ના, આ ફોટો કેરળના મંદિરના બાબિયા મગરનો નથી
BOOM ની તપાસથી બહાર આવ્યુ છે કે આ ફોટો નેશનલ જીઓગ્રાફિ ચેનલની ‘ટચિંગ ધ ડ્રેગન’ નામની ડોક્યુમેન્ટ્રીનો સ્ક્રિનશોટ છે અને તેમાં જે મગર દેખાય છે તેનુ નામ પોચો છે.
એક વ્યક્તિ મગરના મોઢા પર માથુ ટેકવી રહ્યો છે અને તે મગરનુ મોઢુ બંધ છે, ડોક્યુમેન્ટ્રીમાંથી ઉઠાવેલા આ સ્ક્રિનશોટને એવા ખોટા દાવા સાથે ફરતો કરાયો છે કે મગર કેરળના મંદિરનો પ્રસિધ્ધ મગર બાબિયા છે જેનુ મોત 9 ઓક્ટોબરે થયુ છે.
BOOM એ તપાસ કરતી તો જાણવા મળ્યુ કે નેશનલ જીઓગ્રાફિ ચેનલે 'ટચિંગ ધ ડ્રેગન' નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી જે પોચો નામના મગર અને કોસ્ટા રીકાના માછીમાર ગિલબર્ટો શેડનને દર્શાવાયા છે.
સમાચારના અહેવાલો મુજબ કેળરના કસરગોડ જિલ્લાના શ્રીઅનથપદ્મનભા સ્વામી મંદિરના મગર બાબિયાનુ નિધન 9 ઓક્ટોબરે થયુ હતું અને મૃતદેહ મંદિરના તળાવની દક્ષિણેથી મળી આવ્યો હતો. દાયકાઓથી મંદિરનુ તળાવ આ મગરનુ રહેઠાણ હતુ અને કહેવાય છે કે તેના કુદરતી ખોરાકની વિરૂધ્ધ મગરને માત્ર શાકાહારી ખોરાક અને મંદિરમાં પધરાવતા પ્રસાદ જ ખવડાવવામાં આવતો હતો.
કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષા મંત્રી શોભા કરંડલાજેએ વાયરલ થયેલો ફોટો ટવીટ કરી તેને બાબિયા હોવાનો દાવો કરાયો હતો.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
ઇકોનોમિક ટાઇમ્સ અને ઇટીવી ભરત કન્નડ સહિતના સમાચાર આઉટલેટ્સે શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરમાં રહેતા મગરના મૃત્યુ વિશે અહેવાલ આપતી વખતે સમાન વાયરલ ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો હતો.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
ફેક્ટ ચેક
BOOM દ્વારા રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરાયો હતો જેમાં ScoopWhoop દ્વારા 2 ઓગસ્ટ 2017ના પ્રસિધ્ધ કરેલો અહેવાલ મળ્યો હતો. આ અહેવાલમાં પણ ઉપરોક્ત સ્ક્રિનશોટ ઉપયોગમાં લેવાયો હતો અને તેમાં મગર પોચો અને તેની સાથે જે વ્યક્તિ છે તે ગિલબર્ટો ઉર્ફે ચિટો શેડન હોવાનુ નોંધાયુ હતું.
ફક્ત આટલો જ સંકેત મળતા યુટ્યુબ પર આ નામ સર્ચ કરાયા હતા અને ત્યાંથી ડોક્યુમેન્ટ્રી શોધી હતી અને ડોક્યુમેન્ટ્રીમાં 20:50 મિનિટ સમયે જ ઉપરોક્ત દ્રશ્ય જોવા મળે છે.
વાયરલ ફોટો અને ડોક્યુમેન્ટ્રીના વિડીયો વચ્ચેની સરખામણી નીચે જોઈ શકાય છે.
ડોક્યુમેન્ટ્રી વિશે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં અપાયેલી વિગતો મુજબ આ વ્યક્તિને 'ક્રોકોડાઈલ મેન' તરીકે ઓળખવામાં આવે છે. કોસ્ટા રીકોનો પ્રાણી પ્રેમી ચિટો વિશાળ મગર પોચો સાથે તરે છે, રમે છે, અને તેને ખોરાક પણ આપે છે. વિશ્વમાં આવી મિત્રતા ક્યાંય જોવા મળતી નથી.
