આમ આદમી પાર્ટીના પેરોડી એકાઉન્ટે સિઓલના ફોટો મૂકીને રાજકોટમાં આપનો રોડ શો ગણાવીને ઠેકડી ઉડાવી હતી પણ તેમાં દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદિયા સહિતના આપના નેતાઓ ફસાયા હતા અને સાચુ માની બેઠા હતા.
BOOM એ શોધી કાઢય્ કે આ ફોટો 29 ઓક્ટોબર 2022નો છે જેમાં રોડ શો નહિ પણ મૃતકોની યાદમાં થયેલી કેન્ડલયાત્રામાં ભેગા થયેલા લોકો છે.
આ ફોટો રીટવીટ કર્યા બાદ જ્યારે ટવીટર પર ઠેકડી ઉડી તો સિસોદિયાએ ટવીટ કાઢી નાખ્યુ હતુ.
6 નવેમ્બર 2022ના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ પૂર્વ બેઠકમાંથી રોડ શો કરીને આવતા મહિને થઈ રહેલા મતદાન માટે પોતાની પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.
પેરોડી ટ્વીટર એકાઉન્ટ AAP Gujarat | Mission 2022 | 150+Seats ⁽ᴾᵃʳᵒᵈʸ⁾ (@18Kishann) પરથી એક ફોટો ટ્વીટ કરાયો હતો જેમાં લખ્યુ હતુ કે, 'રાજકોટના સ્થાનિકો મોટી સંખ્યામાં 'આપ'ના રોડમાં જોડાયા'
(હિન્દીમાં - 'राजकोट' में स्थानीय लोग बड़ी संख्या में "आप" के रोड-शो में शामिल हुए।)
જોવા માટે અહીં ક્લિક કરો અને આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.
મનીષ સિસોદીયા પેરોડી એકાઉન્ટની ટીખળમાં ફસાઈ ગયા હતા અને તેણે રીટવીટ કરી દીધ હતું. ભાજપ ગુજરાતના સત્તાવાર ટવીટર એકાઉન્ટે આ મામલે સિસોદીયાની ભારે ટીકા કરી હતી. જેથી સિસોદીયાએ ટવીટ કાંઢી નાખ્યુ હતું.
કોરિયામાં થયેલ દુ:ખદ ઘટના માટે રસ્તા પર આવેલા જનસમૂહને રાજકોટના રોડ-શોનું નામ આપી હલકીકક્ષાની રાજનીતિ કરતી AAP ગુજરાતીઓને તો નહિ જ ભરમાવી શકે.#AAPExposed#AapKaPaap pic.twitter.com/3R3p4tazzC
— BJP Gujarat (@BJP4Gujarat) November 8, 2022
અમે ટવીટ અને રીટવીટની ટ્વીટરના એડવાન્સ સર્ચનો ઉપયોગ કરી ખરાઈ કરતા સિસોદીયા(@msisodia) અને પેરોડી એકાઉન્ટ(@18Kishann)ના ટવીટ અને તેમા અપાયેલા જવાબો મળી આવ્યા હતા.
જોવા માટે અહિં ક્લીક કરો
આ જ ફોટો ફેસબુક પર પણ ખોટા દાવાઓ સાથે શેર કરાઈ રહ્યો છે.
ફેક્ટ ચેક
BOOM એ શોધી કાઢ્યુ કે પેરોડી હેન્ડલ પરથી જે ફોટો વાયરલ કરાઈ રહ્યો છે તે સાઉથ કોરીયાના સિઓલ છે. ત્યાં ઓક્ટોબર 29 2022ના રોજ ઈટાવોનમાં થયેલી ભાગદોડમાં જે લોકોના મોત થયા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે 5 નવેમ્બર 2022ના રોજ કેન્ડલ યાત્રા નીકળી હતી.
અમે રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કર્યો હતો જેમાં અમને સિઓલ સાઉથ કોરીયાના ફોટો સાથે એક ન્યુઝ રીપોર્ટ પણ મળ્યો હતો.
કોરીયન ટાઈમ્સમાં આ જ ફોટો હતો અને તેમણે કેન્ડલ યાત્રા વિશે અહેવાલ લખ્યો હતો. અહેવાલમાં નોંધ્યુ હતુ કે, 'ઈટાવોનમાં થયેલી ભાગદોડમાં જે લોકોના જીવ ગયા છે તેમને શ્રધ્ધાંજલી આપવા માટે કેન્ડલ યાત્રા નીકળી હતી જેમાં લોકોએ પ્લે કાર્ડ પણ બતાવ્યા હતા. આ ઘટનામાં 156 લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના પગલે એક સપ્તાહ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હતો અને તેના છેલ્લા દિવસે 5 નવેમ્બરે રેલી કાઢવામાં આવી હતી.'
વધુમાં ટવીટર એકાઉન્ટ (@18Kishann) કે જે આપ ગુજરાતનુ એકાઉન્ટ હોવાનો ડોળ કરે છે તેના બાયોમાં લખ્યુ છે કે આ પેરોડી છે અને તેના કેપ્શનમાં લખ્યુ છે કે, 'આ એકાઉન્ટ કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલુ નથી પણ ફક્ત મનોરંજન માટે આપ ગુજરાતનું ટેમ્પરરી પેરોડી એકાઉન્ટ છે.'
જોવા માટે અહિં ક્લીક કરો અને આર્કાઈવ માટે અહિં.