અમિત માલવિયાએ એડિટ કરેલો વિડીયો ટવીટ કરીને દાવો કર્યો કે અરીજીત સિંઘે ગેરૂઆ ગાઈને રાજકીય સંદેશ આપ્યો છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો એડિટ કરેલો છે. ઓરીજીનલ વિડીયોમાં દર્શાવાયુ છે કે અરીજીત સિંઘ ગેરૂઆ ગીત ગાતા પહેલા એક બંગાળી ગીત ગાય છે.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયાએ તાજેતરમાં જ એક વિડીયો ક્લીપ શેર કરી જેમાં અરીજીત સિંઘ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં છે, તેમાં એવો ખોટો દાવો કરાયો છે કે ગાયકે 'રંગ દે તુ મોહે ગેરૂઆ' ગાઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક મોટો રાજકીય સંદેશ આપ્યો છે.
'રંગ દે મુજે તુ ગેરૂઆ' ગીત અરીજીત સિંઘે શાહરૂખ ખાનની મુવી દિલવાલે માટે ગાયેલુ છે. આ ગીતનો અર્થ મને ભગવાથી રંગી દે તેવો થાય છે. ગેરૂઆનો અર્થ કેસરીયો કે ભગવો રંગ થાય છે.
માલવિયાએ દાવો કર્યો છે કે અરીજીત સિંઘે ભાજપના કેસરીયા રાજકારણ માટે રાજકીય સંદેશ આપવા માટે આ ગીત ગાયુ છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો એડિટ કરેલો છે અને ગેરમાર્ગે દોરવાની ભુમિકા બંધાઈ છે. અસલ વિડીયોમાં કેઆઈએફએફ ઈવેન્ટમાં અરીજીત સિંઘ પહેલા બંગાળી ગીત ગાય છે અને ત્યાર બાદ રંગ દે તુ મોહે ગેરૂઆ ગીત ગાય છે. અમે એ પણ ખરાઈ કરી કે અરીજીત સિંઘ દ્વારા કોઇપણ પ્રકારના રાજકીય સંદેશ અપાયો નથી.
કેઆઈએએફનો ઉદઘાટન સમારોહ 15મીએ યોજાયો હતો અને તેમાં શાહરૂખ, અમિતાભ, રાની મુખર્જી, ગાયક અરીજીત સિંઘ સહિતના અનેક બોલિવુડના સિતારા હાજર રહ્યા હતા. ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચને લાગણી સ્વાતંત્ર્ય વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જ્યારે શાહરૂખ ખાન સોશિયલ મિડીયાના ટ્રોલિંગ વિશે ખુલીને બોલ્યો હતો અને તેમાં આગામી ફિલ્મ પઠાનના બોયકોટનો પણ મામલો હતો. આ સમાહોરમાં ટીએમસીના સુપ્રિમો મમતા બેનર્જી સહિતના રાજકીય આગેવાનો પણ હાજર હતા.
માલવીયાએ ક્લીપ શેર કરીને લખ્યુ કે, 'કોલકતા ફિલ્મ ફેસ્ટિવલમાં મમતા બેનર્જીએ અરીજીત સિંઘને તેનુ મનપસંદ ગીત ગાવા કહ્યુ અને તેણે રંગ દે તૂ મોહે ગેરૂઆ પસંદ કર્યુ, આ સાંજ આંખ ઉઘાડનાર હતી. મિ. બચ્ચનથી શરૂ કરી અરીજીતે મમતા બેનર્જીને યાદ કરાવ્યુ કે બંગાળનુ ભવિષ્ય કેસરીયો છે.'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ભાજપ પશ્ચિમ બંગાળના પ્રમુખ ડો. સુકંતા મજુમદાર પણ આ વિડીયો ખોટા દાવા સાથે શેર કર્યો હતો.
મજૂમદારે લખ્યુ 'જ્યારે મમતા બેનર્જીએ કેઆઈએફએફમાં અરીજીત સિંઘને તેના પ્રિય ગીત ગાવાનુ કહ્યુ તો તેણે ગીતની પસંદગી કરી કે, रंग दे तू मोहे गेरुआ, પશ્ચિમ બંગાળનુ ભવિષ્ય કેસરીયુ છે. '
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
BOOM એ આ સમગ્ર કાર્યક્રમ એટલે કે કોલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આખુ લાઈવ સ્ટ્રિમિંગ નીહાળ્યુ હતુ અને શોધી કાઢ્યુ કે જે વિડીયો ભાજપના આગેવાનોએ શેર કર્યો છે તે એડીટ કરેલો છે.
અમને ધ્યાને આવ્યુ કે આ કાર્યક્રમનુ સ્ટ્રિમિંગ મમતા બેનર્જીના ઓફિસિયલ પેજ પર કરાયુ હતું. જેમાં ઉપરોક્ત ઘટના 1:24:33થી 1:25:10 કલાકના ટાઈમ સ્ટેમ્પ પર જોઇ શકાય છે.
અસલ વિડીયોમાં અરીજીત સિંઘ સૌથી પહેલા બંગાળી ગીત 'બોજેના શેય બોજેના' ગાય છે અને ત્યારબાદ રંગ દે તુ મોહે ગેરૂઆ ગાય છે.
વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે લોકોની ફરમાઈશ ઉપરાંત મમતા બેનર્જી પણ સિંઘને એક ગીત ગાવા માટે કહે છે. પ્રેક્ષકો પૈકી એક વ્યક્તિએ બંગાળી ગીત બોજેના ગાવાનુ કહેતા અરીજીત થોડી વાર માટે અટક્યો હતો અને પછી બોલ્યો હતો કે, 'એસઆરકે મારી સામે છે, તો હુ બીજુ કઈ રીતે ગાઈ શકુ? એટલે હુ ફટાફટ બે પંક્તિ ગાઉ છું.'
આથી સિંઘ સૌથી પહેલા બંગાળી ગીતા ગયા છે ત્યારબાદ શાહરૂખ ખાનની 2015માં રીલીઝ થયેલી ફિલ્મ દિલવાલેનુ ગીત 'રંગ દે તુ મુજે ગેરૂઆ' ગાય છે.