બીજે પી નેતા તરીકે વિરોધનો સામનો કરી રહેલા હાર્દિક પટેલનો જૂનો વીડિયો વાયરલ
BOOM ને જાણવા મળ્યું હતું કે, આ વીડિયો 2019 નો છે જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ નેતા હતા. જૂન 2022માં હાર્દિક ભાજપમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા હાર્દિક પટેલનો એક જૂનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતમાં લોકો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શાસક ભાજપ સામે વિરોધ કરી રહ્યા છે.
BOOM ટીમને જાણવા મળ્યું હતું કે, આ વીડિયો 2019માં જયારે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા હતા તે સમયની એક ઘટના બતાવવામાં આવી છે. તો હાર્દિક જૂન 2022માં ભાજપમાં જોડાયા હતા. ડિસેમ્બર 2022 માં યોજાનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વીડિયો ફરતો થયો છે.
45 સેકન્ડ લાંબા આ વીડિયોમાં લોકો હાર્દિકનો સામનો કરી રહ્યા છે અને કાર્યકર્તા શેહલા રાશિદને ટેકો આપવા પાછળના કારણ પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, હાર્દિક પોતાની તરફ ઇશારો કરતા સવાલોના જવાબ આપીને પોતાનો બચાવ કરી રહ્યા છે.
આ વીડિયોને હિન્દી કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે, જેનો અર્થ છે, "ભાજપના નેતા હાર્દિક પટેલને લોકોએ ભગાડી મૂક્યો હતો. ગુજરાતની જનતા ભાજપથી ખૂબ જ નારાજ છે."
(હિન્દી માં: भाजपा नेता हार्दिक पटेल को जनता ने भगाया... गुजरात के लोग बहुत नाराज़ हैं भाजपा से)
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
ફેકટ ચેક
BOOM એ વિડિઓમાંથી એક કીફ્રેમ પર રિવર્સ ઇમેજ સર્ચ કર્યું હતું અને 26 માર્ચ, 2019 ના રોજ અપલોડ કરેલી યુટ્યુબ ચેનલ દેશગુજરાત એચડી પર તે જ વીડિયોને શોધી કાઢવામાં આવ્યો હતો.
આ વીડિયોનું શીર્ષક છે, "હાર્દિક પટેલને અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સ દ્વારા ગ્રિલ કરવામાં આવ્યો".
વીડિયોના ડિસ્ક્રિપશન માં લખ્યું છે કે, "કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસના અન્ય એક નેતા અલ્પેશ ઠાકોર ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9 Gujaratiને ટીવી ઇન્ટરવ્યૂ આપવા માટે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રહલાદનગર ગાર્ડનમાં હતા ત્યારે ત્યાં હાજર મોર્નિંગ વોકર્સ હાર્દિક પટેલનો સામનો કરવાનું પસંદ કરે છે અને તેને પ્રશ્નો પૂછે છે અને બાર્બ્સ આપે છે."
આ ઘટના અંગે અમે ગુજરાતી સમાચારના રિપોર્ટ શોધ્યા અને વીટીવી ગુજરાતી ન્યૂઝની ઓફિશિયલ ચેનલનું એક ન્યૂઝ બુલેટિન મળ્યું હતું. જેમાં 26 માર્ચ, 2019ના રોજ અપલોડ કરવામાં આવેલી આ જ વીડિયો ક્લિપ હતી.
વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ટેલિવિઝન ઇન્ટરવ્યુ માટે શૂટિંગ કરતી વખતે પટેલ અને ઠાકોરને સામાન્ય લોકો દ્વારા ક્યાં પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાવા અંગેના સમાચારો પણ અમને મળ્યા હતા. અગાઉ પાટીદાર અનામત આંદોલનના નેતા રહી ચૂકેલા પટેલ 12 માર્ચ 2019ના રોજ તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ચૂંટણી લડવાના ઇરાદાથી કોંગ્રેસમાં જોડાયા હતા.
બાદમાં પટેલે જુન 2022માં કોંગ્રેસમાંથી તેમના સંબંધો કાપી નાખ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેઓ પીએમ મોદીના નેતૃત્વમાં 'નાના સૈનિક' તરીકે કામ કરવા માંગે છે.
ટ્વીટ જોવા માટે અહીં ક્લિક કરો.