શું શાહરૂખ ખાને આમ આદમી પાર્ટીનું કર્યું સમર્થન? વાયરલ વીડિયો એડિટેડ છે
BOOM ટિમને જાણવા મળ્યું કે વાયરલ વિડિઓ, અસંબંધિત શાહરુખ ખાનના કમર્શિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે એક્ટરે ગોદરેજ મેજિક બોડી વોશ માટે કરી હતી.
આમ આદમી પાર્ટી (AAP) ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તેમજ 'આપ' તરફી અનેક ફેસબુક એકાઉન્ટ્સે એક ડોક્ટરેડ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક દર્શક એવું માની લે છે કે એક્ટર શાહરૂખ ખાન અરવિંદ-કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીને સમર્થન આપતી રાજકીય જાહેરાતમાં દેખાયો છે.
આ વિડિયો, જે અસંબંધિત દ્રશ્યોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે, તેને કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો, " કિંગ ઓફ બોલિવૂડના મીટ ધ કિંગ ઓફ ગવર્નન્સ".
આ વાયરલ વીડિયોમાં, શાહરૂખ ખાનજે સફેદ બાથરોબ પહેરેલો દેખાય છે, તે કહેતો જોઇ શકાય છે, "શું તમે જાદુમાં વિશ્વાસ કરો છો?", જેના પગલે વીડિયોમાં હોસ્પિટલો અને શાળાઓના વિઝ્યુઅલ્સ બતાવવામાં આવ્યા છે અને જે રાજ્યોમાં 'આપ' સત્તામાં છે ત્યાં 'ઝીરો બિલ' નીતિઓ સંબંધિત યોજનાઓની જાહેરાત કરે છે.
BOOM ટિમને જાણવા મળ્યું હતું કે, શાહરુખ ખાનનો વીડિયો એક અસંબંધિત કમર્શિયલમાંથી લેવામાં આવ્યો છે, જેએક્ટરે આમ આદમી પાર્ટી નહીં પણ બ્યુટી પ્રોડક્ટને સમર્થન આપતા જોઇ શકાય છે.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
આ વીડિયો આપના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
ફેક્ટ ચેક
BOOM એ યુટ્યુબ પર "ડુ યુ બીલીવ ઇન મેજિક શાહરૂખ ખાન" માટે કીવર્ડ સર્ચ ચલાવ્યું હતું અને ગોદરેજ મેજિક - બોડી વોશ પ્રોડક્ટ - માટે જાહેરાત તરીકે બનાવેલ યુટ્યુબ શોર્ટ્સ વીડિયો મળી આવ્યો હતો.
એક સંકેત લેતા, અમને ગોદરેજ મેજિકની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેના લોગો સાથેનો તે જ વીડિયો મળ્યો, જે 7 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "તમને શું લાગે છે કે શાહરૂખ ખાન શું ઇશારો કરી રહ્યો છે? જાણવા માટે જોડાયેલા રહો. ટૂંક સમયમાં જ કશુંક જાદુઈ બનવાનું છે!"
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
ત્યારબાદ અમે ખાનને દર્શાવતી અન્ય ગોદરેજ મેજિક જાહેરાતો શોધી અને બીજો એક વીડિયો મળ્યો જેમાં અભિનેતા 8 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરેલા બોડી વોશ પ્રોડક્ટને પ્રમોટ કરતા જોઇ શકાય છે.
આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, "કોણે વિચાર્યું હશે કે એક નાનો સેશે બોડીવોશની સંપૂર્ણ બોટલ બનાવી શકે છે? આપણે કરી દીધું! ગોદરેજ મેજિક બોડી વોશનો પરિચય - ભારતનો પહેલો રેડી-ટુ-મિક્સ બોડીવોશ જે શાહરૂખ ખાનને મંજૂર છે! હવે તેને જ આપણે જાદુ કહીએ છીએ".
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.