HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
ફેક્ટ ચેક

ઝીરો કોવિડ પોલીસીની સામે વિરોધ વંટોળે ચાઈનાને હચમચાવ્યુ

સામ્યવાદી શાહીનો ઈતિહાસ ધરાવતા ચાઈનામાં કોઇએ ન ધાર્યા હોય તેવા વિરોધ પ્રદર્શનોનો નવો વંટોળ જોવા મળી રહ્યો છે.

By - Archis Chowdhury | 1 Dec 2022 4:58 PM IST

ચાઈનાની સરકારની ઝીરો કોવિડ પોલીસીની સામે વિરોધ કરવા માટે ગત સપ્તાહે ચાઈનાના મોટા શહેરો જેવા કે બેજિંગ અને શાંઘાઈમાં સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ લોકડાઉન હટાવવા માટે માંગ કરી હતી જ્યારે અન્ય પ્રદર્શનકારીઓએ વાણી સ્વાંતત્ર્યની માગ કરી તેમજ દેશના નેતા શી જિનપિંગને પણ હટાવવાની માગ કરી હતી.

ચાઈનાનામાં થોડા કેસ આવે તો પણ લોકડાઉનના આકરા નિયમો અમલી બનાવી દેવાયા છે, ખાદ્ય પદાર્થ વેચતા સિવાયના ધંધા વ્યવસાયોને નવા કેસ ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ છે. કોવિડના આ આકરા પ્રતિબંધોને ઝીરો કોવિડ પોલીસી નામ અપાયુ છે તેને કારણે ચાઈનામાં વસ્તીની દ્રષ્ટિએ અત્યાર સુધીના સૌથી ઓછા કેસ અને મોત નોંધાયા છે, પરંતુ ભૂતકાળમાં ઘણી વખત ચીની નાગરિકોના ગુસ્સાને ખેંચી ચુક્યા છે.

હાલ ચાઈનામાં કોવિડના કેસમાં ઉછાળો આવ્યો છે અને ત્યારે જ વિરોધ પ્રદર્શનો પણ વિવિધ શહેરોમાંથી થઈ પશ્ચિમમાંથી પૂર્વ સુધી અકલ્પનીય ઝડપે વધી રહ્યા છે. વળતા ઘા તરીકે ચાઈનાના સત્તાવાહકોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરવાનુ ચાલુ કર્યુ છે અને અટકાયત પણ કરી છે. આ મામલે રીપોર્ટિંગ કરી રહેલા બીબીસીના પત્રકાર પર પણ હુમલો કરાયો છે.

ચાઇનાની ઝીરો કોવિડ તકલીફો

ગત ગુરૂવારે પશ્ચિમ ચાઈના પ્રાંત શિન્જિયાંગના પાટનગર ઉરુમુકીના એક એપાર્ટમેન્ટમાં અચાનક આગ ભભૂકી હતી જેમાં 10ના મોત થયા હતા અને 9ને ઈજા થઈ હતી. 40 લાખ લોકોની વસ્તી ધરાવતા આ શહેરે સૌથી લાંબો લોકડાઉનનો કાળ જોયો છે અમુક લોકડાઉન 100 દિવસ સુધી ચાલ્યા છે.

આગની ઘટના બાદ તેને લગતા વિડીયો સોશિયલ મિડીયા પર ઘણા વાયરલ થયા હતા. નેટિઝને એવો અંદાઝ લગાવ્યો હતો કે લોકડાઉનના આકરા નિયમોને કારણે એપાર્ટમેન્ટના રહેવાસીઓ બહાર આવતા અટકાવી દેવાયા હતા આ કારણે ફાયરબ્રિગેડને કામ કરવામાં અને રેસ્ક્યુ કરવામાં સમસ્યા સર્જાઈ હતી. બીજા દિવસે ઉરૂમુકીમાં વિરોધ શરૂ થયો હતો. ઘણા રહેવાસીઓ ઘરની બહાર આવ્યા હતા અને સરકારી ઈમારતોને ઘેરીને લોકડાઉનનો અંત કરવાની માગ કરી હતી.

ઉરૂમુકીની આગની ઘટનાએ વિરોધમાં આગ ચાંપવાનુ કામ કર્યુ હતુ પણ ચાઈનાની શહેરો અને ગલીઓમાં અસંતોષ ઘણા સમયથી ભભૂકી રહ્યો હતો અને ઝીરો કોવિડ પોલીસીની આવી ઘટનાઓને કારણે તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

સપ્ટેમ્બર મહીનામાં કોવિડ ક્વોરન્ટીન ફેસેલિટીના રહેવાસીઓને લઈને જતી બસને અકસ્માત નડ્યો હતો જેમાં 27લોકોના મોત થયા હતા. આ ઘટના ગીઝો પ્રાંતમાં બની હતી જ્યાં અનત્યાર સુધીમાં કોરોનાને કારણે માત્ર 2 મોત નોંધાયા છે. આ કારણે ચાઈનીઝ નેટિઝનમાં રોષ ભભૂક્યો હતો અને સતત સર્વેલન્સમાં રહેલા સોશિયલ મિડીયામાં પણ તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરવામાં બાકી રાખ્યુ ન હતું.

