ગુજરાત ચૂંટણી 2022: આપ ચૂંટણી જીતશે તેવો દાવો કરનારા મતના ગ્રાફિક ખોટા નીકળ્યા.
બૂમની તપાસમાં નીકળ્યુ કે ઓપિનિયન પોલ કે જે ઇન્ડિયા ટીવી, ટીવી9 ભારતવર્ષ, ન્યુઝ 24 અને ઈન્ડિયા ટુડેના દર્શાવાયા છે અને તેમાં આપની જીત ગણાવાઈ રહી છે તે તદ્દન ખોટા છે.
ચાર ઓપિનિયન પોલના ફોટો સોશિયલ મિડીયામાં ફરી રહ્યા છે અને આ ચારેય પોલ અલગ અલગ સમાચાર ચેનલોના છે જેમાં આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત રાજ્યની ચૂંટણી જીતશે તેવી ધારણા કરાઈ છે જો કે આ પોલના ફોટા બનાવટી છે અને ચેનલોએ આવો કોઇ શો ચલાવ્યો નથી.
જે ફોટો શેર થઈ રહ્યા છે તેમાં દાવો કરાયો છે કે ઈન્ડિયા ટીવી, ટીવી9 ભારતવર્ષ, ન્યુઝ24 અને ઈન્ડિયા ટુડેના સર્વેમાં આપ ચૂંટણી જીતશે.
પોલમાં રાજ્યની વિધાનસભાની 182 સીટમાંથી અલગ અલગ આંકડાઓ બતાવાયા છે જેમ કે, આમ આદમી પાર્ટી 93થી 98 બેઠક, ભાજપને 64થી 71 અને કોંગ્રેસને 7થી 13 સીટ મળશે.
જોવા માટે અહિં ક્લીક કરો
આ પ્રકારના ખોટા ઓપિનિયન પોલ ફેસબૂક પર શેર કરાઈ રહ્યા છે જેના કેપ્શનમાં લખાયુ છે કે 'ગુજરાતના શહેરોથી માંડી ગામડાઓ તેમજ દેશની સમાચાર ચેનલોમાં એકમાત્ર કેજરીવાલ જ છવાઈ ગયા છે'
(હિન્દીમાં - गुजरात के शहरों, गांवों , कस्बों से लेकर देश के नेशनल न्यूज़ चैनलों तक केजरीवाल ही केजरीवाल छाये हुए हैं)
જોવા માટે અહિં ક્લીક કરો
ફેક્ટ-ચેક
બૂમે શોધ્યુ કે જે ઓપિનિયન પોલના ફોટો છે તેમાં ઈન્ડિયા ટીવી, ન્યુઝ 24, ટીવી9 ભારતવર્ષ અને ઈન્ડિયા ટુડે ચેનલના લોગો છે. ચેનલોએ આવા પોલ પ્રસારીત કર્યા જ નથી.
ઈન્ડિયા ટીવી
આ ખોટા ફોટોમાં આગાહી કરાઈ છે કે 182 બેઠકમાંથી ભાજપને 67, આપને 98 અને કોંગ્રેસને 13 સીટ મળશે.
ઈન્ડિયા ટીવીના તાજેતરના દરેક પોલ અને ગ્રાફીકમાં આવો એક પણ પોલ અમને જોવા મળ્યો ન હતો.
30 જુલાઈ 2022ના ઈન્ડિયા ટીવીએ એક સરવે જાહેર કરર્યો જેમાં બતાવ્યુ હતુ કે ભાજપ 108 બેઠક જીતશે અને કુલ મતદાનનો 56 ટકા હિસ્સો મળશે, કોંગ્રેસ 55 બેઠક અને 31 મત શેર જ્યારે આપને 16 બેઠક મળશે અને 9 ટકા મત મળશે.
આ 2.45 મિનિટ ટાઈમ સ્ટેમ્પમાં જોવા મળશે.
આ ઉપરાંત રીવર્સ ઈમેજ સર્ચ કરાતા જોવા મળ્યુ હતુ કે આવો જ એક ગ્રાફીક ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ વિસ્તાર જેવો જ છે. ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી હતી અને આ પોલ જાન્યુઆરી 2022માં કરાયો હતો.
બંનેની સરખામણી કરતા સ્પષ્ટ થયુ કે ઓરીજીનલ ગ્રાફિક સાથે છેડછાડ કરાઈ છે.
