HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
ફેક્ટ ચેક

"અમેરિકામાં યોજાયેલ ગરબા મહોત્સવમાં ગુજરાતીને પ્રવેશ ન આપવામાં આવ્યો" - આ સમાચાર ચાર વર્ષ જુના છે

BOOM ને જાણવા મળ્યું કે આ ઘટના 2018 ની છે, જ્યારે ગુજરાતના એક વિદેશી વૈજ્ઞાનિકને એટલાન્ટામાં ગરબા ઇવેન્ટમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો

By - Anmol Alphonso | 3 Nov 2022 11:52 AM IST

વર્ષ 2018નાં ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અખબાર દ્વારા એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેનું અખબારી કટિંગ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યું છે. આ અખબારી કટિંગમાં મૂળ વડોદરાનાં વિદેશમાં વસવાટ કરતા ગુજરાતના એક વૈજ્ઞાનિક અને તેના મિત્રોને એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સમાં ગરબા મહોત્સવમાંમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ગરબા સ્થળ પર પ્રવેશ ન આપવાના કારણ વિશે આ પ્રકાશિત કરવામાં આવેલા સમાચારોમાં એવું લખવામાં આવ્યું હતું કે આયોજકોએ કથિત રીતે ગરબાનાં સ્થળ પર પ્રવેશ કરનારને એવું કહ્યું હતું કે, "તેની અટક પરથી તે હિન્દુ ન લાગતા હોવાને કારણે તેને ગરબામાં પ્રવેશ આપવામાં નહિ આવે."

આ ક્લિપિંગ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી હોવાનાં મુખ્ય કારણમાંનું એક કારણ એ છે કે, તાજેતરમાં વહેતા થયેલા અખબારી અહેવાલો મુજબ મુસલમાનોને નવરાત્રીનાં હિંદુ તહેવાર દરમ્યાન ગરબા સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેમાં જમણેરી વિચારધારા હેઠળ પ્રભાવિત સંગઠનો દ્વારા મુસલમાનોને ગરબા સ્થળ પર પ્રવેશની મનાઈ તેમજ તેમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

વાયરલ થયેલા અખબારી અહેવાલની કલીપની હેડલાઈનમાં એવું વંચાય છે કે, "Vadodara scientist thrown of out of US garba by Gujaratis" and the excerpt reading, "Surname was not Hindu enough say organisers" અર્થાત "વડોદરાનાં એક વૈજ્ઞાનિકને ગુજરાતીઓએ અમેરિકી ગરબા સ્થળેથી તગેડી મુક્યા" જ્યારે તેના પેટા-હેડિંગમાં એવું લખવામાં આવ્યું છે કે, "આયોજકોના કહેવા પ્રમાણે અટક હિન્દુ ન હતી."


જોવા માટે અહીં ક્લિક કરો

અખબારી કટિંગમાં વર્ણવામાં આવેલા સમાચાર સંદર્ભેની ઘટના તાજેતરની છે કે નહિ તેવો કોઈ ઉલ્લેખ કર્યા વિના, આ અખબારી કટિંગ ફેસબુકનાં માધ્યમ થકી વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યું છે તેમજ વાયરલ પણ કરવામાં આવી રહ્યું છે.



ફેક્ટ-ચેક

BOOM દ્વારા તપાસ કરવામાં આવેલી તથ્ય હેઠળ એવું જાણવા મળ્યું કે વાયરલ ન્યૂઝ ક્લિપિંગ ઓક્ટોબર 2018ની છે જેમાં ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાં સમાચાર અહેવાલ મુજબ અમેરિકામાં (યુનાઈટેડ સ્ટેટ્સમાં) સ્થાયી થયેલા વડોદરાના એસ્ટ્રોફિઝિસ્ટ કરણ જાની એ આરોપ મૂક્યો હતો કે એટલાન્ટામાં આયોજકો દ્વારા તેને તેમજ સાથે તેના ત્રણ મિત્રોને ગરબાનાં સ્થળે પ્રવેશ સંદર્ભે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને તેમને પ્રવેશ નકારવામાં આવ્યો હતો, જેનું કારણ એમને એવું જણાવવામાં આવ્યું હતું કે, તેમની અટક "હિંદુ હોવાનું જણાતું નથી".

સમાન હેડલાઈન સાથેનાં કીવર્ડ સંદર્ભે ઈન્ટરનેટ પર આરંભવામાં આવેલી શોધખોળ થકી અમને 15 ઓક્ટોબર, 2018નાં ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનાં લેખ તરફ દોરી ગઈ જે ઘટનાનો અહેવાલ ટાંકતા ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમ થકી વાયરલ કરવામાં આવેલી વિગતો મુજબ એવો આરોપ લગાવાયો હતો કે તેમને શ્રી શક્તિ મંદિર ખાતે આયોજકો દ્વારા સ્થળ પરથી તગેડી મુકવામાં આવ્યા હતા.


જોવા માટે અહીં ક્લિક કરો

 અમને તારીખ 13મી ઑક્ટોબર, 2018ની જાની દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો કાર્યરત અંશ પણ જોવા મળ્યો જેમાં એ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ સંદર્ભે જાની દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે એટલાન્ટા સ્થિત શક્તિ મંદિરમાં, તેમને અને તેમના મિત્રોને ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં ન્હોતો આવ્યો અને તેમને કહેવામાં આવ્યું હતું કે, "તમે હિંદુ દેખાતા નથી અને તમારા આઈડીમાં તમારી અટક પણ હિન્દુ હોય તેવું લાગતું નથી."




Tags:

Related Stories