ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ટોપી પહેરેલા લોકોને દારૂ પીરસવામાં આવતો હોવાનો એક અસંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર એક ખોટો દાવો સાથે શેર કરવામાં આવ્યો છે કે આ ઘટના તેલંગાણાની છે જ્યાં પાર્ટીએ 3 જુલાઈએ તેની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનું આયોજન કર્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે હૈદરાબાદમાં સંગઠનાત્મક કાર્યક્રમ તરીકે રાષ્ટ્રીય કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓ સહિત પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા.
BOOM ટીમને જાણવા મળ્યું કે આ વીડિયો ડિસેમ્બર, 2021નો છે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ઉત્તરાખંડમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આયોજિત એક રેલી પહેલા દારૂ પીરસવામાં આવ્યો હતો.
આ વીડિયોને હિન્દીમાં ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, 'નરેન્દ્ર મોદીની તેલંગાણા રેલી પછી ભાજપના કાર્યકર્તાઓએ ભીડને દારૂ વહેંચ્યો હતો. ભાજપની રેલીઓમાં લોકો આવતા નથી. ભાજપના નેતાઓ ભીડને ખેંચવા માટે દારૂ અને પૈસાનું વિતરણ કરે છે.'
(મૂળ હિન્દી માં: नरेंद्र मोदी की तेलंगाना रैली के बाद भाडे़ पर आयी भीड़ को दारू बाँटता भाजपा कार्यकर्ता भाजपा की रैलियों में जनता आती नही भाजपाई नेता शासन प्रशासन को लगाकर शराब पैसा बाँटकर की भीड लाते हैं)
આ જ દાવા સાથે ફેસબુક પર વીડિયો શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટર પર પણ શેર કર્યો છે. બૂમ અગાઉ ખોટી માહિતી શેર કરવા માટે ભૂષણની તથ્ય તપાસ કરી ચૂકી છે. વાંચો અહીં અને અહીં.
આર્કાઇવ કરેલું ટવિટ જોવા માટે અહીં ક્લિક કરો.
ફેકટ ચેક
BOOM એ વીડિયોની કીફ્રેમ્સ સાથે ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચ ચલાવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે આ વીડિયો તેલંગાણાની તાજેતરની રાષ્ટ્રીય કારોબારીની બેઠક સાથે સંબંધિત નથી.
હિન્દી મીડિયા આઉટલેટ દૈનિક ભાસ્કરે 20 ડિસેમ્બર, 2021 ના રોજ આ વીડિયો વિશે અહેવાલ આપ્યો હતો. લેખ અનુસાર, કોંગ્રેસના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો ઉત્તરાખંડમાં ભાજપના એક સંગઠનાત્મક કાર્યક્રમ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાગ લીધો હતો.
આ જ વીડિયો 20 ડિસેમ્બર, 2021 ના રોજ યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. શ્રીનિવાસે આરોપ લગાવ્યો હતો કે હરિદ્વારમાં 'જેપી નડ્ડાની રેલીમાં ભીડ ખેંચવા' માટે દારૂ વહેંચવામાં આવ્યો હતો.
વેબ પોર્ટલ ટેન ન્યૂઝ અને યુપી તકે 21 ડિસેમ્બર, 2021 ના રોજ તેમની યુટ્યુબ ચેનલ પર ઉત્તર પ્રદેશ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર આ જ વીડિયો સોર્સિંગની જાણ કરી હતી.
BOOM સ્વતંત્ર રીતે વિડિઓને ચકાસવામાં સક્ષમ ન હતી, પરંતુ તે જ 2021 થી ઇન્ટરનેટ પર હાજર છે.