અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તાજેતરમાં ઈન્ડોનેશિયામાં જી-20 દેશોની બેઠક બોલાવી હતી અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામેલ કરાયા ન હતા તેવા સોશિયલ મિડીયામાં ફરતા દાવાઓ ખરેખર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.
બૂમે શોધી કાઢ્યુ કે ફોટોમાં જે દેખાય છે તે ખરેખર જી7 અને નાટો(નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)ની બેઠકનો છે આ સંગઠનનો ભારત સભ્યદેશ નથી.
વિશ્વની સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા જી20 દેશોની એક મહત્વની બેઠક નવેમ્બર 15-16 દરમિયાન ઈન્ડોનેશિયાના બાલી સ્થિત નુસા દુઆ રીસોર્ટમાં મળી હતી. આ શિખર મંત્રણાની પ્રાથમિકતા ખાદ્ય સુરક્ષા, કોવિડ બાદ તેમજ રશિયા યુક્રેનના યુધ્ધનને કારણે અર્થતંત્રને થયેલા નુકશાનમાંથી બહાર આવવુ સહિતના મુદ્દાઓને લઈને હતી. આ શિખર મંત્રણામાં નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા અને વિશ્વનેતાઓને આગામી સપ્ટેમ્બરમાં મળનારી શિખર મંત્રણા ભારતમાં યોજવા માટે આમંત્રણ આપ્યુ હતું.
સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીના પ્રોફેસર અશોક સ્વેનએ એક ફોટો ટવીટ કર્યો જેમાં બીડેન અને અન્ય દેશોના વડાઓ કોન્ફરન્સ ટેબલ પર બેઠા છે અને દાવો કર્યો છે કે આ બેઠકમાં મોદીને સ્થાન મળ્યુ નથી.
સ્વેન મુજબ 'બાઈડને જી20ની ઇમરજન્સી બેઠક બોલાવી, ભારતના કહેવાતા વિશ્વગુરૂ મોદી તેમાં ક્યાંય દેખાતા નથી'
ઘણા ટવીટર યુઝરે સ્વેનને જવાબ આપ્યો કે આ બેઠક જી7 અને નાટોના વડાઓની હતી જેમાં ભારત સામેલ નથી.
સ્વેને વધુમાં ઉમેર્યુ હતુ કે, 'જે લોકો કહી રહ્યા છે કે આ નાટો અને જી7 બેઠક હતી તેઓએ પુછવુ જોઈએ કે જ્યારે સૈન્ય અને યુધ્ધના મુદ્દાઓ છે તો તેવા સંજોગોમાં જી7ની બેઠક શા માટે બોલાવાઈ છે? જો જાપાનને તેમાં સામેલ કરાયા છે તો ભારત કેમ નહિ? આ ઉપરાંત નાટોના ઘણા સભ્યો પણ તેમાં દેખાયા નથી. નાટોના તમામ નિર્ણયો સર્વસમંતિથી લેવાના હોય છે તો પછી આ બેઠકને નાટો કઈ રીતે કહી શકાય?'
ટ્વીટ જોવા માટે અહિં ક્લીક કરો, આર્કાઈવ લિંક માટે અહિં.
આવા જ ગેરમાર્ગે દોરનારા દાવાઓ ફેસબુક પર પણ ફરવા લાગ્યા છે.
ફેક્ટ ચેક
અશોક સ્વેનની ટવીટમાં આવેલા રીપ્લાયમાંથી તપાસ કરી અમે યુએસ પ્રેસિડેન્ટના સત્તાવાર ટવીટર એકાઉન્ટ(@POTUS)ની તપાસ કરતા તેમાં આવી જ બેઠકનો એક અલગ ફોટો નવેમ્બર 16 2022ના પોસ્ટ કરાયો હતો.
'હમણા જ હુ જી20 અને નાટોના વડાઓ સાથે મળ્યો અને પૂર્વ પોલેન્ડ પાસે યુક્રેન બોર્ડર પર થયેલા વિસ્ફોટની ચર્ચા કરે અમે પોલેન્ડની આ ઘટનાની તપાસ માટે અમારો પૂરો સહયોગ અને મદદ આપવા તૈયાર છીએ.' પ્રેસિડેન્ટના સત્તાવાર એકાઉન્ટમાંથી આ ટ્વીટ કરાઈ હતી.
