ગુજરાતમાં ગ્રાઉન્ડ રીપોર્ટ કર્યો હતો જેમાં આપ જીતી રહ્યાનુ જોવા મળ્યુ છે.
આવા જ જુઠ્ઠા દાવા અને જુઠ્ઠો વિડીયો આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ અને અરવિંદ કેજરીવાલના ફેન પેજ પર પણ શેર કરાયા છે.
આપ સુરતના મહિલા પાંખના સચિવ સરોજ વાવણીયાએ આ દાવાને શેર કર્યો હતો.
गुजरात मै नहीं चल पाया मोदी का जुमला!
— Saroj Vavaliya (@sarojvavaliya) October 19, 2022
भाजपा वालों के रथ को गुजरात मै ना मिली रफ़्तार!
खाली खुर्शीओ ने भाजपा की चिंता बढ़ाई!
केजरीवाल का दावा है की 106 से ज्यादा सीटे आएगी!#एक_मौका_केजरीवालको pic.twitter.com/fu1s9GjLjc
આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ રીના રાવલે આ ખોટો વિડીયો કેજરીવાલે લખ્યા મુજબ જ શેર કરી નાખ્યો હતો.
કેજરીવાલના અન્ય એક ફેન પેજમાં પણ આ વિડીયો શેર કરાયો છે.
ફેક્ટ ચેક
અમને સૌથી પહેલા એ ધ્યાને આવ્યુ કે વિડીયોમાં ઘણી બધી ત્રુટીઓ છે. ઓડિયો અલગ છે તેમજ એબીપીના લોગોમાં પણ જે લાલ હોય છે આ તેના કરતા અલગ છે અને લખાણના રંગ પણ અલગ અલગ જગ્યાએ જુદા જુદા છે.
એબીપીના યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા એ વિડીયો મળી આવ્યો હતો જે 16 ઓક્ટોબર 2022ના શેર કરાયો હતો જે આમ મુજબ છે 'શુ છે અરવિંદ કેજરીવાલના આઈબીના દાવાની હકીકત? જૂઓ આ ગ્રાઉન્ડ રીપોર્ટ'
(ઓરીજીનલ હિંદી લખાણ - क्या है Arvind Kejriwal के IB रिपोर्ट के दावा का सच ? देखिए ये ग्राउंड रिपोर्ट | Gujarat Election)
અમે જ્યારે એબીપીના રીપોર્ટ અને વાયરલ વિડીયોની સરખામણી કરી તો જાણવા મળ્યુ કે વાયરલ થયેલા વિડીયોમાં વોઇસઓવરનો અવાજ અલગ છે જે ખોટા દાવા માટે લગાવાયો છે.
ઓરીજીનલ વિડીયોમાં વોઈસઓવરમાં અરવિંદ કેજરીવાલની 2 ઓક્ટોબરની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરાયો છે જેમાં કેજરીવાલ દાવો કરે છે કે તાજેતરમાં આઈબીના રીપોર્ટ મુજબ ગુજરાતમાં આપ સરકાર બનાવશે. વધુમાં કેજરીવાલના દાવાની સાથે કેજરીવાલ ચૂંટણી માટે આપના ઉમેદવારો વિશે વાત કરી રહ્યા છે.
ઓરીજીનલ વિડીયો નીચે જુઓ.
બંનેની સરખામણી કરતા, વાયરલ વિડીયોમાં દાવો કર્યો છે કે ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસ ધ્યાન આપી રહી હતી તેથી રાજ્ય માટે આપ અને બીજેપી વચ્ચે જ જંગ છે. કોંગ્રેસ સોશિયલ મિડીયા પર પણ સક્રિય નથી જ્યારે જે રણનિતી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવી છે તેમાં પણ મતદારોને આકર્ષવામાં નિષ્ફળતા મળી છે તેવો પણ દાવો કરાયો છે.
આ વિડીયો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરતા લખાણ અને ગ્રાફિક કે જે ઓરીજીનલ વિડીયોમાં હતા તેને કાઢીને તેને બદલે ખોટા ગ્રાફિક લગાવી જૂઠ્ઠા દાવાને ટેકો અપાયો છે.
એબીપીના વિડીયોમાં ગ્રાફીકનો ઉપયોગ કેજરીવાલના આઈબીના રીપોર્ટના દાવા પર હતો જેમાં લખ્યુ હતુ 'રીયાલિટી ચેક' અને ''શુ છે અરવિંદ કેજરીવાલના દાવા પાછળનું સત્ય'.
જ્યારે વાયરલ વિડીયોમાં આ લખાણ બદલીને 'કોંગ્રેસ સક્રિય નથી, લોકોને એકઠા પણ કરતી નથી'
એક તરફ જ્યાં ખોટો વિડીયો બે મિનિટ અને વીસ સેકન્ડનો છે જ્યારે એબીપીની ઓરીજીનલ સ્ટોરી 12 મિનિટ લાંબી છે અને તેમાં એન્કર આપ ગુજરાતના સ્થાનિક નેતા સાથે પણ વાત કરે છે. આ ઉપરાંત ઓરીજીનલ સ્ટોરીમાં એબીપી કે તેના એન્કરે કોંગ્રેસ અને ભાજપની લોકપ્રિયતાની કોઇ જ સરખામણી કરી નથી.