ગત સપ્તાશે ઝેન્ગઝુ શહેરમાં પ્રદર્શન શરૂ થયા હતા, આ શહેરમાં વિશ્વની સૌથી મોટી આઈફોન ફેક્ટરી છે, ફેક્ટરીના કામદારોએ ફરીયાદ કરી હતી કે ક્વોરન્ટીનના સમય દરમિયાન કામ કરવા પણ તેમને બોનસ અપાશે તેવી વાત કરાઇ હતી પણ રકમ મળી નથી. બીજી તરફ ઘણા એવા લોકો છે જે ક્વોરન્ટીનમાં વગર ભોજને પરેશાન થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનના થોડા જ સમય બાદ હેઝમેટ સૂટ પહેરેલા લોકો અને પોલીસ સામે કામદારોના ઘર્ષણ થવાના વિડીયો વાયરલ થઈ ગયા હતા.

ફેલાતો વિરોધ વંટોળ અને તેની સામે અટકાયતો

અત્યાર સુધી વિરોધ પ્રદર્શન અમુક વિસ્તાર પૂરતા જ મર્યાદિત હતા પણ ઉરૂમુકીની ઘટના બાદ વિરોધ દેશના ખુણે ખુણે થઈ રહ્યો છે.

સીએનએનના અહેવાલ અનુસાર દેશના મોટા શહેરો જેવા કે બેઈજિંગ, વુહાન, શાંઘાઈ સહિતના 15 શહેરોમાં અત્યાર સુધીમાં 20થી વધુ પ્રદર્શનો થઈ ચૂક્યાનું નોંધાયુ છે.

ઉરૂમુકીની આગની ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલી આપવા માટે ઉરૂમૂકી રોડ પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. વિડીયોમાં દેખાય છે કે કેટલાક લોકો કે જે રોડ પર પુષ્પો લઈને ઉભા છે અને ચાલી રહ્યા છે તેમની પોલીસ અટકાયત કરી રહી છે.

એક તરફ જ્યારે મોટાભાગના પ્રદર્શનકારીઓ ઝીરો કોવિડ પોલીસીમાં અટવાયેલા છે અને તેને હટાવવાની માગ કરી રહ્યા છે જ્યારે અમુક પ્રદર્શનકારીઓ ખાસ કરીને શાંઘાઈમાં તો ચાઈનાના વડા શી જિનપિંગને જ પદ છોડવાની માગ થઈ હોવાના અહેવાલ ન્યુયોર્ક ટાઇમ્સમાંથી મળ્યા છે. અહેવાલ મુજબ ઘણા પ્રદર્શનકારીઓ એ મુંઝવણમાં હતા કે કેન્ડલમાર્ચ કાઢવામાં આવી છે કે ઉરૂમુકીના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે છે કે પછી સત્તાધિશોનો વિરોધ નોંધાવવા માટે કાઢવામાં આવી છે.

BBCના શાંઘાઈના પ્રતિનિધી એડવર્ડ લોરેન્સ આ વિરોધ પ્રદર્શનોનુ રીપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે શનિવારે તેમના પણ શાંઘાઈ પોલીસે હુમલો કર્યો હતો અને અટકાયત કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પણ ખુબ વાયરલ થયો હતો.

BBCએ આ અંગે ખાસ નિવેદન જાહેર કર્યુ હતુ અને ઘટનાની ભારે નિંદા કરી હતી. તેમણે અવુ પણ કહ્યુ હતુ કે ચાઈનાની સરકારે પોતાની જાતને બચાવવા માટે એવી વાત કહી હતી કે લોરેન્સને કોવિડના ઈન્ફેક્શનથી બચાવવા માટે અને તેની ભલાઈ માટે અટકાયત કરાઈ હતી.

લોરેન્સે બાદમાં એ પણ ટ્વીટ કર્યુ કે ચાઈનાના સત્તાધિશો શાંઘાઈમાં લોકો સુધી પહોંચીને સોશિયલ મિડીયા પરથી પ્રદર્શનના વિડીયો અને ફોટો ડિલીટ કરવા માટે દબાણ કરી રહ્યા છે.

ડીડબલ્યુના ઈસ્ટ એશિયાના પ્રતિનિધી વિલિયમ યાંગે અહેવાલ ટ્વીટ કર્યો છે કે શાંઘાઈમાં પોલીસ લોકોને અટકાવીને તેમના ફોન હાથમાં લઈ અલગ અલગ એપ્લીકેશન જેવી કે ટેલિગ્રામ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટરની તપાસ કરી છે અને ખરાઈ કરે છે કે તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની કોઇ વિગતો તેમાંથી વિશ્વના અન્ય દેશો સુધી પહોંચાઈ છે કે નહિં.

ચાઈનાના સત્તાધીશો વિરોધ દબાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે અને જે જે પ્રદર્શન કરી રહ્યા છે તેમની અટકાયત ચાલી રહી છે માત્ર એટલુ જ નહિ સોશિયલ મિડીયા પર પણ વોચ રાખવામાં આવી છે આમ છતાં હજુ પણ ચાઈનાના ઘણા શહેરોમાં સ્થિતિ તંગદિલી ભરી જ છે.

BOOM એ ચાઈના સ્થિત ઘણા વિદેશી સંવાદદાતાઓ અને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓનો સંપર્ક કર્યો છે અને જેમ જેમ વિગતો આવતી જશે તેમ તેમ આ અહેવાલમાં ઉમેરો આવતો જશે.



Tags:

Related Stories