રૂહ અફઝા: શા માટે દિલ્હી હાઈકોર્ટ પાકિસ્તાન ઉત્પાદિત પીણા પર પ્રતિબંધ મૂકી રહ્યુ છે
રૂહ અફઝા કે જેનો અર્થ જ આત્માને તરોતાજા કરવાનો છે તે શરબત બનાવવાની ચાસણી છે જેને 20મી સદીમાં ભાગલા પહેલાના ભારતના સમયમાં બનાવાયુ હતું.
પાકિસ્તાન ઉત્પાદિત રૂહ અફઝા ભારતમા પ્રતિબંધિત છે તેના માલિક હમદર્દ નેશનલ ફાઉન્ડેશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. માલિકે દાવો કર્યો છે કે પાકિસ્તાનની બનાવટ ઈ કોમર્સ વેબસાઇટ એમેઝોન પર વેચાઈ રહી છે.
દાવામાં હમદર્દ નેશનલ ફાઉન્ડેશન અને હમદર્દ લેબોરેટરીએ જણાવ્યુ હતુ કે ગોલ્ડન લીફ નામની પાકિસ્તાની કંપની પણ રૂહ અફઝા નામથી પીણુ એમેઝોન મારફત ભારતમાં વેચી રહી છે.
રૂહને તરોતાજા કરવાના નામ સાથેનુ આ શરબત તેની ઠંડક માટે પ્રખ્યાત છે અને ઉનાળામાં ભારે લોકપ્રિય રહે છે. આ પીણાની શોધક 20મી સદીના શરૂઆતના વર્ષોમાં થઈ હતી.
ઠંડક આપનારા પીણા કે જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમીનો મુદ્દો છે તેના વિશે બધુ જ જાણવા જેવુ
શા માટે દિલ્હી હાઈકોર્ટે પાકિસ્તાની બનાવટ રૂહ અફઝા પર પ્રતિબંધ મૂક્યો?
સપ્ટેમ્બરની શરૂઆતમાં કોર્ટે એમેઝોનને તેની સાઈટ પરથી પાકિસ્તાની રૂહ અફઝા હટાવવા માટે સુચના આપી હતી. આ ઉપરાંત વેબસાઈટને એ પણ આદેશ આપ્યો કે જે વેચનારાઓએ આ પાકિસ્તાની બનાવટ વેચી રહ્યુ છે તેની બધી વિગતો 48 કલાકમાં આપવામાં આવે જેણે ભારતના કાયદાઓનું પણ ઉલ્લંઘન કર્યુ છે.
'સરનામુ નહિ, ઈમેલ નહિ તેમજ ઉત્પાદન કરનારના ફોન નંબર પણ લેબલ પર લગાવાયા નથી' હમદર્દે આ સાથે એ પણ જણાવ્યુ કે આ ઉત્પાદન ભારતમાં કઈ રીતે આયાત કરાયુ તેની કોઇ વિગતો બતાવાઈ નથી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે ગ્રાહકને જ્યાં સુધી ઓર્ડર ન મળે ત્યાં સુધી તે જાણવાનો કોઈ રસ્તો નથી કે ઓર્ડર કરેલ પ્રોડક્ટ ભારતની છે કે પાકિસ્તાનની કારણ કે નઈ રૂહ અફઝા સાથેના તમામ ઉત્પાદનો એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર હમદર્દ સ્ટોર પેજ હેઠળ સૂચિબદ્ધ છે.
કોર્ટે એ પણ નોંધ લીધી કે, ગ્રાહકો પર આ અવળી અસર પાડી શકે છે કે વેચનારનુ કોઇ નામ જ નથી. એમેઝોન પોતાને માધ્યમ તરીકે ગણવાનો દાવો કરે છે તો પછી એ તેની જ જવાબદારી બને છે કે વેચનાર, તેનો સંપર્ક કરવાની વિગતો બધુ જ જાહેર કરવામાં આવે.
પાકિસ્તાને શુ કહ્યુ ?
રૂહ અફઝા પર પ્રતિબંધોની વચ્ચે હમદર્દના પાકિસ્તાની ઉત્પાદન કરતા યુનિટે આ વિવાદમાંથી પોતાનો હાથ ઉચો કરી કહ્યુ છે કે આ બધુ જ દુબઇથી વિવિધ ઈ માર્કેટ પ્લેસમાંથી થાય છે.
હમદર્દ પાકિસ્તાન કંપનીના માર્કેટિંગ એન્ડ બિઝનેશ ડેવલપમેન્ટ ડિરેક્ટર ફૈઝ ઉલ્લાહ જવાદને આ મામલે અરબ ન્યુઝે પૂછતા તેણે કહ્યુ હતુ કે 'હમદર્દ પાકિસ્તાનને તેમને ભારતે મુકેલા પ્રતિબંધથી કોઇ લેવા દેવા નથી કારણ કે તેઓ ભારતમાં તેમની પ્રોડક્ટ મોકલતા જ નથી.' તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે હમદર્દ પાકિસ્તાન ક્યારેય ભારતમાં વેપાર કરવા ઈચ્છતુ જ ન હતુ.
ક્યારે અને ક્યા રૂહ અફઝાની શરૂઆત થઈ ?
રૂહ અફઝાનો ઉદભવ 20મી સદીના શરૂઆતના વર્ષોમાં ભાગલા પહેલાના ભારતમાં ગાઝિયાબાદમાં થ હતી. 1906માં હકીમ મહંમદ કબીરૂદ્દીને આ પીણાની ફોર્મ્યુલ બનાવી હતી. તે અને હકીમ હાફીઝ અબ્દુલ મજીદે જુની દિલ્હીમાંથી આ પીણાની શરૂઆત કરી હતી. આ પીણાનો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને ઉનાળાના ગરમ દિવસોમાં રાહત આપવાનો હતો.
મજીદ 34 વર્ષની યુવા વયે મૃત્યુ પામ્યા હતા. તેમને એક પત્નિ રાબીયા બેગમ અને બે પુત્ર હતા. પત્નીએ ટ્રસ્ટ બનાવવાનુ નક્કી કર્યુ અને બંને દિકરાને ટ્રસ્ટી બનાવ્યા. નફો તમામ જાહેર હિત માટે વપરાતો હતો કારણ કે દેશ ત્યારે બ્રિટીજ રાજ સામે ઝઝૂમી રહ્યુ હતું.
બ્રિટીશરોએ દેશ છોડવાની સાથે દેશમાં અશાંતિનો પલીતો ચાંપ્યો જેથી ભારતીય ઉપખંડ 1947માં બે દેશમાં વહેંચાઈ ગયુ.
ભાગલા બાદ મજીદનો નાનો પુત્ર હકીમ મહંમદ સઈદ કરાંચી ગયો અને ત્યાં તેણે સરહદની પેલે પાર કંપનીનુ એક યુનિટ શરૂ કર્યુ. હમદર્દ ત્યાં સ્થાપિત થયુ અને રૂહ અફઝા પણ ત્યાં બનવા લાગ્યુ.
ન્યુ યોર્ક ટાઈમ્સ મુજબ એકલુ રૂહ અફઝા જ ભારતની કંપનીને 45 મિલિયન ડોલરની આવક અને નફો કરાવે છે.