વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વ. સિધુ મુસેવાલાની ફ્રેમ સાથેની તસવીર લઇને ઉભા હોય તેવો બનાવટી ફોટો ઈન્સટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
BOOM એ શોધ્યુ કે પીએમ મોદીનો આ ફોટો 5 નવેમ્બર 2015નો છે અને તેમાં કારીગરીથી સુધી મુસેવાલાની તસવીર નાખી દેવાઈ છે.
ઈન્સ્ટાગ્રામના એક યુઝરે 1 નવેમ્બર 2022ના એ ફોટો શેર કર્યો હતો જેમાં લખ્યુ હતુ 'પંજાબી ઈન્ડસ્ટ્રીનો રાજા' બીજા લખાણમાં 'પંજાબી ઈન્ડસ્ટ્રીનો રાજા સિધુ મુસેવાલા' લખ્યુ છે અને વાયરલ થઈ રહ્યો છે.
પંજાબી ગાયક અને રેપ સિધુ મુસેવાલાની અજાણ્યા શખસે ગોળી મારીને હત્યા કરી હતી. મે મહિનાની આ ઘટના બાદ નવેમ્બરમાં મૃતકનું ગીત વાર યુટ્યુબ પર રીલીઝ કરાયુ હતું.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોવા અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
BOOM એ રીવર્સ ઇમેજ સર્ચ કરતા જોવા મળ્યુ હતુ કે આ વાયરલ ફોટો સ્ક્રોલના 2 મે 2019ના આર્ટિકલમાં વપરાયો હતો જમાં લખ્યુ હતુ કે મસુદ અઝહર પરનો પ્રતિબંધ દરેક ભારતીયની જીત છે પણ વિપક્ષ એની ઉજવણીથી ભાગે છે. જેમાં આપણે પીએમ મોદીનો આ ફોટો જોઈ શકીએ છીએ.
મૂળ ફોટોમાં પીએમ મોદી ઉપરાંત તત્કાલિન નાણા મંત્રી અરૂણ જેટલી અને વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારામન પણ છે.
વડાપ્રધાન સુર્વણ રંગની ફ્રેમ હાથમાં લઈને ઉભા છે આ જ ફ્રેમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ હતી. જો કે અસલ તસવીરમાં સોનાના સિક્કાઓ છે. આ જોવા અહિં ક્લીક કરો.
ફરીથી રીવર્સ ઈમેજ સર્ચ કરાતા એક અહેવાલ સુધી પહોંચ્યા હતા જેમાં પણ આ જ ફોટોફ્રેમ સાથેનો ફોટો જોવા મળ્યો હતો. આ અહેવાલ એનડીટીવી અને ફોર્બ્સનો હતો જે 5 નવેમ્બર 2015ના લખાયેલો હતો. અહેવાલ મુજબ સરકારે નવી ગોલ્ડ સ્કીમ અને નવા સોનાના સિક્કા જાહેર કર્યા હતા અને ત્યારે પીએમ મોદી જેટલી અને સિતારામન સાથે ફોટો ખેંચાવી રહ્યા હતા.
ફોર્બ્સ ઈન્ડિયાના અહેવાલની હેડલાઈન છે કે, 'આયાતના બિલ ઘટાડવા સરકારે નવી ગોલ્ડ સ્કીમ મૂકી, શુ તે કામ કરશે?' તેમાં ફોટો હતો જેમાં લખ્યુ હતુ 'દિલ્હીમાં 5 નવેમ્બર 2015ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાને લગતી 3 સ્કીમ જાહેર કરીઅને કહ્યુ કે આ સ્કીમ પાછળનો વિચાર એ છે કે ભારતીય મહિલાઓ કે જે સોનાનો સૌથી મોટો ઉપયોગ કરે છે તેઓ આ યોજનાઓમાં રોકાણ કરે.' આ ફોટોની ક્રેડિટ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો(PIB)ને અપાઈ હતી.
એનડીટીવીએ તેના અહેવાલમાં લખ્યુ છે કે, 'વડાપ્રધાને ગોલ્ડ યોજના જાહેર કરી, સિક્કામાં છે અશોક ચક્ર' તેમાં પણ આ જ ફોટો લવાયો છે અને તેના હેડિંગમાં 'પીએમ મોદીએ આ ઉપરાંત પ્રથમ વખત સોનાના સિક્કા અને બુલિયન જાહેર કર્યા'
આમાંથી માહિતી મેળવી અમે પીઆઈબી ઈન્ડિયાના નવેમ્બર 2015ના ટ્વીટ ચકાસ્યા હતા તેમાં પણ આ જ ફોટો ઉપયોગમાં લેવાયો હતો. તે ટ્વીટમાં લખ્યુ હતુ કે, 'વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગોલ્ડ યોજના ખુલ્લી મૂકી.'
PM Sh @narendramodi launches Gold schemes in New Delhi pic.twitter.com/uTM0NZwAAF
— PIB India (@PIB_India) November 5, 2015