બૂમએ અરવિંદ કેજરીવાલના વાયરલ થયેલા આ કથિત વિડીયોનું સત્ય કે તથ્ય તપાસતા માલુમ થયું કે, એ વિડીયોમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી માટે અમિત શાહની ટીકા કરવામાં આવી હતી અને નહિ કે ગુજરાતીઓને ધમકી આપવામાં આવી.
અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી તેમની વિરુદ્ધ અસંમતિ દર્શાવનારાઓને કેવી રીતે જુએ છે તેનો ઉલ્લેખ કરતા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક જૂનો વીડિયો એડિટ કરીને, કેજરીવાલે ગુજરાતીઓને ધમકાવ્યો હોવાનો ખોટો દાવો કરીને વાયરલ કરવામાં આવ્યો છે.
વાયરલ કરવામાં આવેલી એડિટેડ વિડીયો ક્લિપમાં કેજરીવાલને એવું કહેતા સાંભળી શકાય છે કે, "ગુજરાતના લોકો, જો તમે મારો વિરોધ કરશો, તો તમને કચડી નાખવામાં આવશે, તમે તેના માટે શું કરી શકો છો."
14 સેકન્ડની એડિટ કરવામાં આવેલી આ વિડીયો કલીપ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ગુજરાત રાજ્ય સ્થિત સુરત શહેરનાં મજુરા વિધાનસભા વિસ્તારનાં સભ્ય (MLA) હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, જેમાં રજુ કરાયેલ કેપ્શનનું ભાષાંતર એવું થાય છે કે, "કેજરીવાલ ગુજરાતને કેમ નફરત કરે છે."
ફેસબુક પર પણ વાયરલ
ફેસબુક પર સમાન કેપ્શન સાથે સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે, એડિટ કરવામાં આવેલી આ કથિત વિડીયો કલીપ ખોટા દાવા સાથે સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી ફેસબુક જેવા માધ્યમ પર પણ શેર કરવામાં આવી રહી છે.
સત્ય કે તથ્ય ચકાસણી (ફેકટચેક)
બૂમને જાણવા મળ્યું છે કે વાયરલ ક્લિપ અરવિંદ કેજરીવાલના ઑક્ટોબર 2016ના સુરત, ગુજરાતના ભાષણમાંથી લેવામાં આવી છે જ્યાં તેઓ ગૃહ પ્રધાન અમિત શાહનો ઉલ્લેખ કરી રહ્યા હતા અને પક્ષનાં વિરોધીઓ સાથે જે રીતે શાહ વર્તે છે, તેની ટીકા કરી રહ્યા હતા.
અમને જાણવા મળ્યું છે કે આ વીડિયો કેજરીવાલે 18 ઓક્ટોબર, 2016ના રોજ સુરત, ગુજરાતમાં કરેલા ભાષણનો છે, જેમાં કેજરીવાલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારના શાસન દ્વારા સાલ 2015માં અનામત માટેના પાટીદાર આંદોલનને કઈ રીતે કાબુમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસની આત્યંતિક કાર્યવાહીમાં ઘણા વિરોધીઓના મોત થયા હતા, તે વિશે તેઓ વાત કરી રહ્યા છે.
કેજરીવાલનાં વિડીયોમાં કથિત વક્તવ્યમાં જે વાત પર જોર આપવામાં આવ્યું છે અને જે વાતને એડિટ કરીને વાયરલ કરવામાં આવી છે તે 14.45 કાઉન્ટર પર આવે છે, જ્યાં કેજરીવાલ અમિત શાહ રાજ્યના લોકો પર ક્યા પ્રકારની શક્તિનો ઉપયોગ કરે છે તેના વિશે વાત કરવામાં આવી છે, જેમાં કેજરીવાલ કહે છે કે, "અમિત શાહની ગુજરાત માટે ચેતવણી છે, અમિત શાહનો ગુજરાત માટે પડકાર છે કે, હું મારી ઈચ્છા મુજબ ગુજરાત ચલાવીશ, જો તમે મારો વિરોધ કરશો તો હું તમને કચડી નાખીશ, અને ગુજરાતના લોકો તમે તેના વિશે શું કરી શકો તેમ છો?"
કેજરીવાલ ગુજરાત માટે વાસ્તવમાં ખતરો છે તેવો ખોટો દાવો કરવાનાં હેતુથી, વાયરલ કરવામાં આવેલી કથિત વિડીયો ક્લિપમાંથી તે ભાગને હટાવી દેવામાં આવ્યો છે જ્યાં કેજરીવાલ શાહનાં નામનો ઉલ્લેખ કરે છે.
આમ આદમી પાર્ટીનાં ગુજરાત એકમે પણ હર્ષ સંઘવી દ્વારા ટ્વિટરનાં માધ્યમ પર ટ્વીટ થકી શેર કરવામાં આવેલા આ કથિત વિડીયોને નકલી (ફેક) કરાર આપી જાહેર જનતાની જાણકરી માટે ટ્વિટરનાં માધ્યમ પર ટ્વિટ થાકી જાણ કરી હતી.