Boom Live Gujrati

Trending Searches

    Boom Live Gujrati

    Trending News

      • ફેક્ટ ચેક
      • સમાચાર
      • એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક
      • Home-icon
        Home
      • Authors-icon
        Authors
      • ફેક્ટ ચેક-icon
        ફેક્ટ ચેક
      • સમાચાર-icon
        સમાચાર
      • એકસપ્લેનર-icon
        એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક-icon
        ફાસ્ટ ચેક
      • Home
      • ફેક્ટ ચેક
      • સીડીએસ (CDS) જનરલ અનિલ ચૌહાણની ...
      ફેક્ટ ચેક

      સીડીએસ (CDS) જનરલ અનિલ ચૌહાણની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સાથેની મુલાકાત નકલી અને સંપાદિત છે

      BOOM ને જાણવા મળ્યું કે વાયરલ ફોટો મોર્ફ કરેલ છે અને મૂળ ફોટો સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અથવા NSA અજીત ડોભાલને બતાવતો નથી.

      By - Anmol Alphonso |
      Published -  3 Nov 2022 11:50 AM IST
    • સીડીએસ (CDS) જનરલ અનિલ ચૌહાણની  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સાથેની મુલાકાત નકલી અને સંપાદિત છે

      ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રાષ્ટ્રીય ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા અનિલ ધસ્માના સાથેની મુલાકાત નકલી અને સંપાદિત છે.

      BOOM ને જાણવા મળ્યું કે વાયરલ ફોટો મોર્ફ કરેલ છે અને મૂળ ફોટો સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અથવા NSA અજીત ડોભાલને બતાવતો નથી.

      સરકારે 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ જનરલ અનિલ ચૌહાણને નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા. જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના મૃત્યુ સુધી CDS તરીકે સેવા આપતા જનરલ બિપિન રાવતના મૃત્યુના લગભગ નવ મહિના પછી આ નિમણૂક કરવામાં આવી છે.

      વાયરલ ફોટોને કેપ્શન સાથે ટ્વિટ કરવામાં આવી રહ્યો છે જ્યારે તેનું ભાષાંતર કરવામાં આવ્યું છે, "શ્રી જનરલ અનિલ ચૌહાણે શ્રી અજીત દાવલ અને શ્રી અનિલ ધશ્માને બોલાવ્યા અને તેમના સમર્થન માટે તેમનો આભાર પણ માન્યો."

      (હિન્દી માં - श्री जनरल अनिल चौहान ने श्री अजीत डावल और श्री अनिल धशमाना से मुलाकात की और समर्थन के लिए भी धन्यवाद)


      જોવા માટે અહીં ક્લિક કરો.


      જોવા માટે અહીં ક્લિક કરો.


      Also Read:ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને દર્શાવતા બનાવટી ગ્રાફિક શેર થયો


      ફેક્ટ-ચેક

      BOOMને જાણવા મળ્યું કે વાયરલ ફોટો મોર્ફ કરવામાં આવ્યો છે અને મૂળ ફોટોમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અથવા એનએસએ અજીત ડોભાલ નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા અનિલ ધસ્માના સાથેની બેઠકમાં હાજર નથી.

      અમને જાણવા મળ્યું કે વાયરલ ફોટો ભારી માત્રા માં એડિટ કરવામાં આવ્યો છે અને સીડીએસ જનરલ ચૌહાણ, એનએસએ ડોભાલનો ચહેરો ભૂતપૂર્વ સીડીએસ રાવત અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને બદલે ફોટોમાં મોર્ફ કરવામાં આવ્યા છે જેઓ મૂળ જુલાઈ 2021માં યોજાયેલી મીટમાં હાજર હતા.

      મૂળ સમાચાર એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ ( ANI) દ્વારા જુલાઈ 2021 ના ​​રોજ કૅપ્શન સાથે ફોટો ટ્વિટ કરવામાં આવ્યો હતો, "ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)ના વડા અનિલ ધસ્માના નવી દિલ્હીમાં ઉત્તરાખંડ સદનમાં CM પુષ્કર સિંહ ધામીને મળ્યા. રાજ્યના વિકાસને લગતી બાબતો પર ચર્ચા કરી: મુખ્યમંત્રી કાર્યાલય"


      Chief of Defence Staff (CDS) General Bipin Rawat and National Technical Research Organisation (NTRO) chief Anil Dhasmana meet CM Pushkar Singh Dhami at Uttarakhand Sadan in New Delhi. They discussed matters related to the development of the state: Chief Minister's Office pic.twitter.com/jHqpYuN5Wr

      — ANI (@ANI) July 15, 2021

      સરખામણી

      સરખામણી એ દર્શાવે છે કે કેવી રીતે વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે અને ખોટો દાવો કરવા માટે રાવત અને ધામીને અસલ ફોટોમાંથી એડિટ કરવામાં આવ્યા છે. વધુમાં, વાયરલ ફોટોમાં અસલ ફોટો શોધવાનું મુશ્કેલ બનાવવા માટે ફ્લિપ કરવામાં આવ્યું છે.




      Also Read:રીશી સુનાક 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિપ પ્રાગટ્ય કરતા હોય તેવો આ ફોટો 2020નો છે.



      Tags

      Fake NewsFactCheckAjit DovalCDS Anil ChauhanViral PhotoNSACDS
      Read Full Article
      Claim :   સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને નેશનલ ટેકનિકલ રિસર્ચ સંસ્થાના ચીફ અનિલ ધસ્માના અજિત ડોભાલને મળતા ફોટો બતાવે છે
      Claimed By :  સોશ્યિલ મીડિયા
      Fact Check :  False
      Next Story
      X
      Or, Subscribe to receive latest news via email
      Subscribed Successfully...
      Copy HTMLHTML is copied!
      There's no data to copy!