સેટેલાઈટ ઈમેજના જૂના દ્રશ્યોને સોશિયલ મિડિયા પર મોટાપાયે ફરતા કરીને ગેરમાર્ગેદોરનનારા દાવા કરાઈ રહ્યા છે કે તે તાજેતરના છે અને ઈન્ડોનેશિયામાં પશ્ચિમ જાવા વિસ્તારમાં આવેલા ભુકંપને કારણે આટલી બધી નુકશાની થઈ છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો 2018નો છે અને તેમાં ઈન્ડોનેશિયાના પાલુ શહેરમાં ભુકંપ બાદ સોઈલ લિક્વીફિકેશનને કારણે થયેલા નુકશાનનો છે.
દક્ષિણપૂર્વી એશિયાના દેશોને હચમચાવી દેનારા શક્તિશાળી ભુકંપમાંથી બહાર આવી ફરી સામાન્ય જીવન શરૂ કરવા માટે ઈન્ડોનેશિયા ઘણો સંઘર્ષ કરી રહ્યુ છે. 21 નવેમ્બર 2022ના પશ્ચિમ જાવા વિસ્તારમાં ભુકંપને કારણે હજારો ઈમારતો ધસી ગઈ હતી અને 200 લોકોના મોત થયા હતા. એક જૂના વિડીયોને શેર કરી તેને હાલમાં ઈન્ડોનેશિયામાં બનેલી ઘટના બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વિડીયોના કેપ્શનમાં લખ્યુ છે કે, 'ઈન્ડોનેશિયાના ભુકંપનો સેટેલાઈટ વિડીયો, ભયાવહ! આખી સપાટી ખસી કરી છે!! અશક્ય!!'
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
બૂમને આ વિડીયો વોટ્સએપ ટીપલાઈન નંબર (77009 06588) પરથી તથ્ય તપાસ માટે પણ મોકલવામાં આવ્યો હતો.
ફેક્ટ ચેક
BOOM એ વાયરલ થયેલા વિડીયોના અમુક ભાગના ફોટા લઈને રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરતા 2 ઓક્ટોબર 2018ના વોશિંગ્ટન પોસ્ટનો એક અહેવાલ મળી આવ્યો હતો. આ અહેવાલમાં તે સમયે ઈન્ડોનેશિયામાં થયેલા ભુકંપનો ઉલ્લેખ કરાયો હતો.
આ અને અન્ય ફોટોમાં લખ્યુ છે કે, 'પાલુના પેટોબો વિસ્તારની ભુકંપ પહેલાની ઓગસ્ટ 17ની સેટેલાઈટ તસવીર ડાબે, અને બીજી તરફ 1 ઓક્ટોબરની ઈમેજ જ્યારે ભુકંપ આવ્યો હતો.'
અહેવાલમાં જણાવ્યુ હતુ કે, 'ભુકંપના પાંચ દિવસ બાદ ઈન્ડોનેશનિયાના પાલુ શહેરમાં સુનામી આવી હતી અને મંગળવાર સુધીમા સત્તાવાર મૃતાંક 1230 કરતા પણ વધ્યો હતો. 60,000થી વધુ લોકોની હિજરત થઈ ચૂકી છે અને બચાવકાર્ય કરતી એજન્સીઓ મુજબ ઈંધણ અને ખાદ્ય પદાર્થોની તિવ્ર અછત છે.'
વધુમા લખ્યુ છે કે, 'ક્લોઝ અપ કરતા શહેરમાં થયેલી ભયાવહ નુકશાનની તસવીરો જોવા મળી રહી છે. સુનામીના કાદવ કિચડ શહેરના 3,30,000 ઘરોમાં ફેલાયેલા છે.'આ જાણ્યા બાદ અમે 'ઈન્ડોનેશનિયા અર્થ ક્વેક સેટેલાઈટ ટાઈમલેપ્સ 2018' લખીને સર્ચ કરતા યુટ્યુબ પર આ જ વિડીયો જોવા મળ્યો હતો જે ઈન્ડોનેશિયાની ન્યુઝ એજન્સી KOMPASTVએ 6 ઓક્ટોબર 2018ના અપલોડ કર્યો હતો.
આ વિડીયોની વિગતના ભાષાંતર મુજબ 'પાલુ અને ડોન્ગાલામાં ભુકંપ બાદ પેટોબો હાઉસિંગ કોમ્પલેક્ષ, સેન્ટ્રલ સુલાવેસીમાં સોઈલ લિક્વીફિકેશનની ઘટના બની. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે લિક્વીફિકેશનને કારણે કિચડ કઈ રીતે રહેણાંક મકાનો ઢસડીને લઈ જઇ રહ્યા છે. લિક્વિફિકેશન એટલે માટીનુ પ્રવાહીમાં રૂપાંતર છે. આ ઘટના સામાન્ય રીતે ભુકંપ બાદ બને છે.'
અમને આ ઘટનાના સ્થળ પરના પણ દ્રશ્યો મળ્યા જે ધ ન્યુ યોર્ક ટાઈમ્સની સત્તાવાર યુટ્યુબ ચેનલમાં છે.