HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
એકસપ્લેનર

ગુજરાતના આપના (AAP) મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી કોણ છે?

આપના (AAP) વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હોવો જોઇએ તે અંગે પાર્ટીના સર્વેમાં ઇસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા હતા.

By - BOOM Team | 7 Nov 2022 12:11 PM IST

આમ આદમી પાર્ટી (આપ) એ શુક્રવારે ઇસુદાન ગઢવીને આગામી 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

AAP ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ગઢવીને પક્ષના સર્વેમાં 73 ટકા મત મળ્યા છે કે તેના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ.

ઈસુદાન ગઢવીએ આ જાહેરાત બાદ ભાવુક પ્રવચનમાં કહ્યું હતું કે, "ભગવાને મને બધું જ આપ્યું છે. હવે હું ભગવાનના આશીર્વાદ માગું છું જેથી હું ગુજરાતની જનતાના દુ:ખને હળવું કરી શકું."

કોણ છે ઈસુદાન ગઢવી?

ઈસુદાન ગઢવી પૂર્વ પત્રકાર અને ટીવી એન્કર છે. ગઢવી વીટીવી ગુજરાતી માટે કામ કરતા હતા અને મહામંથન નામનો પ્રાઇમ ટાઇમ શો હોસ્ટ કરતા હતા.

એનડીટીવીના રિપોર્ટ અનુસાર, ગઢવીએ દૂરદર્શન સાથે કામ કર્યું હતું, જે પત્રકાર તરીકેની તેમની પ્રથમ નોકરી હતી, અને ઇટીવી ગુજરાત સાથે પણ કામ કર્યું હતું. તેઓ 2015માં VTVમાં જોડાયા હતા.

ઈસુદાન ગઢવી પક્ષના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી છે. તેઓ 2021માં આપમાં જોડાયા હતા.

સીએમ ચહેરાની જાહેરાત થયા બાદ કાર્યક્રમમાં બોલતા ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોના પરિવારમાંથી આવે છે. તેઓ ગુજરાતના દ્વારકા જિલ્લાના પીપળીયા ગામના વતની છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું, તેઓ રાજકારણમાં જોડાયા, કારણ કે એક પત્રકાર તરીકે તેઓ અમુક મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી શકતા હતા, પરંતુ વાસ્તવિક તફાવત પાડવા માટે તેમણે "સિસ્ટમમાં" હોવું જરૂરી હતું.

ગઢવીએ જણાવ્યું હતું કે, "રાજકારણ એ મારો શોખ નથી, પરંતુ મારી મજબૂરી છે, તેથી જ હું રાજકારણમાં જોડાયો છું."

તેમણે કહ્યું હતું કે, "હું રાજકારણમાં રાજકારણને કારણે નહીં, પરંતુ ગુજરાતની જનતા માટે આવ્યો છું."

એનડીટીવીના જણાવ્યા અનુસાર ગુજરાતના ડાંગ અને કપરાડામાં ગેરકાયદેસર વનનાબૂદીના 150 કરોડ રૂપિયાના કૌભાંડના ગઢવીના રિપોર્ટેને કારણે તેમને ઓળખ મળી હતી.

જ્યારે ગઢવી 2021 માં આપમાં જોડાયા હતા, ત્યારે કેજરીવાલે તેને "વિશાળ બલિદાન" ગણાવ્યું હતું. હિન્દુસ્તાન ટાઇમ્સે કેજરીવાલના હવાલાથી લખ્યું હતું કે, "ગઢવીએ 'આપ' માટે પ્લમ કારકિર્દી છોડી દીધી છે... તમે સિસ્ટમની બહારથી પરિવર્તન લાવી શકો છો, પરંતુ આની એક મર્યાદા છે. તેથી, ગઢવીએ સિસ્ટમમાં જોડાવાનું અને ગંદકી સાફ કરવાનું નક્કી કર્યું."


Tags:

Related Stories