ઈન્ડિયા ટુડે – એક્સિસ માય ઈન્ડિયા
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા લખેલા ગ્રાફિકમાં આપને 97થી 98 બેઠકો સાથે જીતની આગાહી કરાઈ છે. ભાજપને 67-71 અને કોંગ્રેસેન 7-11 બેઠકનો દાવો કરાયો છે.
જો કે અમને ગુજરાતની ચૂંટણીને લઈને ઈન્ડિયા ટુડેનો આવો કોઇ ઓપિનિયલ પોલ મળ્યો નથી.
બૂમે ઈન્ડિયન પોલિંગ એજન્સી એક્સિસ માય ઈન્ડિયાનો સંપર્ક કર્યો જેમા તેઓએ સ્પષ્ટ કર્યુ કે તેમના દ્વારા આવો કોઇ સરવે કરાયો નથી અને જે ગ્રાફીક અને ફોટો બતાવાયો છે તે ખોટો છે.
'ગુજરાતના ઓપિનિયન પોલ બાબતે અમે કોઇ સમાચાર કે આંકડા જાહેર કર્યા નથી' એક્સિસ માય ઈન્ડિયા તરફથી આ વાયરલ ગ્રાફીક વિશે આવુ નિવેદન કરતો ઈ-મેઇલ આવ્યો હતો.
ન્યુઝ 24 ચેનલ
આ ખોટા ગ્રાફિક દાવો કરે છે કે કુલ 182 બેઠકમાંથી આપને 95-99 બેઠક, ભાજપને 65-69 અને કોંગ્રેસને 7-11 બેઠક મળશે.
ન્યુઝ 24 દ્વારા પ્રસારિત થયા હોય તેમાંથી અમને આવા એકપણ ઓપિનિયન પોલ મળ્યા નથી. વધુમાં, ન્યુઝ 24ના પત્રકારનો બુમે સંપર્ક કરતા તેમણે પણ આ ગ્રાફિક ખોટા હોવાનુ કહ્યુ હતું.
ઓક્ટોબર 17, 2022ની તારીખના એક ટ્વીટર પોસ્ટ શોધવામા અમને સફળતા મળી હતી જેમાં લખ્યુ હતુ કે, 'ગુજરાતમાં કોની સરકાર બનશે?' જે પોલના રીઝલ્ટમાં 34 ટકાએ આપ, 34 ટકાએ કોંગ્રેસ અને 27 ટકાએ ભાજપને પસંદ કર્યુ હતુ. કુલ 1,41,259 વોટ મળ્યા હતા.
જોવા માટે અહિં ક્લીક કરો, આર્કાઈવ માટે અહિં ક્લીક કરો
TV9 ભારતવર્ષ
ટીવી9 ભારત વર્ષને દર્શાવતા બે ગ્રાફિક વાયરલ થઈ રહ્યા છે જેમાં અલગ અલગ આંકડા બતાવાયા છે. એકમાં આપને 93-97, કોંગ્રેસને 9-13 જ્યારે બીજામાં આપને 95-99, ભાજપને 64-68 અને કોંગ્રેસને 8-12 બેઠકો સાથે દર્શાવ્યા છે.
કોઈ પોલિંગ એજન્સી આ રીતે એક પક્ષ માટે બે બે પ્રકારના ડેટા જાહેર કરતી નથી તેના પરથી જ ખોટા હોવાની પ્રબળ શંકા જાગે છે.
આ ઉપરાંત ટીવી9ના પ્રતિનિધીએ બૂમને જણાવ્યુ હતુ કે તેમની ચેનલના લોગો સાથે વાયરલ થઈ રહેલા તમામ ફોટો અને ગ્રાફીક ખોટા છે, ચેનલે ગુજરાતની ચૂંટણીને લઈને કોઇ પોલ કર્યા નથી.
ટીવી9ના પ્રતિનિધીઅ બૂમને જણાવ્યુ હતુ કે, 'ટીવી9 ગુજરાતી કે ટીવી9 ભારતવર્ષ બેમાંથી એકપણ ચેનલે આવા કોઇ સરવે કર્યા નથી આ બધા જ ફોટા તદ્દન ખોટા છે. '
આ ઉપરાંત, આ ફેક્ટ ચેક લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં ગુજરાતની ચૂંટણીની કોઇ જાહેરાત કરાઈ નથી.