ખોટા સાંપ્રદાયિક દાવા સાથે દુર્ગા પૂજા સમિતિઓ વચ્ચે અથડામણનો વીડિયો વાઇરલ
BOOM ટીમને જાણવા મળ્યું હતું કે, આ વીડિયો છત્તીસગઢમાં મૂર્તિ વિસર્જનને લઈને બે દુર્ગા પૂજા સમિતિઓ વચ્ચેની અથડામણનો છે.
છત્તીસગઢના બિલાસપુરમાં મૂર્તિ વિસર્જનના સરઘસમાં એક જૂથે પથ્થરમારો કર્યો અને ટ્રકમાં રહેલા લાઉડસ્પીકર અને લાઇટનો નાશ કરવાનો વીડિયો ખોટા સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે દુર્ગા પૂજા વિસર્જન સરઘસ દરમિયાન હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
BOOM ટીમને જાણવા મળ્યું હતું કે, આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિકતા નથી. આ વીડિયોમાં છત્તીસગઢના બિલાસપુરમાં બે દુર્ગા પૂજા સમિતિઓ વચ્ચે મૂર્તિનું વિસર્જન પહેલા કોણ કરશે તે અંગેની દલીલને લઈને અથડામણ બતાવે છે.
વાઈરલ વિડિયોમાં એક જૂથના લોકો લાઇટ ફિક્સર અને લાઉડસ્પીકર પર પથ્થરમારો કરતા જોવા મળે છે, કેટલાક લોકો ટ્રકના કાચને તોડવાનો પ્રયાસ કરતા પથ્થરો ફેંકીને અને લાકડીઓ વડે મારતા પણ જોઈ શકાય છે.
આ વીડીયો શેર કરતા કેપ્શ્નમાં લખ્યું હતું કે, 'अपने ही देश में अपने तीज- त्यौहार मनाने पर कब तक पिटेगा हिंदू ? बिलासपुर की इतिहास में पहली बार इस तरह क्रूरता .. बिलासपुर सदर बाजार की सड़क से माँ दुर्गा विषर्जन करने जा रहे हिन्दुओ पर तलवार लाठी डंडे रॉड से हमला माँ दुर्गा के मूर्ति पर हमला हिन्दुओ पर पत्थरबाजी ...' અર્થાત 'પોતાના જ દેશમાં તીજનો તહેવાર ઉજવવા બદલ હિંદુને ક્યાં સુધી માર મારવામાં આવશે? બિલાસપુરના ઈતિહાસમાં પહેલીવાર આવી ક્રૂરતા.. બિલાસપુર સદર બજારના રોડ પરથી મા દુર્ગાનું વિસર્જન કરવા જઈ રહેલા હિંદુઓ પર તલવાર લાકડી, સળિયાથી હુમલો, મા દુર્ગાની મૂર્તિ પર હુમલો, હિંદુઓ પર પથ્થરમારો...'
પોસ્ટનો આર્કાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
પોસ્ટનો આર્કાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
ફેક્ટ ચેક
BOOM ટીમ દ્વારા કૅપ્શનમાંથી "બિલાસપુર દુર્ગા સરઘસ અથડામણ" માટે કીવર્ડ સર્ચ કર્યું હતું અને 7 ઑક્ટોબર, 2022ના રોજ વાઈરલ વીડિયોમાંથી એજન્સી એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ (ANI)નો સમાચારનો રીપોર્ટ મળ્યો હતો.
આ રીપોર્ટ પરથી ખબર પડી હતી કે, "દુર્ગા પંડાલ સમિતિઓના બે જૂથો વચ્ચે અથડામણ- 'દુર્ગા વિસર્જન' કરવા જઈ રહેલા ટેબ્લોનો એક ભાગ- કરુણા ચોક અને સદર બજાર વિસ્તારમાં ડીજે વાહનને લઈને શરૂ થઈ હતી. આ બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાદ બે જૂથોએ પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે શેરીમાં હંગામો થયો હતો. આરોપીઓએ એકબીજા સામે લાકડીઓ અને સળિયાઓનો ઉપયોગ કર્યો, જેનાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. કાર અને દુર્ગાની મૂર્તિમાં પણ બદમાશોએ તોડફોડ કરી હતી.'
ANI એ પણ 7 ઓક્ટોબર, 2022 ના રોજ તેના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ પરથી તે જ વીડિયો ટ્વીટ કર્યો અને તે જ રીપોર્ટ આપ્યો હતો.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
અધિક પોલીસ અધિક્ષક (ASP) રાજેન્દ્ર જયસ્વાલે આ ઘટના વિશે ANI સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બે દુર્ગા પૂજા સમિતિના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો કે કઈ પાર્ટી પહેલા વિસર્જન માટે જશે. શંકાસ્પદ લોકો પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે."
વધુમાં આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક કોણ છે કે કેમ તે જાણવા માટે BOOM ટીમ દ્વારા રાજેન્દ્ર જયસ્વાલનો સંપર્ક કર્યો હતો.જયસ્વાલે BOOM ટીમને કહ્યું, "આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. બંને જૂથો હિંદુ સમુદાયના છે. તેઓ અલગ-અલગ પૂજા સમિતિઓમાંથી હતા જે સરઘસમાં પહેલા જવાને લઈને ઝઘડતા હતા. અમે આ ઘટના સાથે સંબંધિત 17 લોકોની અટકાયત કરી છે. તે તમામની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુઓ છે."