ફિફા વર્લ્ડ કપ 2022: શુ છે ઓફ સાઈડ અને કઈ રીતે તે રમતની દિશા બદલે છે
કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ 2022 દરમિયાન એવા ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં ખેલાડીએ ગોલ ફટકાર્યો હોય પણ મેચના રેફરીએ તેને ઓફસાઈડ બતાવીને ગોલ ગણ્યો જ ન હોય.
જો કોઇ ખેલાડી ઓફસાઈડનો ભંગ કરે તો શુ થાય
સોમવારે બ્રાઝિલ અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે મેચ રમાયો હતો. બ્રાઝિલના ખેલાડી વિનીસીયસ જુનિયરે ગોલ ફટકારીને ટીમને બીજો ગોલ કરી આગળ પહોંચાડવામાં સફળતા મળતા આખી ટીમ ઉત્સાહી થઈ હતી અને દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા પણ તેવા જ સમયે રેફરીએ પોતાનો હાથ ઉંચો કરી તેને ગોલ ન ગણીને ઓફસાઈડ જાહેર કરી હતી.
ફૂટબોલની રમતમાં સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ખાસ કરીને સૌથી ઉંચી ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડકપમાં ઓફસાઈડ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા મહત્વના ગોલને સ્કોર ગણવામા આવતા નથી અને તેથી મેચની આખી દિશા બદલાઈ જાય છે જો તેને ગોલ બદલે તો પણ રમતનો ઈતિહાસ પણ બદલી જાય તેમ છે.
જ્યારે રેફરી ઝંડી ઉપર કરીને ખેલાડી ઓફસાઈડમાં રમ્યાનુ કહીને ગોલનો ઈન્કાર કરે છે ત્યારે દર્શકોમાં મોટાભાગના લોકો વિચારે ચઢી જાય છે કે ખરેખર આ ઓફસાઈડનો નિયમ છે શુ. ઓફસાઈડ વિશે જે તમારે જાણવુ છે તે અહિંથી જાણી શકો છો.
ઓફસાઈડ રૂલ
ઓફસાઈડ એ જગ્યાને લગતો નિયમો છે જેમાં ફૂટબોલ ખેલાડી જો સામેની ટીમની ડિફેન્સ લાઈનને ક્રોસ કરે તો તેને ઓફસાઈડ કહેવાય છે. રમતના નિયમો મુજબ ઓફસાઈડ રુલ કાયદા નં. 11માં સમાવિષ્ટ કરાયો છે.
તેમા જણાવ્યુ છે કે ઓફસાઈડ એટલે કોઇ ખેલાડી સામેની ટીમની હાફલાઈન(વિરોધી ટીમની લાઈન)ની બહાર જાય તેમજ જો ખેલાડીના હાથ અને પગ સિવાયના વિરોધી ટીમની ગોલ લાઈનમાં હરીફ ખેલાડી કરતા આગળ હોય(ડિફેન્ડર) તો પણ ઓફસાઈડ ગણાય છે. છેલ્લો ખેલાડી સામાન્ય રીતે ગોલકિપર હોય છે પણ તે ફરજિયાત નથી.
લાલ રેખા ઓફસાઇડ ચિહ્નિત કરે છે; બાજુ પર વાદળી રેખાના નિશાન. ચિત્ર ક્રેડિટ્સ: FIFA
ઉપરની તસવીર મુજબ સફેદ ટીમ એ ડિફેન્ડર ટીમ છે જ્યારે પીળી ટીમ અટેક કરી રહી છે. ઉપરની બાજુએ પીળી ટીમનો ખેલાડી કે જે લાલ લાઈન પાસે ઉભો છે તે ઓફસાઈડ ગણાય છે કારણ કે તેનુ શરીર રેડ લાઈનની બહાર જાય છે અને સફેદ ટીમના ડિફેન્ડર(બ્લુ લાઈન પાસે) કરતા પણ તે આગળ જાય છે. આ સ્થિતિમાં રેફરી અને અધિકારીઓ સાઈડલાઈનમાંથી ખેલાડીની આ પોઝિશનને ઓફસાઈડ જાહેર કરે છે.
જો વિરોધી ખેલાડીના શરીરનો ભાગ બ્લ્યુ લાઈનની અંદર હોત તો તે ઓફસાઈડની સ્થિતિને નિવારી શક્યો હોત અને બાદમાં તે બોલને ગોલ કરવા સુધીની સ્થિતિએ આગળ લઈ સ્કોર કરી શક્યો હતો. જો આવી સ્થિતિમાં ગોલ થયો હોત તો તેને ઓનસાઈડ જ ગણવામા આવે અને સ્કોરમાં ગોલની ગણતરી થાય છે.
