Boom Live Gujrati

Trending Searches

    Boom Live Gujrati

    Trending News

      • ફેક્ટ ચેક
      • સમાચાર
      • એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક
      • Home-icon
        Home
      • Authors-icon
        Authors
      • ફેક્ટ ચેક-icon
        ફેક્ટ ચેક
      • સમાચાર-icon
        સમાચાર
      • એકસપ્લેનર-icon
        એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક-icon
        ફાસ્ટ ચેક
      • Home
      • ફેક્ટ ચેક
      • અઝાન માટે FIFA 2022 મેચ માં બ્રેક...
      ફેક્ટ ચેક

      અઝાન માટે FIFA 2022 મેચ માં બ્રેક લીધો હોવાનો દાવો કરતો જૂનો વીડિયો થયો વાઇરલ

      BOOM ટીમને જાણવા મળ્યું કે આ વીડિયો 4 વર્ષથી વધુ જૂનો છે અને તે FIFA 2022 વર્લ્ડ કપ સાથે બિલકુલ સંબંધિત નથી.

      By - Hazel Gandhi |
      Published -  28 Nov 2022 1:12 PM IST
    • અઝાન માટે FIFA 2022 મેચ માં બ્રેક લીધો હોવાનો દાવો કરતો જૂનો વીડિયો થયો વાઇરલ

      FIFA 2022 ની કથિત ફૂટબોલ મેચનો વીડિયો ઓનલાઈન હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે અઝાન (ઈસ્લામિક કોલ ટુ પ્રાર્થના) વગાડવાનું શરૂ થયું ત્યારે મેચ અમુક સમય માટે થોભાવવામાં આવી હતી.

      BOOM ટીમને જાણવા મળ્યું હતું કે, દાવો ખોટો છે અને વાસ્તવિક ઘટના 2018 માં ચાર વર્ષથી વધુ સમય પહેલા બની હતી.

      FIFA 2022 વર્લ્ડ કપ 20 નવેમ્બરથી શરૂ થયો હતો. તાજેતરમાં એક ક્લિપ ઓનલાઈન વાઈરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂર્નામેન્ટમાં એક મેચ આદરથી થોભાવવામાં આવી હતી કે તરત જ મુસ્લિમો માટે પ્રાર્થનાની અઝાન વગાડવામાં આવી હતી.

      વીડિયોને ફેસબુક પર કેપ્શન આપવામાં આવ્યું છે કે, "માશા અલ્લાહ ફિફા વર્લ્ડકપ મેચ સ્ટોપ ટુ અઝાન દરમિયાન 💞💞💞💞 #qatar #Allah"


      પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

      અહીં સમાન દાવા સાથે બીજી પોસ્ટ પણ કરવામાં આવી છે.


      પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

      આ જ દાવો ટ્વિટર પર પણ વાઇરલ થઇ રહ્યો છે.


      પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

      આ ઘટના ક્યારે બની હતી અથવા આ ઘટના બની ત્યારે કઈ ટીમો રમી રહી હતી તેનો કોઈ પણ ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

      Also Read:વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહમાં ઇસ્લામિક શ્લોકોનું પઠન કરવામાં આવેલો જૂનો વિડિયો


      ફેક્ટ ચેક

      BOOM ટીમને જાણવા મળ્યું હતું કે, આ વીડિયો જાન્યુઆરી 2018નો છે અને નવેમ્બર 2022માં શરૂ થયેલા FIFA વર્લ્ડ કપનો નથી.

      અમે "ફીફા મેચ અઝાન દરમિયાન બંધ થઈ ગઈ" શબ્દો સાથે ફેસબુક પર શોધ ચલાવી અને વાયરલ દાવામાંથી તે જ વીડિયો મળ્યો, સિવાય કે, તે 30 જાન્યુઆરી, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ ઘટના સાઉદી અરેબિયાની છે.

      આમાંથી સંકેત લઈને, અમે "30 જાન્યુઆરી 2018 ફૂટબોલ મેચ ઇન સાઉદી અરેબિયા અઝાન મેચ સ્ટોપ્સ" નો ઉપયોગ કરીને Google પર કીવર્ડ શોધ ચલાવી અને 25 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રકાશિત BBC દ્વારા એક આર્ટિકલ મળ્યો હતો.

      રિપોર્ટ અનુસાર, પ્રીમિયર લીગના રેફરી માર્ક ક્લેટનબર્ગે અઝાન વગાડતા જ અલ ફેઇહા અને અલ-ફતેહ વચ્ચેની મેચ અટકાવી દીધી હતી.તેણે ઇસ્લામિક પ્રાર્થના માટે આદર દર્શાવવા માટે આ કર્યું અને તેના હાવભાવ માટે ઘણી પ્રશંસા મેળવી.


      કિંગ સલમાન સ્પોર્ટ સિટી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી ત્યારે નજીકની મસ્જિદોમાંથી અઝાન સંભળાઈ હતી.રમત વધારાના સમયની પાંચમી મિનિટે હતી જ્યારે ક્લેટનબર્ગે તેને અટકાવી.અલ-ફેહાએ 118મી મિનિટે તેમનો બીજો ગોલ કર્યો, મેચ 2-1ના સ્કોરથી જીતી અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

      બીબીસી રિપોર્ટ ટ્વિટર ઇવેન્ટ પર પણ રીડાયરેક્ટ કરે છે જ્યાં ક્લેટનબર્ગની પ્રશંસા સાથે ઘટનાનો સ્પષ્ટ વિડિયો મળી શકે છે.


      🇸🇦 Saudi King's Cup round of 16, extra time, 1-1, the tension is in the air, and all of a sudden - the Mouazin starts and everything stand still. Pretty amazing pic.twitter.com/55TLdMZ3Of

      — BabaGol (@BabaGol_) January 24, 2018


      Also Read:મહિલાનો દર્શકોની સામે નાગન થવાનો વીડિયો કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022નો નથી


      Tags

      Fifa 2022Fifa World CupFootballViral VideoFact CheckFake NewsQatar
      Read Full Article
      Claim :   જ્યારે અઝાન વગાડવાનું શરૂ થયું ત્યારે કતારમાં FIFA 2022 મેચ થોભાવવામાં આવી હતી.
      Claimed By :  ફેસબુક પોસ્ટ્સ
      Fact Check :  False
      Next Story
      X
      Or, Subscribe to receive latest news via email
      Subscribed Successfully...
      Copy HTMLHTML is copied!
      There's no data to copy!