HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
ફેક્ટ ચેક

ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને લઈને દૈનિક ભાસ્કરનું ફેક ગ્રાફિક્સ વાઇરલ

BOOM ટીમે જ્યારે દૈનિક ભાસ્કરનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે, વાઈરલ ગ્રાફિક નકલી છે, દૈનિક ભાસ્કરે આવા કોઈ ગ્રાફિકનો ઉપયોગ કર્યો નથી.

By - Srijit Das | 4 Nov 2022 4:52 PM IST

દૈનિક ભાસ્કરના લોગો સાથેનો એક ગ્રાફિક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં યુકેના નવા વડાપ્રધાન ઋષિ સુનક અને પૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ પણ જોવા મળી રહ્યા છે. ગ્રાફિકમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઋષિ સુનકે પૂર્વ પીએમ મનમોહન સિંહના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભારતને મનમોહન સિંહ જેવા વડાપ્રધાનની જરૂર છે.

BOOM ને જાણવા મળ્યું કે સુનકનો આ ક્વોટ નકલી છે. અમે દૈનિક ભાસ્કરનો પણ સંપર્ક કર્યો, જેણે તેની પુષ્ટિ કરી હતી.

દેશમાં આર્થિક કટોકટી વચ્ચે ઋષિ સુનક તાજેતરમાં જ આ વર્ષે યુકેના ત્રીજા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. અગાઉ બોરિસ જ્હોન્સનની સરકારમાં ચાન્સેલર ઑફ ધ એક્સ્ચેકર (નાણા પ્રધાન) તરીકે ફરજ બજાવતા સુનાકે બ્રિટનની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તસવીર વાઇરલ થઇ રહ્યું છે.

ગ્રાફિકમાં હિન્દી કૅપ્શનનું ભાષાંતર આ થાય છે, "ભારતને સાચી દિશા સ્થિતિ આપવા અને નબળા અર્થતંત્રને સુધારવા માટે મનમોહન સિંહ જેવા વડાપ્રધાનની જરૂર છે- ઋષિ સુનક".

(હિન્દી માં: भारत को सही दिशा और दशा देने. कमजोर गिरती अर्थव्यवस्था को सुधारने के लिए मनमोहन सिंह जैसे प्रधानमंत्री की आवश्यकता है -ऋषि सुनक)


પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.


પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

ફેકટ ચેક

BOOM એ હિન્દીમાં સંબંધિત કીવર્ડ સર્ચ કર્યું હતું પરંતુ અમને તેની વેબસાઈટ પર પ્રકાશિત દૈનિક ભાસ્કરના આવા કોઈ સમાચાર મળ્યા નથી.

સુનકે મનમોહન સિંહ વિશે વાત કરી હોય તેવા કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો પણ અમે શોધી શક્યા નથી.

વધુમાં, ટ્વિટર પર કીવર્ડ સર્ચ અમને દૈનિક ભાસ્કરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પ્રકાશિત મૂળ ગ્રાફિક તરફ દોરી ગયું જેમાં ઋષિ સુનક અને મનમોહન સિંહની તસવીરોના સમાન કોલાજ દર્શાવવામાં આવ્યા હતા.


ટ્વીટ જોવા માટે અહીં ક્લિક કરો.

વાઈરલ પોસ્ટ અને ટ્વિટર પર પબ્લિશ કરવામાં આવેલા ગ્રાફિક્સ દૈનિક ભાસ્કર ગ્રાફિક વચ્ચેની સરખામણી નીચે જોઈ શકાય છે.


ઓરીજનલ ગ્રાફિક્સ અને ફોન્ટ અલગ છે, અને તે સુનાક દ્વારા કોઈ અવતરણ ધરાવતું નથી. મૂળ દૈનિક ભાસ્કર ગ્રાફિક અહેવાલમાં કોંગ્રેસના નેતાઓ પી ચિદમ્બરમ અને શશિ થરૂરની ભારતમાં વડાપ્રધાન તરીકે લઘુમતીઓને પસંદ કરવા અંગેની ટિપ્પણીઓ અને તેના પર ભાજપની પ્રતિક્રિયા છે.

આ પછી BOOM એ આ વાયરલ ગ્રાફિક અંગે દૈનિક ભાસ્કર ડિજિટલના નેશનલ એડિટર પ્રસૂન મિશ્રાને મેઈલ કર્યો, તો તેમણે જવાબ આપ્યો અને લખ્યું, 'આ ભાસ્કરનું ગ્રાફિક કન્ટેન્ટ નથી.તો દૈનીક ભાસ્કર ડિજિટલે તેનો ઉપયોગ કર્યો નથી.'

ન્યૂઝ આઉટલેટે પાછળથી વાયરલ ગ્રાફિક નકલી હોવાનું સ્પષ્ટતા કરતું નિવેદન પણ બહાર પાડ્યું હતું.


 અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓક્ટોબર, 2022 ના રોજ ઋષિ સુનક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચેના વેપાર કરારને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.

ઋષિ સુનક ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન બનીને ઇતિહાસ રચે છે .ઑક્ટોબર 24, 2022 ના રોજ ટોચની નોકરી સંભાળ્યા પછી, ભારત અને વિદેશમાં સંદર્ભની બહારની છબીઓ અને જૂના વીડિયો શેર કરવામાં આવ્યા છે.ત્યારથી BOOM એ સુનાકને લગતી સંખ્યાબંધ ફેક્ટ-ચેક કરી છે.


Tags:

Related Stories