પત્રકાર આશિષ મિશ્રા પોતાના પિતાની અંતિમવિધી કરતા હોય તેવો ફોટો સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ રહ્યો છે પણ તેમાં એવો ખોટો દાવો કરાયો છે કે આ ફોટો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશનો છે અને તે પિતા મુલાયમ સિંઘની ચિતાને આગ લઈ રહ્યા છે કે જે ઓક્ટોબર 10 2022માં અવસાન પામ્યા હતા.
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને વરીષ્ઠ રાજકીય નેતા 82 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. તેઓ ઓગસ્ટ માસથી જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની અંતિમ ક્રિયા ઉત્તરપ્રદેશના સૈફઈમાં 11 ઓક્ટોબર 2022ના પૂરા રાજકીય સન્માન સાથે કરાઈ હતી.
જે ફોટો શેર કરાયો છે તેના કેપ્શનમાં 'જીવનની સૌથી પીડાદાયક પળ'
(હિન્દી - जीवन का असीम पीड़ादायक पल #netaji #AkhileshYadav)
આ જ ફોટો ફેસબુક પર ખોટા દાવાઓ સાથે શેર કરાઈ રહ્યો છે.
ફેક્ટ ચેક
BOOM એ શોધ્યુ કે આ ફોટો પોતાના પિતાની અંત્યેષ્ઠી કરતા પત્રકાર આશિષ મિશ્રાનો છે તેમના પિતાનું 10 ઓક્ટોબર 2022ના અવસાન થયુ હતુ અને તે જ દિવસે મુલાયમ સિંઘનુ પણ અવસાન થયુ હતું.
રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરાતા આ ફોટો આશિષ મિશ્રાની 11 ઓક્ટોબર 2022ની ફેસબૂક પોસ્ટ મળી હતી જેમાં તેમણે ચિતાને અગ્નિદાહ આપતા દેખાય છે અને તેમને ફોટો પર 'જીવનની સૌથી દુ:ખી પળ' લખ્યુ છે.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
મિશ્રાએ 10 ઓક્ટોબરે પોસ્ટ મૂકી હતી કે તેના પિતા વિર વિક્રમ બહાદુરનુ અવસાન થયુ છે અને તેમની અંતિમવિધી ઉત્તરપ્રદેશના લખનઉમાં કરવામાં આવશે.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
પત્રકાર ભદોહી વાલાએ પણ આ ફોટો ટવીટ કરી ઉલ્લેખ કર્યો હતો કે પત્રકાર આશિષ મિશ્રા અને તેના પિતાનો ફોટો છે, અખિલેશ યાદવનો નથી.
સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટવીટર અકાઉન્ટમાં મુલાયમ સિંઘ યાદવની અંતિમવિધીના ઘણા ફોટો શેર કરાયા છે જમાં અખિલેશ યાદવ પોતાના પિતાની અંત્યેષ્ઠી કરતા હોય તે પૈકીનો એક ફોટો નીચે જોઈ શકાય છે.
અખિલેશ યાદવે પિતાને મુખાગ્નિ આપ્યા બાદ એક લાગણીસભર ટવીટ સ્થળના ફોટો સાથે કર્યુ હતું.