દાંડિયા રમતા મોરારજી દેસાઈ તરીકે વાયરલ થયેલ વિડીયો અસ્સલમાં ગુજરાતનાં ઉદ્યોગપતિનો વીડિયો છે
બૂમે સત્ય અને તથ્ય શોધી કાઢવામાં આવ્યું કે, વિડિયોમાં ગરબે રમતા દ્રશ્યમાન થઈ રહેલા પુરુષો ગુજરાતનાં એક સમયના ઉદ્યોગપતિ સ્વર્ગીય શ્રી કુંવરજી લોડાયા અને તેમના ભાઈ મુળજીભાઈ લોડાયા છે.
Claim
એક વિડિયો જેમાં બે પુરુષો દાંડિયા રાસ રમતા નજરે પડે છે, જે એક પરંપરાગત ગુજરાતી શૈલીનું નૃત્ય સ્વરૂપ છે. આ વાયરલ થયેલા વિડીયોમાં ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી મોરારજીભાઈ દેસાઈને ગરબે રમતા રજુ કરવામાં આવી રહ્યાની વાત ખોટી છે જેને શેર કરવામાં આવી રહી છે. દેશભરમાં જ્યારે નવરાત્રિ અને દુર્ગા પૂજાના તહેવારોની ઉજવણી શરુ થઈ ગઈ છે, ત્યારે આ વાયરલ વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોને "1962ના સ્વર્ગસ્થ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગરબા રમતા"નાં કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
FactCheck
બૂમ દ્વારા આ વાયરલ થયેલા વિડીયોનું સત્ય અને તથ્ય શોધી કાઢવામાં આવ્યું છે, જેમાં ગરબે રમનારા પુરુષો સ્વર્ગસ્થ શ્રી કુંવરજી લોડાયા અને તેમના ભાઈ શ્રી મુળજીભાઈ લોડાયાને ઓળખી કાઢવામાં આવ્યા છે. લોડાયા બંધુઓ ગુજરાતનાં એક સમયનાં ઉદ્યોગપતિ છે. અમે જ્યારે 'મોરારજી દેસાઈ દાંડિયા વગાડતા' જેવા કીવર્ડ સાથે ઈન્ટરનેટ પર આ સંદર્ભેની શોધખોળ આરંભી ત્યારે અમને 22 ઑક્ટોબર, 2018 ના રોજ "દેશ-ગુજરાત" દ્વારા પ્રકાશિત કરવામાં એક અહેવાલ મળ્યો, જે અમદાવાદ સ્થિત ઈન્ટરનેટ પર ઓનલાઈન સમાચાર રિપોર્ટ કરનારી સંસ્થા છે જેમનાં દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાયરલ થયેલો વીડિયોમાં દ્રશ્યમાન વ્યક્તિ "સ્વ. કુંવરજી નરશી લોડાયા છે." જ્યારે તે જ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો હતો ત્યારે BOOM દ્વારા ઓક્ટોબર 2019માં આ વિડીયો સંદર્ભેની ખરાઈ કરવાનાં હેતુથી લોડાયા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમણે પુષ્ટિ કરી હતી કે તે વીડિયોમાં દ્રશ્યમાન વ્યક્તિ સ્વર્ગસ્થ શ્રી કુંવરજી લોડાયા જ છે. સ્વર્ગસ્થશ્રી કુંવરજીના પુત્ર ચંદ્રકાંત લોડાયાએ વીડિયોમાં તેના પિતાને ચશ્મા પહેરેલા અને નેહરુ ટોપી પહેરેલા વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા. આ વાયરલ થયેલા વિડીયોની ખરાઈ અર્થે બૂમ દ્વારા શ્રીમોરારજીભાઈ દેસાઈનાં પૌત્ર શ્રી મધુકેશ્વર દેસાઈ સાથે પણ વાત કરવામાં આવી હતી, તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ વિડીયોમાં દ્રશ્યમાન વ્યક્તિ તે તેમનાં પરદાદા ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી મોરારજીભાઈ દેસાઈ નથી.