મથુરામાં હત્યાના ભોગ બનનારના ફોટાને ખોટા સાંપ્રદાયિક દાવાઓ સાથે ફરતા કરાયા
BOOM એ શોધી કાઢ્યુ કે આ કિસ્સો સન્માન હત્યાનો છે, દિલ્હીની રહેવાસી મહિલાની તેના જ પિતાએ કરી
સૂટકેસમાં પ્લાસ્ટીકમાં વિંટાયેલી મહિલાની લાશના ફોટોને એવા ખોટા દાવા સાથે શેર કરાયા છે કે તેની હત્યા મુસ્લિમ શખસે કરી છે.
BOOM એ શોધી કાઢ્યુ કે ભોગ બનનારનુ નામ આયુષી ચૌધરી છે અને તેના માતા પિતા નિતેશ અને બ્રિજબાળાએ જ તેની હત્યા કરી છે અને આ કિસ્સો ઓનર કિલિંગનો હોવાનુ સામે આવ્યુ છે.
શ્રધ્ધા વાલકરની તેના પ્રેમી આફતાબ પૂનાવાલાએ કરેલી હત્યા બાદ કોમી તંગદીલીને લઈને ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. પૂનાવાલા પર આરોપ છે કે તેણે શ્રધ્ધાના શરીરના ટુકડા કરીને તેને જંગલમાં અલગ અલગ જગ્યાએ નિકાલ કરી દીધા હતા.
ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુશિલ સિંઘે લાલ સુટકેશમાં રાખેલી મહિલાની લાશનો ફોટો શેર કરી તેમાં લખ્યુ છે કે, 'પોલીસ કેટલા આફતાબ દરેક જિલ્લામાંથી પકડશે, દરરોજ આફતાબ નીકળે છે. રોજ ક્યારેક સુટકેશ તો ક્યારેક ફ્રિજમાંથી બહેનોની લાશે નીકળે છે. અરે જાગી જાઓ ઘણુ થયુ, તમારા નાશ માટે દરેક ગલીમાં અબ્દુલ ફરે છે. લોકેશન મથુરા યમુના એક્સપ્રેસ)
(હિન્દીમાં અસલ લખાણ - पुलिस कितने आफताब पकड़ेगी हर जिले से,हर दिन #आफताब निकल रहा। रोज कभी सूटकेस तो कभी फ्रीज से बहनों का शव निकल रहा। अरे जाग जाओ अब बहुत हुआ, तुम्हें मिटाने के लिए हर गली में #अब्दुल घूम रहा। लोकेशन -मथुरा यमुना एक्सप्रेस)
પોસ્ટ અહીં જૂઓ
આ ફોટો ખોદા દાવા સાથે ટવીટર પર પૂર્વ સુદર્શન ચેનલ અને હાલ હિન્દી ખબર સાથે જોડાયેલા પત્રકાર આંચલ યાદવે શેર કર્યા છે.
ફેક્ટ ચેક
અમે સૌથી પહેલા રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કર્યો હતો જેમાં મથુરા યમુના એક્સપ્રેસ વે લખતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર અરવિંદ ચૌહાણની ટવીટ મળી હતી જેમણે આ જ ફોટો 18 નવેમ્બર 2022ના શેર કર્યો હતો.
ચૌહાણે ત્યારબાદ થોડા દિવસો સુધી આ ટવીટની શ્રેણી ચલાવીને પહેલા વણઓળખાયેલી લાશની વિગતો આપી હતી અને બાદમાં માતા અને ભાઈએ આ લાશને ઓળખીને તે 21 વર્ષની આયુષીની હોવાનુ પણ ઉમેર્યુ હતું.
તેણે એ પણ ટ્વીટ કર્યુ કે પોલીસે તપાસ બાદ યુવતી પર ગોળી ચલાવી મારી નાખવાના આરોપસર તેના જ પિતાની ધરપકડ કરી હતી.
આ માહિતી બાદ અમે આયુષ મર્ડર મથુરા સર્ચ કરતા અમને આ કેસને લગતા ઘણા અખબારી અહેવાલ મળી આવ્યા હતા.
એનડીટીવીના અહેવાલ મુજબ, યુવતી ઘણા દિવસોથી જાણ કર્યા વગર બહાર રહેતા તેના પિતા ગુસ્સે થયા હતા. તેણી ઘરે આવતા જ તેના પર ગોળી ચલાવાઈ હતી. અહેવાલમાં લખ્યુ છે કે, 'પોલીસના જણાવ્યા મુજબ આયુષીએ પરીવાને જાણ કર્યા વગર છત્રપાલ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જે અલગ જ્ઞાતિનો હતો. યુવતીના પરીવારજનો ગુસ્સામા હતા કારણ કે તેઓનુ માનવુ હતુ કે માતા પિતાની અવગણના કરી રહી છે.'
અમે ત્યારબાદ મથુરાના એસપી માર્તંડ પ્રકાશ સિંઘનો સંપર્ક કર્યો હતો અને તેમણે આ મામલે કોમી રંગ હોવાનો ઈન્કાર કર્યયો હતો. સિંઘે કહ્યુ હતુ કે, 'આ મહિલાના માતા-પિતા નિતેશ અને બ્રિજબાળા જ હત્યારા છે. તેમાં કોઇ કોમી એંગલ છે જ નહિ જેવો સોશિયલ મિડીયામાં દાવો કરાઈ રહ્યો છે.'
અમે એ પણ પૂછ્યુ હતુ કે તેના સંબંધ કોઇ મુસ્લિમ શખસ સાથે હતા કે નહિ. સિંઘે તેનો ઈન્કાર કર્યો અને કહ્યુ કે, 'તે છત્રપાલ ગુર્જર નામની વ્યક્તિને પરણી હતી અને તેમાં તેના માતા-પિતા રાજી ન હતા કારણ કે અલગ જ્ઞાતિ હતો. આ કારણથી માતા-પિતા ગુસ્સે થયા હતા અને અંતે મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.'
અમે મથુરા પોલીસના નિવેદનનો એક વિડીયો પણ મેળવ્યો જે તેમના સત્તાવાર ટ્વીટરમાં મૂકાયો હતો. જેમાં એસ.પી. સિંઘ પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. સિંઘ કેસની વિગતો આપે છે અને કહે છે કે અલગ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવા બદલ તેના માતા-પિતાએ તેની હત્યા કરી છે.