આ ફોટો બાઈડનના સત્તાવાર ફેસબૂક એકાઉન્ટમાંથી પણ પોસ્ટ કરાયો છે.
વ્હાઈટ હાઉસે પણ ઈમરજન્સી બેઠક અંગે એક સત્તાવાર યાદી બનાવી હતી જેમાં હેડિંગ લખ્યુ હતુ કે, 'જી20 સમિટ વેળાએ નાટો અને જી7 દેશોનુ સંયુક્ત નિવેદન'
તારીખમાં તફાવત આવવાનુ કારણ ટાઈમ ઝોનનો તફાવત છે.
'આજે કેનેડાના નેતાઓ, યુરોપિયન કમિશન, યુરોપિયન કાઉન્સિલ, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, નેધરલેન્ડ, સ્પેન, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકા જી20 સમિટ વેળાએ બાલીમાં બેઠક કરી અને આ નિવેદન જાહેર કર્યુ છે' નિવેદન મુજબ
મંગળવારે જાહેર કરાયેલા નિવેદનમાં રશિયાએ યુક્રેનના શહેરો અને બાંધકામો પર કરેલા મિસાઈલ અટેકની ભારે ટીકા કરવામા આવી હતી.
વધુમાં કહ્યુ છે કે સભ્યદેશોએ પોલેન્ડના પૂર્વ ભાગ અને યુક્રેન સાથેની સરહદમાં થયેલા વિસ્ફોટ અંગે ચર્ચા કરાઈ હતી અને પોલેન્ડની તપાસમાં સંપૂર્ણ સહયોગ અને મદદ આપવા આગળ આવ્યા હતા.
આ બેઠક અંગે ધ એસોશિએટ પ્રેસએ પણ અહેવાલ લખ્યો હતો.
પોલેન્ડમાં થયેલા વિસ્ફોટે વિશ્વને હચમચાવ્યુ
મંગળવારે થયેલા મિસાઈલ એટેકમાં પૂર્વ પોલેન્ડમાં બે લોકોના જીવ લીધા છે અને સાથે જ ડર વ્યક્ત કર્યો છે કે રશિયા યુક્રેનનુ યુધ્ધ હવે એ હદે વધી ગયુ છે કે નાટોને પણ તેમાં ઢસડી રહ્યુ છે. નાટોનું સંગઠનનો પાયો છે કે એક સભ્ય પર હુમલો સમગ્ર સંગઠન પર હુમલો છે.
જો કે, બીબીસીએ બુધવારે જણાવ્યુ કે નાટોના વડા જેન્સ સ્ટોલન્ટબર્ગ મુજબ પોલેન્ડમાં થયેલો વિસ્ફોટ કદાચ યુક્રેનના એર ડિફેન્સ સિસ્ટમને કારણે હોઈ શકે છે જે રશિયાની મિસાઈલને રોકી રહ્યુ છે. આ જ બાબત પોલેન્ડ પ્રેસિડેન્ટ પણ જણાવી રહ્યા હતા અને કહ્યુ હતુ કે પોલેન્ડ પર આક્રમણ થયુ હોય તેવા કોઇ ચિહ્ન મળ્યા નથી.
જી7, જી20 અને નાટો વિશે
જી7 એ વિવિધ દેશોની સરકારોનુ એક રાજકીય મંચ છે જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને યુએસએ સામેલ છે.
જ્યારે જી20ના સભ્યો છે: આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચાઈના, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશનિયા, ઈટલી, જાપાન, રીપબ્લિક ઓફ કોરીયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન. સ્પેનને કાયમી મહેમાન તરીકે આમંત્રિત કરાયા છે.
બીજી તરફ નોર્થ એટલાન્ટિક ટ્રીટ ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટો 30 આઝાદ દેશોનું સંગઠન છે જેને યુએસએ, યુકે, જર્મની, ફ્રાન્સ અને ઈટલી શક્તિ પૂરી પાડે છે.
બાઈડન અને મોદીની જી20 શિખર મંત્રણા બેઠક
વાયર એજન્સી એએનઆઈ 15 નવેમ્બરે વિડીયો ટ્વીટ કર્યો છે જેમા દેખાય છે કે જી20 બેઠક શરૂ થાય તે પહેલા યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ આવી રહ્યા છે અને ટુકી વાતચીત કરે છે.