અમે એ પણ નોંધ્યુ કે વિડીયોમાં ડાબી બાજુ સૌથી ઉપર નેશનલ જીઓગ્રાફિકનો લોગો પણ છે. આ અંગે 'નેશનલ જીઓગ્રાફિક પોચો ફિશરમેન' સર્ચ કરતા આઈએમડીબી પેજ પર પહોંચ્યા જ્યાં ફરી આ જ મગર અને વ્યક્તિના પોસ્ટર સાથે 'ટચિંગ ધ ડ્રેગન' નામની ડોક્યુમેન્ટ્રી દર્શાવાઈ છે.
આ ડોક્યુમેન્ટ્રીની વિગતો પેજ પર જોતા તે 2013માં રીલીઝ થયાનુ નોંધાયેલુ છે અને તેમાં રોજર હોરોક્સ, પોચો અને ગિલબર્ટો શેડન દર્શાવાય છે.
વધુ તપાસ કરતા રૂટર્સનો એક આર્ટિકલ જોવા મળ્યો હતો કે જે 7 ફેબ્રુઆરી 2007ના લખાયેલો હતો. આ અહેવાલે પોચો અને શેડન વચ્ચેની મિત્રતા પર પ્રકાશ નાખ્યો હતો. અહેવાલ મુજબ શેડન ત્યારે 50 વર્ષનો હતો અને મગર કે જે સૌથી જોખમી પ્રાણી ગણાય છે તેની સાથે પોતાનુ ગજબનુ જોડાણ દર્શાવતો જોવા મળ્યો હતો. અહેવાલ જણાવે છે કે શેડનને માથામાં ગંભીર ઈજા સાથે આ મગર 17 વર્ષ પહેલા મળ્યો હતો. તે મગર ઘરે લઈ આવ્યો અને સાજો ન થાય ત્યાં સુધી સારવાર કરી હતી. જ્યારે મગરને ફરી સરોવરમાં છોડવામાં આવ્યો તો તે ફરી શેડનના ઘરે પહોંચી ગયો હતો તે બંને વચ્ચેની લાગણીનુ જોડાણ દર્શાવે છે.
સીબીએસ ન્યુઝના એક બુલેટિનમાં જણાવ્યુ છે કે કોસ્ટા રીકાનો આ પોચો મગરનું ઓક્ટોબર 2011માં મોત થયુ હતુ અને અનેક લોકો 15 ફૂટ વિશાળ મગરને વિદાય આપવા એકઠા થયા હતા.
શુ બાબિયા ખરેખર શાકાહારી હતો?
ઘણા અહેવાલો દાવો કરે છે કે બાબિયા મગર શાકાહારી હોવાને કારણે પ્રસિધ્ધ હતો અને ફક્ત મંદિરના ચઢાવા જ ખાતો હતો.
જો કે, સોશિયલ મિડીયાના ઘણા યુઝર્સે આ દાવા સામે પ્રશ્ન કર્યા હતા અને બાદમાં 1997નો એક વિડીયો ધરાવતા ફેસબુક પોસ્ટનો ઉલ્લેખ કરાયો હતો. આ પોસ્ટ 1997ની ડોક્યુમેન્ટ્રીમાંથી લેવાયો હતો જેમાં બાબિયાને જીવિત મુરઘી ખાવા માટે અપાતી હોય તેવુ દર્શાવ્યુ હતું. BOOM મંદિર સુધી પહોંચ્યુ હતુ અને દાવા વિશે પૂછ્યુ હતુ તો મંદિરના સત્તાધીશો પૈકી એક વ્યક્તિએ જણાવ્યુ હતુ કે મગરને પહેલા મરઘી અપાતી હતી અને 1998થી તે પણ બંધ કરી દેવાયુ હતું.
જો કે, સોશિયલ મિડીયાના ઘણા યુઝર્સે આ દાવા સામે પ્રશ્ન કર્યા હતા અને બાદમાં 1997નો એક વિડીયો ધરાવતા ફેસબુક પોસ્ટનો ઉલ્લેખ કરાયો હતો. આ પોસ્ટ 1997ની ડોક્યુમેન્ટ્રીમાંથી લેવાયો હતો જેમાં બાબિયાને જીવિત મુરઘી ખાવા માટે અપાતી હોય તેવુ દર્શાવ્યુ હતું. BOOM ના પૂછવા પાર મંદિરના સત્તાધીશો પૈકી એક વ્યક્તિએ જણાવ્યુ હતુ કે મગરને પહેલા મરઘી અપાતી હતી અને 1998થી તે પણ બંધ કરી દેવાયુ હતું.