Boom Live Gujrati

Trending Searches

    Boom Live Gujrati

    Trending News

      • ફેક્ટ ચેક
      • સમાચાર
      • એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક
      • Home-icon
        Home
      • Authors-icon
        Authors
      • ફેક્ટ ચેક-icon
        ફેક્ટ ચેક
      • સમાચાર-icon
        સમાચાર
      • એકસપ્લેનર-icon
        એકસપ્લેનર
      • ફાસ્ટ ચેક-icon
        ફાસ્ટ ચેક
      • Home
      • ફેક્ટ ચેક
      • વીએફએક્સ શીખવતા વિડીયોને...
      ફેક્ટ ચેક

      વીએફએક્સ શીખવતા વિડીયોને મધ્યપ્રદેશના ચિત્રકુટમાં ભુત દેખાયાનો ગણાવી શેર કરાયો

      BOOMને જાણવા મળ્યું છે કે મૂળ વિડિયો યુએસ સ્થિત યુટ્યુબ ચેનલ જોસેફ નજોવુ વિઝ્યુઅલ દ્વારા VFX સોફ્ટવેરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

      By - Sk Badiruddin |
      Published -  15 Dec 2022 7:36 PM IST
    • વીએફએક્સ શીખવતા વિડીયોને મધ્યપ્રદેશના ચિત્રકુટમાં ભુત દેખાયાનો ગણાવી શેર કરાયો

      કોમ્પ્યુટરની મદદથી તૈયાર થતા વિઝ્યુઅલ ઈફેક્ટ(VFX)ની તાલીમના વિડીયોને સોશિયલ મિડીયા પર એવા ખોટા દાવા સાથે ફરતો કરાયો છે કે તે મધ્યપ્રદેશના ચિત્રકુટમાં ભુત દેખાયુ છે અને આ વિડીયો ત્યાંનો છે.

      BOOM એ શોધી કાઢ્યુ કે અસલ વિડીયો ખરેખર વીએફએક્સની મદદથી તૈયાર કરીને અમેરીકાની યુટ્યુબ ચેનલ Joseph Njovu Visuals પર મૂકાયો છે અને તેને અપલોડ કર્યાની તારીખ 27 ઓગસ્ટ 2022 બતાવાઈ છે.

      30 સેકન્ડના વિડીઓમાં ટ્રકની ઉપર ભુતની પ્રતિકૃતિ દેખાય છે જે ટ્રકમાંથી નીચે ઉતરીને પડદા વાળા એક ઘર તરફ આગળ વધે છે અને ત્યાંથી જ આ વિડીયો શૂટ કરાયો છે.

      આ ખોટી માહિતીને ન્યુઝ18 બિહાર અને ચિત્રકુટ સમાચાર સહિતની સ્થાનિક હિન્દી ચેનલોએ ચલાવતા તેને વધુ વેગ મળ્યો હતો.

      હિન્દી ન્યુઝ ચેનલોએ આ વિડીયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે ચિત્રકુટના કરવી કોતવાલી પાસે ગલ્લા મંડી શંકર બજાર પાસે પડેલા એક ટ્રકની આસપાસ આત્મા ભટકી રહી છે. જો કે તેઓએ આ વિડીયોને સમર્થન આપ્યુ ન હતું.

      વિડીયો રીપોર્ટ જૂઓ અહિં અને અહિં.


      Also Read:તવાંગ અથડામણ તરીકે શેર કરવામાં આવેલ ભારતીય-ચીની સૈનિકોની બોલાચાલીનો જૂનો વીડિયો વાયરલ

      ફેક્ટ ચેક

      BOOM એ વિડીયોમાંથી અલગ અલગ ફ્રેમ લઈને રીવર્સ ઈમેજ સર્ચ કરતા વિડીયોનો એક પુરો હિસ્સો મળ્યો હતો. જે યુટ્યુબ ચેનલ Joseph Njovu visuals પર 27 ઓગસ્ટ 2022ના શેર કરાયો હતો.

      1:56 મિનિટના આ વિડીયોમાં ટાઈટલ છે કે "Witch caught on Camera | Vfx breakdown Cinema 4d and after effects". જો કે અસલ યુટ્યુબ વિડીયોમાં અવાજ અલગ છે.

      વિડીયોની વિગતમાં લખ્યુ છે કે, 'આ છે મારા તાજેતરના વિડીયો વિચ કોટ ઓન કેમેરાની વીએફએક્સના તબક્કાઓ. મને મિક્સામો તરફથી એનિમેશન મળ્યુ છે જ્યારે કપડુ એક શાનદાર ડિઝાઈનરે બનાવ્યુ છે.'

      24 સપ્ટેમ્બર 2022ના યુઝરે વધુ એક વિડીયો અપલોડ કર્યો હતો જેનુ ટાઈટલ હતુ કે, "VFX tutorial | flying witch caught on camera Cinema 4d and aftereffects". વિઝ્યુઅલના આર્ટિસ્ટ જણાવે છે કે વિડીયોમાં વીએફએક્સ ઉમેરવા માટે શુ કરવુ અને ક્યા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઇએ.

      યુઝરે એવુ પણ કહ્યુ હતુ કે તેને કેટલાક દ્વારા માહિતી મળી છે કે તેણે બનાવેલા વિડીયોને નાઈજીરીયામાં ભુત દેખાયુ હોવાના પુરાવા તરીકે શેર કરાઈ રહ્યો છે. યુઝરે જ કહ્યુ હતુ કે, 'ઉડતી ચુડેલનો વિડીયો મે આવી રીતે બનાવ્યો હતો. આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મે બનાવ્યો ત્યારે ફક્ત મજા માટે બનાવ્યો હતો પણ હવે લોકો તેને અસલ માની રહ્યા છે.'


      અમારી તપાસમાં જોવા મળ્યુ છે કે યુટ્યુબ ચેનલ "Joseph Njovu visuals" એપ્રિલ 21, 2021માં બનાવાઈ હતી અને ત્યારથી જ તેમાં વીએફએક્સના ટ્યુટોરીયલ્સના વિડીયો મુકાઈ રહ્યા છે. અહિં જૂઓ.

      ચેનલના ડિસ્ક્રીપ્શનમાં લખ્યુ છે કે, 'મેજીકલ ઈફેક્ટ સ્ટુડિયોની યુટ્યુબ ચેનલમાં આપનુ સ્વાગત છે. જો તમને વિઝ્યુઅલ ઈફેક્ટમાં રસ છે તો આ ચેનલ તમારા માટે જ છે, આપ અહિં વીએફએક્સ વિશે શરૂઆતથી માંડીને એડવાન્સ લેવલ સુધી શીખી શકો છો. સબક્રાઈબ કરો અને જાણો હવે પછીની સૌથી મોટી દુનિયા'



      Also Read:ઘાયલ PLA સૈનિકનો જૂનો વીડિયો તવાંગમાં ભારત-ચીન અથડામણનો નથી



      Tags

      vfxghostsMadhya PradeshYouTubeYouTuber
      Read Full Article
      Claim :   ચિત્રકુટના ગલ્લા મંડી શંકર બજારમાં કરવી કોતવાલી પાસે ટ્રક ઉપર ભુત દેખાયુ હોય તેવો દાવો કરતો વિડીયો.
      Claimed By :  ન્યૂઝ18 બિહાર, ચિત્રકુટ સમાચાર
      Fact Check :  False
      Next Story
      X
      Or, Subscribe to receive latest news via email
      Subscribed Successfully...
      Copy HTMLHTML is copied!
      There's no data to copy!