Boom Live Gujrati

Trending Searches

    Boom Live Gujrati

    Trending News

      • ફેક્ટ ચેક
      • સમાચાર
      • એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક
      • Home-icon
        Home
      • Authors-icon
        Authors
      • ફેક્ટ ચેક-icon
        ફેક્ટ ચેક
      • સમાચાર-icon
        સમાચાર
      • એકસપ્લેનર-icon
        એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક-icon
        ફાસ્ટ ચેક
      • Home
      • ફેક્ટ ચેક
      • દરીયામાં જ્વાળામુખી વિસ્ફોટના...
      ફેક્ટ ચેક

      દરીયામાં જ્વાળામુખી વિસ્ફોટના સિમ્યુલેશન વિડીયોને ઈન્ડોનેશિયામાં ભુકંપ ગણાવી શેર કરાયો

      BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો ભુવિજ્ઞાનીઓએ બનાવેલુ સિમ્યુલેશન છે અને કુદરતની વિધ્વંશકારી શક્તિઓ પૈકીના લાવા વિસ્ફોટ બતાવવા માટે બનાવાયો હતો.

      By - Sk Badiruddin |
      Published -  24 Nov 2022 1:59 PM IST
    • દરીયામાં જ્વાળામુખી વિસ્ફોટના સિમ્યુલેશન વિડીયોને ઈન્ડોનેશિયામાં ભુકંપ ગણાવી શેર કરાયો

      સોશિયલ મિડીયામાં સિમ્યુલેશનના આ વિડીયોને એવા ખોટા દાવા સાથે શેર કરાયો કે ઈન્ડોનેશનિયાના સુમાત્રામાં જ્વાળામુખી ફાટ્યો છે.

      BOOM એ શોધી કાઢ્યુ કે આ સિમ્યુલેશન 2017માં કોમ્પ્યુટરની મદદથી બનાવાયુ છે અને તેનો ઉપયોગ સમુદ્રમાં તળીયે જ્વાળામુખી અને લાવા વિસ્ફોટ જેવી કુદરતી ઘટનાઓની અસરનો અભ્યાસ કરવાનો હોત.

      આ જ વિડીયો ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તોંગા જ્વાળામુખી વિસ્ફોટ અને 2019માં ઉત્તર સુમાત્રા, ઈન્ડોનેશિયાનો ગણાવાયો હતો.

      નવેમ્બર 21માં પશ્ચિમ જાવાના સિન્જાઉ શહેરમાં શક્તિશાળી ભુકંપ આવ્યો હતો અને તેમાં 160ના મોત થયા હતા જ્યારે 300થી વઘુ ઘાયલ થયા હતા. સ્થાનિક તંત્રોએ બીબીસીને જણાવ્યુ હતુ કે આ વિસ્તાર ખુબ જ ગીચ વસ્તી ધરાવે છે નબળા મકાનો હોવાથી ભુકંપ બાદ ભુસ્ખલનને કારણે ચારેતરફ કાટમાળ જ ફેલાઈ ગયો હતો.

      BOOM ને આ વિડીયો વોટ્સએપ હેલ્પલાઈનમાંથી મળ્યો હતો જેમાં 'ઈન્ડોનેશિયામાં પાણીની અંદર જ્વાળામુખી વિસ્ફોટ' લખ્યુ હતુ.


      આ વિડીયો સમાન દાવા સાથે ફેસબુકમાં પણ શેર કરાઈ રહ્યો છે. ફેસબુકની બે પોસ્ટ જૂઓ અહિં અને અહિં.

      Also Read:મથુરામાં હત્યાના ભોગ બનનારના ફોટાને ખોટા સાંપ્રદાયિક દાવાઓ સાથે ફરતા કરાયા


      ફેક્ટ ચેક

      BOOM એ વિડીયોમાંથી કેટલીક ઈમેજ લઈને રીવર્સ ઈમેજ સર્ચ અને ગુગલ સર્ચ કરતા અમને ઘણા અખબારી અહેવાલો મળ્યા હતા જેમાં દરીયામાં જ્વાળામુખી વિસ્ફોટનો સિમ્યુલેશન વિડીયો હોવાનુ નોંધાયુ હતું.

      એક્સપ્રેસ ન્યૂઝે 2017માં નોંધ્યુ છે કે, ઓસ્ટ્રેલિયાના ભુવિજ્ઞાની અને તેમની ટીમે ન્યુઝિલેન્ડના ઓકલેન્ડના કિનારા પાસે વિશાળ જ્વાળામુખી વિસ્ફોટનો વિડિયો સિમ્યુલેશન તૈયાર કર્યો છે એવા જોવા માટે કે જ્વાળામુખી કેટલા વિધ્વંશકારી બની શકે છે.

      આ જ વિડીયો ઓકલેન્ડ મેમોરીયલ મ્યૂઝિયમે પણ ડિસેમ્બર 19, 2019ના યુટ્યુબ પર શેર કર્યો હતો જેનું ટાઈટલ 'Auckland Museum Volcano Simulation - Auckland Museum' છે.


      વિડીયોની વિગતમાં મ્યુઝિયમે લખ્યુ છે કે, 'આ અભ્યાસ માટેનો સિમ્યુલેશન છે જેમાં ભુકંપને કારણે થયેલો જ્વાળામુખી વિસ્ફોટ બતાવાયો છે. આ સિમ્યુલેશન અમારી વોલ્કેનો ગેલેરીમાં પણ છે. '

      Also Read:રશિયાનો જૂનો વીડિયો નમાઝ તરીકે કતારમાં 2022 ફિફા વર્લ્ડ કપમાં ખોટી રીતે શેર કરવામાં આવ્યો




      Tags

      indonesiaIndonesia EarthquakeViral VideoFake NewsFactCheckSimulation
      Read Full Article
      Claim :   ઈન્ડોનેશિયામાં સુમાત્રામાં જ્વાળામુખી ફાટ્યાનો વિડીયો
      Claimed By :  ફેસબુક પોસ્ટ અને વોટ્સએપ મેસેજ
      Fact Check :  False
      Next Story
      X
      Or, Subscribe to receive latest news via email
      Subscribed Successfully...
      Copy HTMLHTML is copied!
      There's no data to copy!