HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
ફેક્ટ ચેક

જર્મનીમાં થયેલા હુલ્લડના જૂના વિડીયોને ફિફા વર્લ્ડ કપનો ગણાવી ફરતો કરાયો

BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો હેમબર્ગ સ્ટેડીયમનો છે જ્યાં મે 2018માં દર્શકોને તોફાન મચાવ્યુ હતું.

By - Sk Badiruddin | 29 Nov 2022 4:10 PM IST

જર્મનીનના હેમબર્ગ સ્ટેડીયમમાં કેટલાક દર્શકોએ સ્ટેડિયમમાં ફ્લેર્સ ફેંકીને તોફાન મચાવ્યુ હતુ. જે જૂના વિડીયોને હાલમાં કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ 2022માં લાગેલી આગ બતાવવાનો ખોટો દાવો થઈ રહ્યો છે.

BOOM એ શોધી કાઢ્યુ કે આ વાયરલ વિડીયોમાં ધુમાડો અને આગ દેખાય છે તેમજ કેટલાક લોકો મેદાનમાં ફ્લેર્સ ફેકીને ધુમાડો અને આગ ફફેલાવી રહ્યો છે. મે 2018માં પૂર્વ યુરોપિયન ચેમ્પિયન હેમબર્ગ એવી વર્ષો બાદ પ્રથમ વખત ફૂટબોલ ટુર્નામેન્ટમાં જર્મન ફૂટબોલ ટીમની સામે હારી જતા લીગમાં નીચે ઉતરી હતી તેથી રોષે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં તોફાન મચાવ્યુ હતું.

અહેવાલો મુજબ 26 નવેમ્બરે કતારમાં લુસેલ આઈલેન્ડની નવી બની રહેલી ઈમારતમાં બપોરના સમયે આગ ભભૂકી હતી. શનિવારે રાત્રે જ્યાં વર્લ્ડકપનો મેચ રમાવાનો હતો તે લુસેલ સ્ટેડિયમથી 3.5 કિલોમીટર દૂર ઘટના બની હોવાનુ જણાવ્યુ હતુ અને વિડીયો તેના આધાર રૂપે મુકાયો હતો.

આ વિડીયોના કેપ્શનમાં હિંદીમાં લખ્યુ છે કે, 'વિશ્વકપ સ્ટેડિયમમાં ભયાનક આગ !! આગની સ્થિતિ વકરી રહી છે અને વધી રહી છે, પુરા કતારમાં રેડ એલર્ટ '

(હિન્દીમાં ઓરીજીનલ કેપ્શન: विश्व कप स्टेडियम में भयानक आग !!आग की गंभीरता बढ़ती जा रही है और खतरनाक होती जा रही है, पूरे कतर में रेड अलर्ट।)

વિડીયો અહિં જૂઓ:


આ જ વિડીયો બંગ્લા ભાષાના કેપ્શન સાથે પણ શેર કરાઈ રહ્યો છે. અહિં જુઓ


ફેક્ટ ચેક 

BOOM એ ફોટોના આધારે રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ ગુગલ પર કર્યો હતો અને વાયરલ વિડીયો અને તેને લગતા કેટલાક અહેવાલ હતા જે 2018ની ઘટનાને લગતા હતા.

નેશનલ ન્યુઝે એક અહેવાલ છાપ્યો હતો જેમાં આગની ટીખળની આ ઘટના 12 મે 2018ની બતાવી હતી અને તેમાં હેડિંગ લગાવ્યુ હતુ કે, 'બંડસલિગમાં પહેલી વખત હેમબર્ગની ટીમ નીચે ઉતરતા તેના પ્રશંસકોએ સ્ટેડિયમમાં ફ્લેર્સ ફેંક્યા'

એક અહેવાલમાં ફોટો સાથે એમ પણ લખ્યુ હતુ કે, 'હેમબર્ગ જર્મનીમાં મે 12 2018ના રોજ હેમબર્ગર એસવી અને બોરસીયા વચ્ચેના બંડસલિગ ફૂટબોલ મેચ બાદ એચસીવીના પ્રશંકોએ સ્ટેડિયમમાં ફ્લેર્સ સળગાવી'


આ માહિતી મળતા અમે યુટ્યુબ પર સર્ચ કરતા તેને લગતા ઘણા સમાચારના અહેવાલો ઘટનાને લઈને મળી આવ્યા હતા.

DW Kick Off નામની ચેનલે 14 મે 2018ના વિડીયો અપલોડ કર્યો હતો જેમાં ટાઈટલ હતુ કે, "Hamburg in flames: Fans riot after relegation | Bundesliga Highlights".

Full View

આ જ વિડીયો યુટ્યુબ પર "4S-TV" નામની ચેનલમાં 12 મે 2018ના અપલોડ કરાયો હતો.

12 મે 2018ના એક્સપ્રેસના અહેવાલ મુજબ તેમની તરફની ટીમ જર્મનની મુખ્ય ફૂટબોલ લિગ બંડસલિગમાં સ્કોર ટેબલમાંથી નીચે સરકી જતા હેમબર્ગના દર્શકો રોષે ભરાયા હતા અને સ્ટેડિયમમાં તોફાન મચાવ્યુ હતું. હેમબર્ગ એસવીના પ્રસંશકોએ ફૂટબોલ ફિલ્ડમાં ફ્લેર્સ-ફટાકડા ફેંક્યા હતી જેથી મેચ રોકવો પડ્યો હતો. દર્શકોએ સળગાવીને ફેંકેલી ફ્લેર્સને કારણે વોક્સપાર્કસ્ટેડિયન સ્ટેડિયમમાં ધુમાડો ફેલાયો હતો.

ડી ડબલ્યુના અહેવાલ મુજબ કેટલાક પ્રશંસકોએ મેદાનમાં ફટાકડા ફેક્યા હતા. ગાર્ડિયનનો અહેવાલ અહિં વાંચો.


Tags:

Related Stories