હિન્દી ન્યુઝ ચેનલ આજતક વ્યંગ ભરેલી ટવીટને સાચુ માની બેઠી હતી જેમાં ટવીટરના નવા બોસે દાવો કર્યો છે કે તાજેતરમાં જ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર છટણીના ભાગરૂપે નોકરીમાંથી દૂર કરાયેલા કર્મચારીઓને ફરીથી નિમણૂંક અપાઈ છે.
ટ્વીટર પર ઘણા કર્મચારીઓને છૂટ્ટા કરી દેવાને કારણે ઘણા લોકોએ તેની ટીકા કરી હતી અને ઘણા દેશોમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ધીમુ હોવા બાબતે પણ તેના નિવેદનને સુધારવા કહ્યુ હતું. ટવીટરના નવા વડાએ તાજેતરમાં જ ઘણી વખત મજાક કરીને છુટા કરાયેલા કર્મચારીઓની હાંસી ઉડાવી હતી.
આજતકના વિડીયોમાં વોઇસ ઓવર બોલે છે કે, 'વિશ્વની સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે પોતાની ભુલ સ્વીકારી છે. તેણે કબુલ્યુ કે ટવીટરમાં થયેલી છટણી તેની સૌથી મોટી ભુલ હતી. મોટાપાયે લોકોની નોકરી છિનવી લીધા બાદ તેને પોતાની ભુલનું ભાન થયુ છે. હવે તેણે યુ ટર્ન લીધો છે અને છૂટા કરાયેલા કર્મચારીઓને વિનંતી કરી છે કે તેઓ પરત આવી જાય. ફરીથી નિમણૂંક આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મસ્કે છૂટા થઈને પરત આવેલા કર્મચારીઓ પૈકીના બે કર્મચારી સાથેનો ફોટો પણ શેર કર્યો છે. '
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો, વિડીયો નીચે જોઈ શકાશે.
ફેક્ટ ચેક
BOOM એ લિગ્મા જોન્સન કિ વર્ડ સર્ચ કરતા યુટ્યુબમાં એએફપી ન્યુઝ એજન્સીનો વિડીયો મળ્યો જેમાની વ્યક્તિ મસ્કે જેનો ફોટો શેર કર્યો તે જ હતી.
વિડીયો જોવા માટે અહિ ક્લીક કરો.
વિડીયોનુ કેપ્શન આ મુજબ હતુ, 'ટવીટરમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓનો ડોળ કરતા બે મશ્કરા સાન ફ્રાન્સિક્સોના હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા'
વર્જમાં છપાયેલા એક અહેવાલમાં પણ આ મામલે સ્પષ્ટતા કરાઈ છે કે લિગ્મા અને જોન્સન ખરેખર ટવીટરના કર્મચારી હતા કે નહિ. અહેવલામાં જણાવ્યુ છે કે, 'આ નામો ટ્વીટરના સ્લેક કે ઈમેઈલ સિસ્ટમમાં છે જ નહિ. એ વાતના પણ કોઇ પુરાવા નથી મળ્યા કે લિન્કડઈનમાં પણ આવા કોઇ કર્મચારી છે'
વધુમા, લિગ્મા એક બનાવાયેલુ નામ છે, લિગ્મા એક કાલ્પનિક રોગ છે અને ઈન્ટરનેટ પરની અફવા છે.
અમને ઈલોનનુ પણ ટવીટ મળ્યુ જેમાં આ ખોટા રીપોર્ટિંગને તેણે અત્યાર સુધીના શ્રેષ્ઠ ટ્રોલ પૈકીનું એક ગણાવ્યુ છે.
One of the best trolls ever 🤣🤣
— Elon Musk (@elonmusk) October 29, 2022
ટવીટ જોવા માટે અહિ ક્લિક કરો.
એલોન મસ્ક પોતે પણ આ મુદ્દે મશ્કરી ઉઠાવી પોતાની જાતને કલંક ગણાવીને ફરીથી નિમણૂંક આપવાની ટવીટનો જવાબ આપ્યો હતો.