Claim
ભારતીય જનતા પક્ષના ઉમેદવારનું જાહેરમાં જુતા ચપ્પલના હારથી સ્વાગત કરાતુ હોય તે બતાવતો જૂનો વિડીયો ટવીટર પર વાઈરલ થઈ રહ્યો છે અને તેને ગુજરાતની વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવ્યો છે. આ ટ્વીટમાં લખ્યુ છે કે ‘ગુજરાતમાં ભાજપનો પ્રચાર’
Fact
BOOM એ આ વિડીયોનો પર્દાફાશ 2020માં જ કરી નાખ્યો હતો ત્યારે આ ઘટના બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર તરીકે ગણાવાઈ હતી. અમારી તપાસમાં આ વિડીયયો મધ્યપ્રદેશનો હોવાની ખાત્રી થઈ હતી. આ ઘટના 2018માં મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની છે જેમાં ભાજપના ઉમેદવાર દિનેશ શર્મા પ્રચાર કરી રહ્યા હતા અને તેમની સાથે ઘટના બની હતી. આ ઘટનાનો લાંબો વિડીયો યુટ્યુબ પર એએનઆઈ દ્વારા 7 જાન્યુઆરી 2018ના મુકવામાં આવ્યો છે.
Advertisement