ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને દર્શાવતા બનાવટી ગ્રાફિક શેર થયો
BOOM એ તાપસ કરી શોધી કાઢ્યું કી મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલના નામ ધરાવતો સ્ક્રિનશોટ ખોટો હતો
હિમાચલ પ્રદેશ અને ગુજરાતની 2017ની ચૂંટણી વખતે ટાઈમ્સ નાઉના શોનો બનાવટી સ્ક્રિનશોટ તાજેતરના તરીકે ટ્વીટર પર વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં રાહુલ ગાંધીને મળતી સકારાત્મક પ્રતિક્રિયાઓ બતાવાઈ છે.
બનાવટી સ્ક્રિનશોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે સોશિયલ મિડીયામાં મળતી સકારાત્મક પ્રતિક્રિયાઓની સરખામણી બતાવાઈ છે. આમાં રાહુલ ગાંધીને સૌથી આગળ બતાવાયા છે.
આ સ્ક્રિનશોટ સ્પિરીટ ઓફ કોંગ્રસ વતી ટ્વીટ કરાયો છે. આ એકાઉન્ટમાં જણાવાયેલી વિગત મુજબ અરૂણ રેડ્ડી નામની વ્યક્તિ તેને ચલાવે છે જે કોંગ્રેસના સોશિયલ મિડીયાના નેશનલ કો-કોઓર્ડિનેટર છે અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીએ વહેતુ કરાયુ હોય તેવી વાત સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ગુજરાતની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. ટ્વીટનો આર્કાઇવ જોવા માટે અત્રે ક્લિક કરો.
સ્ક્રીનશોટ જૂનો અને ફેક
સ્ક્રિનશોટ શેર થતા BOOMએ હકીકતની ખાત્રી કરી હતી જેમાં સાબિત થયુ છે કે આ જૂના ફોટોગ્રાફને એડિટ કરીને ઉપયોગ કરાયો છે. જે એન્કર દેખાય છે તેનુ નામ આનંદ નરસિંહન છે જે ટાઉમ્સ નાઉના પૂર્વ કર્મચારી છે અને હાલમાં નેટવર્ક18માં કામ કરી છે. જ્યારે અમે ફોટોમાં લખાયેલા અમુક શબ્દોના આધારે સર્ચ કરતા ટાઈમ્સ નાઉનો અસ્સલ વિડીયો બુલેટીન મેળવવામાં સફળતા મળી હતી કે જેમાંથી આ સ્ક્રિનશોટ લઈને તેને એડિટ કરાયો છે.
અસ્સલ શોમાં હાર્દિક પટેલ, વિજય રૂપાણી અને જિગ્નેશ મેવાણી છે જ્યારે તેની જગ્યાએ બેનર્જી, યાદવ અને કેજરીવાલના ફોટા મૂકાયા છે. આ શો 2017ની ચૂંટણીના પરીણામો બાદ રીલીઝ કરાયો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે ટ્વીટર યુઝર્સમાં વિવિધ વાર્તાલાપોમાં રાહુલ ગાંધી પ્રત્યે સકારાત્મક અભિગમ જોવા મળ્યો છે અને આ મામલે રાહુલ ગાંધી વડા પ્રધાન મોદી અને અન્ય નેતાઓ કરતા પણ આગળ છે. મોદી જ્યાં 15 ટકા પર જ્યારે રાહુલ ગાંધી 67 ટકા પર બતાવાયા છે. ટાઈમ્સ નાઉની વેબસાઈટ પર આ વિડીયોની હેડલાઈન છે, Gujarat and Himachal elections: Positive sentiments for Rahul Gandhi on social media.
આ જ વિડીયો યુટ્યુબ પર પણ છે જેના ડિસ્ક્રિપ્શનમાં "With Himachal Pradesh gone, the Congress is reduced to mere four states in the country. The BJP was at 44 seats in the 68- seater assembly of the hill state. However, Congress president Rahul Gandhi is getting positive sentiments on social media platforms" લખાયુ છે અને તે 18 ડિસેમ્બર 2017ના રોજ અપલોડ કરાયો છે.