વંદે ભારત એક્સપ્રેસમાં ક્રેશ ગાર્ડ બતાવતો ફોટો ડિઝીટલ કરામતથી બનાવેલો છે
BOOM એ શોધી કાઢ્યુ કે અસલ ફોટોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના એન્જિન સાથે કોઇ ક્રેશ ગાર્ડ લગાવવામાં આવ્યુ નથી.
સોશિયલ મિડીયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના એન્જિન પાસે ક્રેશ ગાર્ડ લગાવેલુ છે અને એવો ખોટો દાવો કરાઈ રહ્યો છે કે ભાજપ શાષિત કેન્દ્ર સરકારે ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે નવો કિમિયો લગાવ્યો છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ ફોટો એડિટ કરેલો છે અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આવા કોઇ ક્રેશ ગાર્ડ અકસ્માતથી નુકશાન બચાવવા માટે લગાવાયા નથી.
મેઈક ઈન ઈન્ડિયા હેઠળ બનાવાયેલી વંદે ભારત એક્સપ્રેસ તાજેતરમાં ટક્કરના કિસ્સાઓ સામે આવ્યા છે જેના કારણે ટ્રેનની આગળના ભાગમાં નુકશાન થાય છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ મામલે જણાવે છે કે હાઈ સ્પીડ ટ્રેનમાં આ પ્રકારના અકસ્માતો રોકવા ખુબ અઘરા હોય છે તેનો એક જ રસ્તો છે કે રેલવે ટ્રેકને ઉંચા લેવામાં આવે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આવનારા સમયમાં અકસ્માતોથી બચવા ટ્રેક ઉચા લવાશે તેમજ ટ્રેનની ડિઝાઈન પણ એવી હશે જે ટક્કર ઝીલી શકે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કન્વીનર વાય સતિષ રેડ્ડી નામની વ્યક્તિએ વાયરલ થયેલા ફોટો અને અકસ્માતમાં ડેમેજ થયેલી ટ્રેનના ફોટોના કોલાજ બનાવી ટવીટ કરીને ભાજપની કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.
ટવીટમાં લખ્યુ હતુ, '100 સમસ્યા, 1 ઉકેલ'
ટવીટ જોવા માટે અહિં ક્લીક કરો.
આ ફોટો એવા જ દાવા સાથે ફેસબૂક પર પણ શેર કરાઈ રહ્યો છે
પોસ્ટ જોવા માટે અહીં ક્લીક કરો
ફેક્ટ ચેક
BOOM એ રીવર્સ ઈમેજ સર્ચ કરતા ઓરીજીનલ ફોટો મળી આવ્યો હતો. આ ફોટો ધ હિન્દુના તા. 7 ઓક્ટોબર 2022ના અહેવાલમાં છપાયેલો હતો. ફોટામાં ક્યાય પણ લોખંડના ગાર્ડ કે ક્રેશ ગાર્ડ એન્જિનને અકસ્માતથી બચાવવા માટે લગાવાયેલા દેખાતા નથી.
વાયરલ ફોટો અને અસલ ફોટો વચ્ચેનો તફાવત અહિં જોઈ શકાય છે.
અહેવાલમાં લખ્યુ છે કે, 'અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતમાં કેટલીક ભેંસ સાથે અથડાતા તેનો આગળનો ભાગ નુકશાનગ્રસ્ત થયો હતો અને તેને રેલવે તંત્રએ તુરંત જ બદલાવી નાખ્યો છે''
વધુમાં ઉમેરે છે કે, 'તાજેતરમાં લોકાર્પણ કરાયેલી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ગુરૂવારે સવારે 11:15 કલાકે અમદાવાદ પાસેથી પસાર થઈ રહી હતી અને ગાંધીનગર જઈ રહી હતી ત્યારે ઢોર ટ્રેક પરથી નીકળતા ભેંસો સાથે ટ્રેન અથડાઈ હતી. આ કારણે ટ્રેનના આગળ નાક આકારના ભાગમાં નુકશાન થયુ હતું.'
પત્રકાર રાજેન્દ્ર બી. અકલેકરે 7 ઓક્ટોબર 2022ના રીપેર કરેલા ટ્રેન એન્જિનના ફોટા અને વિડીયોનો કોલાજ બનાવી શેર કર્યુ હતુ.
તેણે લખ્યુ હતુ કે, 'તૂટેલી વંદે ભારત ટ્રેનનુ એક જ રાતમાં સમારકામ, ફરીથી કામ પર લાગ્યા. આ ફોટો મુંબઈ સેન્ટ્રલ કોચ કેર સેન્ટરના સવારના 4 વાગ્યાના છે. ડીવીજનલ રેલવે મેનેજર અને પશ્ચિમ રેલવેના મુંબઈ રેલવે ડિવિઝનને ખુબ ખુબ શાબાશી'
ટવીટ જોવા માટે અહિં ક્લીક કરો.