સોશિયલ મિડીયામાં સિમ્યુલેશનના આ વિડીયોને એવા ખોટા દાવા સાથે શેર કરાયો કે ઈન્ડોનેશનિયાના સુમાત્રામાં જ્વાળામુખી ફાટ્યો છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ સિમ્યુલેશન 2017માં કોમ્પ્યુટરની મદદથી બનાવાયુ છે અને તેનો ઉપયોગ સમુદ્રમાં તળીયે જ્વાળામુખી અને લાવા વિસ્ફોટ જેવી કુદરતી ઘટનાઓની અસરનો અભ્યાસ કરવાનો હોત.
આ જ વિડીયો ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તોંગા જ્વાળામુખી વિસ્ફોટ અને 2019માં ઉત્તર સુમાત્રા, ઈન્ડોનેશિયાનો ગણાવાયો હતો.
નવેમ્બર 21માં પશ્ચિમ જાવાના સિન્જાઉ શહેરમાં શક્તિશાળી ભુકંપ આવ્યો હતો અને તેમાં 160ના મોત થયા હતા જ્યારે 300થી વઘુ ઘાયલ થયા હતા. સ્થાનિક તંત્રોએ બીબીસીને જણાવ્યુ હતુ કે આ વિસ્તાર ખુબ જ ગીચ વસ્તી ધરાવે છે નબળા મકાનો હોવાથી ભુકંપ બાદ ભુસ્ખલનને કારણે ચારેતરફ કાટમાળ જ ફેલાઈ ગયો હતો.
BOOM ને આ વિડીયો વોટ્સએપ હેલ્પલાઈનમાંથી મળ્યો હતો જેમાં 'ઈન્ડોનેશિયામાં પાણીની અંદર જ્વાળામુખી વિસ્ફોટ' લખ્યુ હતુ.
આ વિડીયો સમાન દાવા સાથે ફેસબુકમાં પણ શેર કરાઈ રહ્યો છે. ફેસબુકની બે પોસ્ટ જૂઓ અહિં અને અહિં.
ફેક્ટ ચેક
BOOM એ વિડીયોમાંથી કેટલીક ઈમેજ લઈને રીવર્સ ઈમેજ સર્ચ અને ગુગલ સર્ચ કરતા અમને ઘણા અખબારી અહેવાલો મળ્યા હતા જેમાં દરીયામાં જ્વાળામુખી વિસ્ફોટનો સિમ્યુલેશન વિડીયો હોવાનુ નોંધાયુ હતું.
એક્સપ્રેસ ન્યૂઝે 2017માં નોંધ્યુ છે કે, ઓસ્ટ્રેલિયાના ભુવિજ્ઞાની અને તેમની ટીમે ન્યુઝિલેન્ડના ઓકલેન્ડના કિનારા પાસે વિશાળ જ્વાળામુખી વિસ્ફોટનો વિડિયો સિમ્યુલેશન તૈયાર કર્યો છે એવા જોવા માટે કે જ્વાળામુખી કેટલા વિધ્વંશકારી બની શકે છે.
આ જ વિડીયો ઓકલેન્ડ મેમોરીયલ મ્યૂઝિયમે પણ ડિસેમ્બર 19, 2019ના યુટ્યુબ પર શેર કર્યો હતો જેનું ટાઈટલ 'Auckland Museum Volcano Simulation - Auckland Museum' છે.
વિડીયોની વિગતમાં મ્યુઝિયમે લખ્યુ છે કે, 'આ અભ્યાસ માટેનો સિમ્યુલેશન છે જેમાં ભુકંપને કારણે થયેલો જ્વાળામુખી વિસ્ફોટ બતાવાયો છે. આ સિમ્યુલેશન અમારી વોલ્કેનો ગેલેરીમાં પણ છે. '