આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનો જૂનો વીડિયો હાલમાં વાઇરલ
BOOM ટિમને જાણવા મળ્યું કે આ વીડિયો મે 2022 નો છે, ઈસુદાન ગઢવીને આપના ગુજરાત સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા તે પહેલાંનો આ વીડિયો છે.
ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો એક જૂનો વીડિયો એક રોડ શો દરમિયાન આવતા ટ્રાફિક સામે હાથ હલાવીને એક ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે તેમાં તેમના રોડ શોને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.
BOOM ને જાણવા મળ્યું કે આ વીડિયો મે 2022નો છે અને ગઢવીને 4 નવેમ્બર સુધી ગુજરાતના સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ન હતા.
વાહનચાલકોનું અભિવાદન જીલવા માટે ગઢવીની મજાક ઉડાવવાની રીત તરીકે અને તેમના રોડ શોમાં ભાગ્યે જ કોઈ હાજર રહ્યું હોવાના દાવા સાથે આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવી દ્વારા તેને કટાક્ષભર્યા કેપ્શન સાથે શેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ એવો થાય છે કે "આપના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવારના રોડ શોના ફોટા, જાણે કે આખું ગુજરાત રાજ્ય આવી ગયું હોય."
ઓરીજનલ ટેક્સ્ટ : આપના ગુજરાતના સીએમના ઉમેદવારના રોડ શોની તસવીર, જાણે કે આખું ગુજરાત ભેગું થઈ ગયું હોય
ટ્વીટ માટે અહીં ક્લિક કરો અને આર્કાઇવ માટે અહીં.
હિમાચલ યુથ કોંગ્રેસ (અહીં જુઓ), મધ્ય પ્રદેશ યુથ કોંગ્રેસ (અહીં જુઓ) અને યુપી વેસ્ટ યુથ કોંગ્રેસ (અહીં પોસ્ટ) સહિત કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક પેજદ્વારા ફેસબુક પર પણ આ પોસ્ટ શેર કરવામાં આવી હતી.
આ વીડિયો પણ આવા જ દાવા સાથે ટ્વિટર પર ફરી રહ્યો છે.
ફેક્ટ ચેક
BOOM ને જાણવા મળ્યું કે આ વીડિયો મે, 2022નો છે અને તાજેતરની જેમ જ તેને પેડલ કરવામાં આવી રહ્યો છે.
અમે આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક એકાઉન્ટ પર ગુજરાતીમાં ઇસુદાન ગઢવીના નામ (ઇસુદાનભાઇ ગઢવીજી) સાથે કીવર્ડ સર્ચ ચલાવ્યું અને 17 મે, 2022 નો લાઇવ વીડિયો મળ્યો.
વાયરલ વિડિઓ અને કી ફ્રેમ્સની તુલના અહીં જોઈ શકાય છે.
0.18-1.05ના સ્નિપેટને મૂળ વિડિયોમાંથી કાપીને વાયરલ વર્ઝનમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
આ જ વીડિયો આપ ગુજરાતની યુટ્યુબ ચેનલ પર પણ શેર કરવામાં આવ્યો છે.
મૂળ ફેસબુક પોસ્ટના કેપ્શન મુજબ આ વીડિયો પોરબંદરનો છે અને તેમાં ગઢવી 15-17 મે 2022 ની વચ્ચે યોજાયેલી આપની 3 દિવસ લાંબી પરિવર્તન યાત્રામાં ભાગ લેતા જોવા મળે છે. ડેક્કન હેરાલ્ડના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો હેતુ ગુજરાતના પાંચ મુખ્ય સ્થળોએ 10 લાખ મતદારો સાથે સંવાદ કરવાનો છે. ગઢવી ઉપરાંત ઇન્દ્રનીલ રાજગુરુ (જેઓ હવે પક્ષ સાથે નથી) એ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો.