મંજૂરી વગર અમિતાભ બચ્ચનનો ફોટો, અવાજ કે નામનો ઉપયોગ કરી શકાશે નહિ : દિલ્હી હાઈકોર્ટ
બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચને પોતાના નામ, અવાજ, ફોટા અને વ્યક્તિત્વ પર કોર્મશિયલ કાબુ અને હક મેળવવા માટે કરી અરજી
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ઓળખને બિનસત્તાવાર રીતે ઉપયોગ કરતા શખસો સામે દિલ્હી હાઈકોર્ટે મધ્યવર્તી ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યુ કે એમાં કોઇ બે મત નથી કે બચ્ચન એ જાણીતી વ્યક્તિ છે અને અનેક જાહેરાતોમાં તેને રજુ કરાય છે.
જસ્ટીન નવીન ચાવલાએ જણાવ્યુ હતુ કે, બચ્ચનને એ વાતની પીડા છે કે લોકો તેના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ તેની મંજૂરી વગર જ પોતાની સેવા કે ઉત્પાદ વેચવા માટે કરી રહ્યા છે, પ્રાથમિક દ્રષ્ટિએ જ આ કેસ બને છે અને તે પણ બચ્ચન તેમની તરફે છે.
દિલ્હી હાઈકોર્ટે એ વાતની નોંધ લીધી કે બચ્ચનને ઘણુ નુકશાન થઈ રહ્યુ છે જો આ મામલે જો રોક ન લગાવી હોત તો તેના નામના ઉપયોગથી તેની જ છબીને નુકશાન થઈ શક્યુ હોત.
બચ્ચને પોતાના નામ, ઈમેજ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ બિનસત્તાવાર રીતે થતા નાણાકીય ઉપયોગ અટકાવવા માટે દાવો દાખલ કર્યો હતો. પીઢ અભિનેતા આ દાવા સાથે પોતાના વ્યક્તિ વિશેષ હકોના આધારે તેની ઓળખને લઈને નાણાકીય કાબુ મેળવવા ઈચ્છે છે.
લક્કી ડ્રો, ખોટા વોઈસ કોલ, ટી-શર્ટ અને પોસ્ટર, અમિતાભ બચ્ચનની ઓળખનો ગેરકાયદે ઉપયોગ
સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યુ હતે કે, લક્કી ડ્રો, ખોટા વોઈસ કોલ, ટી-શર્ટ અને પોસ્ટરની સંખ્યા વધતા અભિનેતા બચ્ચન પોતાની ઈમેજ બચાવવા માટે મજબૂર થયા હતા.
સાલ્વેએ જણાવ્યુ કે ઓક્ટોબર મહિનામાં બચ્ચનને એક કંપનીની જાણ થઈ હતી 'ઓલ ઈન્ડિયા સિમ કાર્ડ વોટસએપ લકી ડ્રો' કે જેમાં તેના ફોટાનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે કરાયો હતો. આ સંસ્થાએ કોન બનેગા કરોડ પતિ શોના લોગો નકલ કરી હતી અને બધે જ જગ્યાએ બચ્ચનનો ફોટો લગાવી તેમાં લખ્યુ હતુ કે કઈ રીતે લોટરી વિજેતા બનવુ.
'અમને એવી પણ ફરીયાદ મળી હતી કે આ લોટરી જ છેતરપિંડી છે. અમુક શખસો પૈસા ભેગા કરી રહ્યા છે પણ કોઇ જીતતુ નથી. ' સાલ્વેએ વધુ ઉમેર્યુ હતુ કે, 'હુ તો ફક્ત જે ચાલી રહ્યુ છે તેની આછી ઝાંખી જ કહી રહ્યુ છે.' આ કહીને તેણે એવા લોકો સામે ઈશારો કર્યો કે જે બચ્ચનના ફોટા સાથે ટી-શર્ટ બનાવી રહ્યા છે અનેન અન્ય લોકો કે જે તેના નામ અને ફોટા સાથે પોસ્ટર બનાવી રહ્યા છે.
સાલ્વેએ કહ્યુ કે, પછી આવે છે કે 'અમિતાભ બચ્ચન વોઇસ કોલ' જેમાં અભિનેતાનો ફોટો લગાવાયેલો હતો અને અને તમે જ્યારે ફોન કરો એટલે એ ફોટો દેખાય છે અને અમિતાભને ભળતા ખોટા અવાજમાં અજાણી વ્યક્તિ બોલતી હોય છે.
સાલ્વેએ હાઈકોર્ટને કહ્યુ કે, 'અમુક લોકોએ તો વેબસાઈટમાં amitabhbachchan.com ડોમેઈન પર રજીસ્ટર કરી નાખ્યુ છે એટલે જ અમે અહિં સુધી આવ્યા છીએ'
આ દાવાથી અમિતાભ બચ્ચને તેની ઓળખ, તેના નામ, અવાજ, તેનાથી ભળતા લોકો અને અન્ય બાબતો પર કોર્મશિયલ કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે એવા પ્રતિબંધો માંગ્યા છે કે બુક પબ્લિશર, પ્રિન્ટર અને અન્ય વેપાર-ધંધામાં પણ તેની મંજૂરી વગર તેના ફોટા કે ઈમેજનો ઉપયોગ કરી શકાય નહિં.