ના, દિલ્હી હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા પારસી નથી.
BOOM એ શોધી કાઢ્યુ કે શ્રધ્ધા વોકરની હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા ધાર્મિક રીતે મુસ્લિમ છે, દાવા મુજબ પારસી નથી.
ઘણા સોશિયલ મિડીયા યુઝર એવા ખોદા દાવા કરી રહ્યા છે કે શ્રધ્ધા વોકર કેસમાં જઘન્ય હત્યા કરવાનો આરોપી પારસી સમુદાયમાંથી આવે છે અને તે મુસ્લિમ નથી.
BOOM એ શોધી કાઢ્યુ કે આ દાવો ખોટો છે, આરોપી પૂનાવાલા મુસ્લિમ છે.
27 વર્ષ વસઈની રહેવાસી શ્રધ્ધા વોકર કે જે તેના લિવ ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલા સાથે દિલ્હી રહેવા આવી હતી બંને 2019માં ડેટિંગ્ એપથી મળ્યા હતા. બંનેના પરીવારો તેમના સંબંધો માનવા તૈયાર ન હતા. શ્રધ્ધાની હત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યુ છે. વિવિધ અહેવાલો મુજબ પૂનાવાલાએ કેટલીક દલીલો અને બોલાચાલી બાદ શ્રધ્ધાની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેની લાશના ટુકડા કરી નાખ્યા હતા. આ ઘટના મે 2022માં બની હતી, હત્યા બાદ પૂનાવાલાએ નવુ ફ્રિઝ ખરીદ્યુ હતુ અને તેમાં શ્રધ્ધાની લાશના ટુકડા સાચવીને રાખ્યા હતા. અમેરીકન સિરીઝ ડેક્સટરમાંથી પ્રેરણા લઈને હત્યાના અંજામ બાદ લાશને ઠેકાણે પાડવાનુ કૃત્ય કરનારની વધુ તપાસ માટે કોર્ટે નાર્કોએનાલિસીસ કરવાનો હુકમ કર્યો છે, ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર.
કેસની વિગતો બહાર આવ્યા બાદ સોશિયલ મિડીયામાં પૂનાવાલાના ધર્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે
એક પોસ્ટમાં એવો દાવો કર્યો છે, 'આફતાબ શિવદાસાણી સિંધી છે, તેવી જ રીતે આફતાબ પૂનાવાલા પારસી છે, આજે તેના પિતા નિરંજન અમીન પૂનાવાલાએ તેની જામીન અરજી તિસ હજારી કોર્ટમાં દાખલ કરી છે. હવે વોટ્સએપ યુુનિવર્સિટના અંધ ભક્તો અટકી ગયા છે નહિંતર સોશિયલ મિડીયા સાઈટ આગામી એક બે દિવસ સુધી સળગતી રહેતી હોત'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
બીજી પોસ્ટ કહે છે કે 'આફતાબ પૂનાવાલા જે વ્યક્તિનુ નામ છે તે પારસી છે. તેનો કોઈ મતલબ નથી પણ લોકો તેને હિંદુ મુસ્લિમનો રંગ આપી રહ્યા છે. નિર્દોષ યુવતી સાથે થયેલુ આ કૃત્ય અમાનવીય છે.'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
BOOM એ આફતાબ પૂનાવાલા સર્ચ કરતા ઈન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ મળી આવ્યો હતો જેમાં આરોપીની વિગતો અપાઈ હતી. તેમાં લખ્યુ હતુ કે પૂનાવાલા ઈન્સ્ટાગ્રામમાં એક ફૂડ બ્લોગિંગ પેજ ચલાવતો હતો જેનુ નામ "hungrychokro_escapades" રાખ્યુ હતું.
ત્યાંથી માહિતી મળતા અમે પૂનાવાલાની પ્રોફાઈલ અને તેના ફોટા, કેપ્સન ચકાસ્યા હતા કેપ્શનમાં લખ્યુ હતુ કે, "Mandatory Instagram picture: candid of food styling, as a page is incomplete without at least one of those, cuz chehra dikhana important hai -Every Influenca ever-"
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
અમે "hungrychokro" પોસ્ટ પરના હેઝટેગ પણ ચકાસ્યા હતા જે અમને પૂનાવાલાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સુધી લઈ ગયા હતા જેને "thehungrychokro" નામ અપાયુ હતુ તેમાં તેના ઘણા ફોટો હતા. તપાસ કરતા અમને 2014ના સમયની પૂનાવાલાની પોસ્ટની એક કમેન્ટ મળી હતી જેેમાં તેને ધર્મ પૂછવામાં આવતા તેણે પોતાની જાતને મુસ્લિમ ગણાાવી હતી.
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
પૂનાવાલાએ લખ્યુ, 'હુ એક મુસ્લિમ છુ અને તમે હિંદુ છો. ભગવાન કૃષ્ણ એ હિંદુ ધર્મના ભગવાન છે. હુ એ પૂછી શકુ કે મારા ધર્મ વિશે તમને આટલી બધી જિજ્ઞાશા કેમ છે?'
BOOM એ હત્યા કેસની એફઆઈઆર પણ મેળવી હતી જેમાં પૂનાવાલાને મુસ્લિમ બતાવાયો છે. વોકરના પિતાએ તેમાં નિવેદન આપ્યુ છે કે, '2018માં મારી દિરી શ્રધ્ધા વિકાસ વોકર મુંબઈના મલાડ વિસ્તારના કોલ સેન્ટરમાં કામ કરતી હતી ત્યાં આફતાબ અમીન પૂનાવાલા નામનો છોકરો પણ કામ કરતો હતો. 8થી 9 મહિના બાદ અમને જાણવા મળ્યુ કે મારી દિકરી શ્રધ્ધા વિકાસ વોકર અને આફતાબ અમીન પૂનાવાલા વચ્ચે સંબંધો હતા. મારી દિકરીએ મારી પત્નિને 2019માં કહ્યુ હતુ કે તે આફતાબ સાથે લિવ ઈન રીલેશનશિપમાં રહેવા માંગે છે અમે તેને નકારી કાઢ્યુ હતુ કારણ કે અમે હિંદુ છીએ અને અમારી જ્ઞાતિ કોળી છે જ્યારે છોકરો મુસ્લિમ છે. અમે આંતરધર્મિય કે આંતરજ્ઞાતિય લગ્ન કરતા નથી.
વધુમાં તેમાં જણાવે છે કે, 'અમે જ્યારે ના પાડી તો મારી દિકરી શ્રધ્ધા વિકાસ વોકરે કહ્યુ કે 'હુ 25 વર્ષની છુ અને મને મારા નિર્ણય લેવાનો હક છે. હુ આફતાબ અમીન પૂનાવાલા સાથે લિવ ઈન રીલેશનશિપમાં રહેવા માંગુ છુ. આજથી હુ તમારી દિકરી નથી. તે આમ કરીને પોતાનો સામાન પેક કરી ઘર છોડી જતી રહી. મે અને મારી પત્નિએ તેને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે માની નહિ અને ઘર મૂકીને આફતાબ અમીન પૂનાવાલા સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહેવા જતી રહી હતી.