સ્ટેડિયમમાં બેઠેલા ક્રિસ્ટીઆનો રોનાલ્ડોના જૂના ફોટોને સોશિયલ મિડીયામાં એવા ખોટા દાવા સાથે વાયરલ કરાઈ રહ્યો છે કે રોનાલ્ડો કતારમાં ફિફા વર્લ્ડકપના ફાઈનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેનો મેચ જોવા આવ્યો હતો.
BOOM એ શોધી કાઢ્યુ કે અલાયન્ઝ સ્ટેડિયમ ઈટાલીમાં રમાઈ રહેલી UEFA ચેમ્પિયન્સ લિગમાં ગ્રુપ સ્ટેજનો મેચ નિહાળવા માટે રોનાલ્ડો પહોંચ્યો હતો તે સમય એટલે કે 2018નો છે.
વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓએ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેનો રોમાંચક ફાઈનલ મેચ નિહાળ્યો હતો. કતારના લુસેલ સ્ટેડિયમમાં મેસ્સીની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં મેચમાં જીત હાંસલ કરી હતી. આર્જેન્ટિનાએ 36 વર્ષના ઈન્તેજાર બાદ ફિફા વર્લ્ડકપ ટાઈટલ જીત્યુ હતુ અને ટીમના કેપ્ટન લિઓનલ મેસ્સી સહિતના અનેક દર્શકોએ ટ્રોફી ઉઠાવવાનુ સ્વપ્ન પુરૂ કર્યુ હતું. બીજી તરફ રોનાલ્ડો પોતાની વર્લ્ડકપની સફળ જાળવી શક્યો ન હતો કારણ કે પોર્ટુગલને મોરોક્કો સામે ક્વાર્ટર ફાઈનલમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ફોટોના કેપ્શનમાં લખ્યુ છે કે, 'કતારમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાયેલો ફાઈનલ નિહાળતા રોનાલ્ડો'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
BOOM એ રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરીને શોધી કાઢ્યુ કે આ ફોટો 2 ઓક્ટોબર 2018નો છે. ત્યારે જુવેન્ટસ અને બીએસસી યંગ બોયઝ વચ્ચે ઈટલીમાં મેચ રમાઈ રહ્યો હતો.
આ ફોટો ગેટી ઈમેજીસ વેબસાઈટમાં સૌથી પહેલા મૂકાયો હતો જેમાં લખ્યુ છે કે, 'જીઓર્જિયા રોડ્રીગ્સ અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ઇટલીના અલાયન્ઝ સ્ટેડિયમમાં 2 ઓક્ટોબર 2018ના દિવસે યુઈએફએ ચેમ્પિયન્સ લીગના ગ્રુપ એચનો જુવેન્ટસ અને બીએસસી યંગ બોયઝ વચ્ચેનો મેચ નિહાળ્યો હતો.'
અમે આ મામલે બીજા અન્ય ઘણા અહેવાલો અને ફોટો જોયા જેમાં રોનાલ્ડો તેની ગર્લફ્રેન્ડ જીઓર્જિયા સાથે ચેમ્પિયન્સ લીગના મેચ નિહાળતો જોવા મળ્યો હતો.
3 ઓક્ટોબર 2018ના ધ સનના અહેવાલ મુજબ 'રોનાલ્ડો હાલ બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યો હોવાથી ગત રાત્રીએ ચેમ્પિયન્સ લિગના મેચમાં રોનાલ્ડો તેના પરીવાર અને બોડીગાર્ડની વચ્ચે જોવા ળમ્યો હોત. 100 મિલિયન પાઉન્ડના ફોરવર્ડે આ મેચ તેની ગર્લફ્રેન્ડ જીઓર્જિયા રોડ્રીગ્ઝ, પુત્ર ક્રિસ્ટિઆનો જુનિયર અને માતા ડોલોરસ સાથે નિહાળ્યો હતો.'
વધુમાં જણાવ્યુ છે કે, 'સ્પોર્ટસ સ્ટાર અને તેના પરીવારે એકજૂટ થઈને મેચ નિહાળ્યો હતો તેમની નવી ટીમ બીએસસી યંગ બોયઝે 3-0થી મેચ જીત્યો હતો આ પહેલા ગત સપ્તાહે જ તેમની ઉપર રેડ કાર્ડને લઈને એક મેચનો પ્રતિબંધ લાગ્યો હતો.