કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક સ્થળે વક્તવ્ય આપતા હોય અને માઈક બંધ થઈ ગયુ હોય તેવો વિડીયો ફરી રહ્યો છે. સોશિયલ મિડીયામાં આ વિડીયોને એવા ખોટા દાવા સાથે શેર કરાયો છે કે રાહુલ ગાંધીની વધુ એક વખત હાસ્યાપદ સ્થિતિમાં મૂકાયા તેમના ભાષણ વખતે તેમને ખબર જ ન હતી કે તેમનુ માઈક બંધ છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ દાવાઓ ખોટા છે અને રાહુલ ગાંધી પોતે જ પોતાનુ માઈક બંધ કરીને એ દર્શાવી રહ્યા હતા કે કઈ રીતે ભાજપ શાસિત સરકાર સામે જ્યારે પણ કોઇ મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવે ત્યારે તે તે કઈ રીતે વિરોધ પક્ષના સભ્યોનો અવાજ દબાવી દે છે.
ભાજપના સમર્થકોએ માત્ર 30 સેકન્ડની એક ક્લીપ સોશિયલ મિડીયામાં ફરતી કરી છે.
રીષી બાગ્રીએ રાહુલ ગાંધીના ભાષણની આ ક્લીપ ટ્વીટ કરીને નીચે લખ્યુ, 'માઈક બંધ પણ કોમેડી ચાલુ'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ભુતકાળમાં બાગ્રી પર BOOM એ ઘણી વખત તથ્ય તપાસ કરીને તે ખોટી માહિતી ફેલાવતા હોવાનુ બહાર કાઢ્યુ છે.
બીજેપીમાંથી હાંકી કઢાયેલા નવિન કુમાર જિંદાલે પણ આ વિડીયો ટવીટ કરી ખોટા દાવાને સમર્થન આપ્યુ હતું.
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
BOOM એ એક કિ વર્ડ સર્ચ કર્યો "mic off" જેથી અમને રાહુલ ગાંધીનો એક વિડીયો મળી આવ્યો હતો જેમાં તે પોતે માઈક બંધ કરી રહ્યા છે. ગાંધીએ આ વિડીયો 10 નવેમ્બર 2022ના શેર કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે જ્યારે પણ તેઓ સરકારની ટીકા કરે ત્યારે તેમની સાથે આવુ જ કરવામાં આવે છે.
તેમણે લખ્યુ, 'ચાઈના-માઈક બંધ, નોટબંધી-માઈકબંધ, અગ્નિપથ – માઈક બંધ, બેરોજગારી માઈકબંધ. આ જ સ્થિતિ છે સંસદની! વડાપ્રધાન ધ્યાનથી સાંભળો તમે લોકોનો અવાજ દબાવી શકો નહિ, તેના પડધા તમારા અહંકારને તોડી નાખશે.'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
આ મહિતી મળતા જ અમે રાહુલ ગાંધીની તે સમયના કેટલાક ભાષણ જોયા હતા અને તેમાં જાણવા મળ્યુ હતુ કે વાયરલ થયેલો વિડીયો મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 27 નવેમ્બરે યોજાયેલી રાહુલ ગાંધીની રેલીના ભાષણનો છે.
આ ઘટના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પરના વિડીયોમાં 5:04 અને 5:35 મિનિટના ટાઈમસ્ટેમ્પ પર જોઇ શકાય છે.
જે કોંગ્રેસે વિડીયો અપલોડ કર્યો છે તેના કરતા વાયરલ થયેલા વિડીયોનો એંગલ અલગ અલગ હોવાનુ સરખામણીમાં જોવા મળ્યુ હતુ. વાયરલ વિડીયો અને કોંગ્રેસે અપલોડ કરેલા ઈન્દોરના વિડીયો વચ્ચેની સરખામણી આ મુજબ છે.
ગાંધી જણાવે છે કે તેમણે શા માટે ભારત જોડો યાત્રા શરૂ કરી અને ભારતના ઘણા રાજ્યોમાં પગપાળા જઈ રહ્યા છે. તેના ભાષણમાં તે આક્ષેપ કરે છે કે કેન્દ્ર સરકાર સામે કોઇ પણ ટીકા કરે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે.
4:17 મિનીટ પર ગાંધી કહે છે કે 'મે અને આખી કોંગ્રેસના સાંસદોએ એક વખત નહિ પણ ઘણી વખત કોશિશ કરી છે કે લોકસભામાં ઘણા મુદ્દાઓ ઉઠાવી શકીએ. આ મુદ્દાઓ ખેડૂતોના પ્રશ્નો હોય, દેવામાફીના હોય, કાળા કાયદાના હોય, નોટબંધીના હોય, ખામી ભરેલી જીએસટી સિસ્ટમના હોય.. આ બધી બાબતોમાં અમે લોકસભા અને રાજ્યસભામાં પ્રશ્નો ઉઠાવવા પ્રયત્ન કર્યો છે. અને જ્યારે અમે કોશીષ કરીએ ત્યારે જાદુઈ રીતે અમારા માઈક આ રીતે બંધ કરી દેવાય છે…'
બાદમાં કોંગ્રેસના નેતા માઈક બંધ કરી લોકો સાથે સંવાદ કરે છે અને પછી 5:37 મિનિટે ફરી પોતાનુ માઈક ચાલુ કરી દે છે.
ગાંધી પોતાનુ ભાષણ 5:38 મિનીટે ફરી ચાલુ કરે છે અને કહે છે કે, '… તો જ્યારે પણ અમારે કઈ કહેવુ હોય, અમે કઈ બોલવા ઈચ્છીએ અને અમારી સ્પીચ ચાલુ કરીએ ત્યારે અમારા માઈક બંધ કરી દેવાય છે…'