દિલશાનને ધાર્મિક સલાહ દેતા પાકિસ્તાની ક્રિકેટરનો જુનો વિડીયો વાયરલ થયો
BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો 2014નો છે જેમાં પાકિસ્તાનના એહમદ શેહઝાદે શ્રીલંકાના ટિલ્લાકરન્ટે દિલશાનને ઈસ્લામ અંગિકાર કરવાનુ કહ્યુ હતું.
આઠ વર્ષ પહેલા પાકિસ્તાની ક્રિકેટરે શ્રીલંકાના ક્રિકેટર દિલશાન સાથે ધાર્મિક ચર્ચાઓ કરતા મામલો ઘણો ગરમાયો હતો. આ વિડીયો હવે તાજેતરનો કહીને ફરીથી વાયરલ કરાયો છે.
14 સેકન્ડ લાંબી આ ક્લપીમાં શહેઝાદ અને દિલશાન ડ્રેસિંગ રૂમ તરફ ચાલતા દેખાય છે જેમાં તે દિલશાનને ઈસ્લામનો અંગિકાર કરી તેના ફાયદા ગણાવી રહ્યો હતો. શહેઝાદ કહે છે કે "જો તમે બિનમુસ્લિમ છો અને જો મુસ્લિમ ધર્મનો અંગિકાર કરો છો તો તમે જીવનમાં ગમે તે કર્યુ હોય પણ તમે સીધા સ્વર્ગમાં જશો." પછી દિલશાન બોલે છે જે શબ્દો સાંભળી શકાતા નથી અને બાદમાં શહેઝાદ બોલે છે "તો પછી આગ માટે તૈયાર રહો"
આ વિડીયો ક્રિટલી મિડીયા દ્વારા શેર કરાઈ રહ્યો છે અને તેમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષામા કેપ્શન આપેલુ છે અને આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપ 2022માં પાકિસ્તાનની ટીમ અને તેના પ્રદર્શનને પણ આડેહાથ લેવાયુ છે.
આ વિડીયો એડિટ કરીને હિન્દી અને અંગ્રેજીમાં લખ્યુ છે કે, "हम क्रिकेट खेलने के अलावा हर चीज में माहिर हैं #ICCworldCup2022 #PAKTeam" જેનો અર્થ થાય છે કે, "અમે ક્રિકેટ રમવાના સિવાય બીજી બધી વસ્તુઓમાં નિષ્ણાંત છીએ, #ICCworldCup2022 #PAKTeam"; અંગ્રેજીમાં લખ્યુ છે કે "Pak cricketers or Maulavis?" ; "પાક ક્રિકેટર્સ છે કે મૌલવી?"
ટ્વીટ જોવા માટે અહીં ક્લિક કરો.
અન્ય એક યુઝરે પણ આ જ વિડીયો શેર કર્યો છે. અહિં જૂઓ. ક્રિટલીના ફેસબુક પેજ જોવા અહિં ક્લીક કરો.
હિંદુ ઈકોસિસ્ટમ નામનુ ફેસબુક પેજ છે તેણે પણ આ જ વિડીયો શેર કરીને ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા છે. અહિં જૂઓ.
સપ્ટેમ્બર 2014ની ઘટના
BOOM એ કિવર્ડ યુટ્યુબ પર સર્ચ કરી એ ખાત્રી કરી કે આ ઘટના આઠ વર્ષ જૂની છે.
ન્યુઝ એક્સ નામની સંસ્થાએ 12 મિનિટ લાંબો બુલેટિન 4 સપ્ટેમ્બર 2014ના ચલાવ્યો હતો અને ક્લીપ તેમના જ યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે જેનુ કેપ્શન છે 'Pakistan's Ahmed Shehzad attacks Tillakaratne Dilshan over religion'.
વિડીયો બુલેટિનમાં 35 સેકન્ડ પર આપણે એ જ ક્લીપ જોઈ શકતુ જ હાલ ક્રિટલીએ વાયરલ કરી છે જેમાં શ્રીલંકાની ઈનિંગ બાદ ડ્રેસિંગ રૂમ તરફ એક સાથે જતી વખતે શહેઝાદ દિલશાનને ઈસ્લામનો સ્વીકાર કરવાની વાત કરી રહ્યો છે.
અખબારી અહેવાલ મુજબ 30 ઓગસ્ટ 2014ના શ્રીલંકાના ડમબુલ્લામાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ત્રીજો વનડે રમાઈ રહ્યો હતો એ ત્યાર વખતની ક્લીપ છે.
શ્રીલંકાએ મેચ જીતવાની સાથે વન ડે સિરીઝ 2-1થી જીતી હતી.
એનડીટીવી સ્પોર્ટ્સ વધુમાં જણાવ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઘટનાની તપાસ કરી હતી. આ મામલે પ્રશ્ન કરાતા શહેઝાદે જણાવ્યુ હતુ કે આ દિલશાન અને તેની વચ્ચેની અંગત ચર્ચા હતી તેમાં બીજુ કશુ જ ન હતું. શ્રીલંકાના ખેલાડી, ક્રિકેટ બોર્ડ કે પછી અમ્પાયર દ્વારા આ મામલે કોઇ ફરીયાદ ન કરતા આ મામલે આગળ તપાસ હાથ ધરાઈ ન હતી.
આ અહેવાલ માં લખ્યું છે, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા શહરયાર ખાને શહેઝાદના આ નિવેદનની ભારે ટિકા કરી હતી અને તેને 'મુર્ખતાભર્યુ નિવેદન' ગણાવ્યુ હતું. એનડીટીવી સ્પોર્ટસે એ પણ ક્વોટ ચલાવ્યો હતો જેમાં ખાને કહ્યુ હતુ કે, 'આ મુર્ખતાભર્યુ નિવેદન હતુ. રમતના મેદાન પર ધાર્મિક બાબતે ચર્ચા કરવાનુ તેનુ કોઇ કામ નથી એ સમયે કે જ્યારે વિદેશી ધરતી પર રમી રહ્યો છે"
આ રીપોર્ટ દિલશાનની પ્રતિક્રિયા પણ નોંધાઈ છે જેમાં કહે છે કે, 'મને એ પણ યાદ નથી કે મે તેને શુ કહ્યુ હતુ. મને કોઇ વાંધો નથી હુ તો જીતની ખુશીમાં હતો.'
દિલશાનના પિતા મુસ્લિમ જ્યારે માતા બુધ્ધિસ્ટ હતા. તેણે 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના પર્દાપણ બાદ જ પોતાનુ ઈસ્લામિક નામ ત્યજીને તિલ્લાકરન્ટે મુડિયાન્સલાગે દિલશાન કરી નાખ્યુ હતુ.