કેસરી રંગના જેલના કપડા પહેરેલા શાહરૂખ ખાનના ડોન 2ના સીનને પઠાનનો ગણાવી વાયરલ કરાયો
BOOM એ શોધી કાઢ્યુ કે આ સીન મલેશિયામાં શૂટ કરાયો હતો અને તે દેશની જેલની સ્થિતિ વિશે વર્ણવામાં આવ્યુ હતું.
શાહરૂખ ખાનની ડોન 2 મુવીના એક સીનને ખોટા દાવા કરીને વાયરલ કરાયો છે કે આ સીન તેની આગામી ફિલ્મ પઠાનનો છે જેમાં તેણે જેલના કપડા પણ કેસરી પહેરેલા છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ સીન મલેશિયામાં શૂટ કરાયો હતો અને તે દેશની જેલની સ્થિતિ વિશે વર્ણવામાં આવ્યુ હતું.
શાહરૂખની આગામી ફિલ્મ પઠાણે રીલીઝ થતા પહેલા જ ઘણા વિવાદ છેડ્યા છે. તેના એક ગીતમાં દિપીકા પાદુકોણ કેસરી રંગની બિકીની પહેરેલી દેખાય છે અને ઘણા જમણેણી વિચારધારા ધરાવનારાઓએ ઈન્ટરનેટમાં આ સીનને હિંદુ ધર્મની લાગણી દુભાતી હોવાનુ ગણાવી દીધુ છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ સીન મામલે વાંધો ઉઠાવીને નિર્માતાઓને સીન બદલવા માટે ચેતવણી પણ આપી દીધી છે.
ફોટોમાં જે હિંદીમાં લખ્યુ છે તે મુજબ, 'વાહ બોલિવુડનુ ખોટુ ચિત્રણ, લાલસિંહ ચઠ્ઠામાં પાગલોની ભરતી સેનામાં કરવી અને પઠાણમાં જેલના કેદીઓની ડ્રેસ ભગવા રંગનો… વાહ.. કોઇ આ લોકોથી પ્રશ્ન પણ નથી કરતા કે ક્યા આધારે જેલમાં સફેદને બદલે ભગવા રંગ છે અને ભારતીય સેનામાં મંદબુધ્ધિની ભરતી થવા લાગી છે. '
(હિંદીમાં ઓરીજીનલ લખાણ : वाह बोलीबुड की फर्जी चित्रण लाल सिंह चड्डा में पागलों की भर्ती सेना में और पठान में जेल के कैदियों की ड्रेस भगवा रंग की....वाह ..कोई इनसे सवाल भी नही करता फर्जी तथ्यों पर किस जेल में सफेद की जगह भगवा होता हे भारतीय सेना में कब मंद बुद्धि भर्ती होने लगे)
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
પોસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
બૂમે શોધી કાઢ્યુ કે વાયરલ થઈ રહેલો આ ફોટો શાહરૂખની બીજી એક ફિલ્મ ડોન-2નો છે જે 2011માં રીલીઝ થઈ હતી.
આ મામલે વધુ સર્ચ કરતા એક્સેલ મુવીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 12 ફેબ્રુઆરી 2021ના અપલોડ કરેલો ડોન-2 મુવીનો વિડીયો જોવા મળ્યો હતો.
આ વિડીયોમાં 2:28 મિનિટે વાયરલ થયેલા ફોટોનો જ સીન દેખાય છે. ડોન-2 મુવીનો ઓરીજીનલ વિડીયો અને વાયરલ તસવીરની સરખામણી નીચે જોઈ શકાય છે.
મુવી અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 'ડોન(શાહરૂખ ખાન) મલેશિયામાં દ્રષ્ટિપાત થાય છે અને તે એટલે જ ધરપકડ લે છે જેથી તે વર્ધાન(બમન ઈરાની)ને જેલની બહાર કાઢી શકે. વર્ધાન પાસે એક વિડીયો ફૂટેજની ચાવી છે જેનો ઉપયોગ તેણે બેંકના વાઈસ પ્રેસિડેન્ટ(અલી ખાન)ને બ્લેકમેલ કરવા કરી રહ્યો છે અને જર્મન બેંકની સિક્યોરીટી સિસ્ટમમાં ઘુસવાની માગ કરે છે. તેનો માસ્ટર પ્લાન જૂનવાણી છે જેમાં તે નોટ છાપવાની પ્લેટ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આ માહિતી મળતા અમે ડોન-2ના શૂટિંગ વખતેના અહેવાલ શોધ્યા જેમાં ન્યુઝ18ના ડિસેમ્બર 16 2011ના અહેવાલમાં શાહરૂખનો ઇન્ટવ્યુ છે જેમાં કલાકાર મલેશિયાની જેલમાં શૂટિંગ અંગે પોતાના અનુભવ જણાવે છે.
અહેવાલમાં શાહરૂખ ખાન જણાવે છે કે, મલેશિયામાં ગુનેગારો માટે સૌથી એડવાન્સ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પણ એકવખત તે જેલમાં ઘુસ્યો એટલે તેની આઝાદી પૂરી થઈ જાય છે. અમે પણ તેનો અનુભવ કર્યો કારણ કે શૂટિંગ વખતે પણ સુરક્ષા વ્યવસ્થા એકદમ સજ્જડ હતી.
ત્યારબાદ અમે મલેશિયાની જેલના કેદીઓના ફોટા જોયા અને તેમાં જોવા મળ્યુ કે કેદીઓ એક જ પ્રકારની યુનિફોર્મ પહેરે છે. તેનો એક ફોટો અહિં જોઈ શકાય છે.