ભુલની શક્યતા: ઓનસાઈડ અને ઓફસાઈનની વચ્ચે
બોલ મળે તે પહેલા વિરોધી ટીમના છેલ્લાથી બીજા ખેલાડીને આગળ રહે તો અટેક કરનાર ટીમને ફાયદો મળે છે અને તેનાથી તેઓ બોલને આગળ વધારીને સ્કોર કરી શકે છે આ જ કારણે ટુર્નામેન્ટમાં આ સ્થિતિને ઓફસાઈડ ગણવામાં આવે છે.
જો કે તે સ્થળે ઉભા હોય એટલે દર વખતે ખેલાડી ઓફસાઈડનો ભંગ કરે છે તેવુ જ હોતુ નથી. સરળતાથી સમજીએ તો ખેલાડી ફિલ્ડમાં ગમે ત્યા જઈ શકે તેવી છૂટ ધરાવે છે અને સામેની ટીમેના છેલ્લા ખેલાડીથી પણ આગળ પણ જઈ શકે છે. જો કે અધિકારીઓ તો જ ઓફસાઈડ જણાવે જો બોલ આવ્યા પહેલા જ ખેલાડી સામેની ટીમના છેલ્લાથી બીજા ખેલાડી(ડિફેન્ડર) અને છેલ્લા ખેલાડી(ગોલકિપર) વચ્ચે પહોંચી જાય છે. જો ખેલાડી પાસે બોલ આવે અને તેને અડકીને આગળ ગમે ત્યાં સુધી જઈ શકે છે.
જો બોલ પહેલાથી જ છેલ્લાથી બીજા ખેલાડીની આગળ હોય તો આવી સ્થિતિમાં અટેકર આગળ નીકળી જાય તો તેને ઓફસાઈડ ગણવામાં આવતી નથી. આ જ પરીણામે સામાન્ય રીતે અટેક કરનાર ટીમ એક બીજાને ગોલ પાસ કરીને છેલ્લાથી બીજા ખેલાડીની આગળ બોલ નીકળે તેવો પ્રયાસ કરતા હોય છે.
આ રમતનો સૌથી મહત્વનો હિસ્સો હોય છે જેમાં કાઉન્ટર એટેક પણ જોવા મળે છે કારણ કે અટેકર ટીમ સતત બોલને ઓફસાઈડથી બચાવવા માટે આગળ રાખતા હોય છે અને ઓનસાઈડ રહે તેવા પ્રયત્નમાં પોતાના પગથી બોલને આગળ ધકેલતા રહે છે આ રીતે બંને તરફ જોઈને તેમણે પોતાની સ્થિતી જાણતી રહેવી પડે છે.
જો કોઇ ખેલાડી ઓફસાઈડનો ભંગ કરે તો શુ થાય
મેચના અધિકારીઓ જ એ નક્કી કરે છે કે ખેલાડીએ ઓફસાઈડનો ભંગ કર્યો છે કે નહિ આ માટે તેઓ VAR(વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ રેફરી) જેવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે રેફરીને રમતને વધુ નજીકથી જોવાનો તેમજ નિયમ મુજબ રમાય છે કે નહિ તેની ખાત્રી કરવાની તક આપે છે.
જો ટીમના કોઇ એક ખેલાડીએ બોલને અડ્યો હોય અને તેની જ ટીમનો બીજો ખેલાડી સામેની ટીમના છેલ્લાથી બીજા ખેલાડીની આગળ ઉભેલો દેખાય એટલે રેફરી તેને ઓફસાઈડ ગણાવી દે છે. ઘણી વખત આ મામલે ક્ષતીની પણ શક્યતા રહી જતી હોય છે કારણ કે ઓફસાઈડમાં ક્યારેક માત્ર સેકન્ડનો જ તફાવત આવતો હોય છે.
જ્યારે લાઈન્સ ઓફિસિયલ ઝંડી ઉચી ઓફસાઈડ જાહેર કરે છે ત્યારે તુરંત જ રેફરી મેચ બંધ કરાવે છે અને સામેની ટીમને એક ફ્રિ કીક મળે છે, જ્યાં ઓફસાઈડનો ભંગ થયો હોય ત્યાંથી જ ખેલાડીને ફ્રિ કિકનો લાભ મળે છે. ઓફસાઈડ એ ફાઉલ કે શિસ્તભંગ કરતા અલગ પડે છે જે આ રમતના કાયદાના 12માં ભાગમાં છે તેથી રેફરી આ મામલે ખેલાડી પર કોઇ ભંગ હેઠળના પગલા લેતા નથી.
રમત પર ઓફસાઈડ રૂલની અસર
ફિફા વર્લ્ડકપ 2022ના ગ્રપ સ્ટેજમાં બ્રાઝિલની સ્વિત્ઝલેન્ડ સામે 1-0ની મળેલી જીતનો ઉલ્લેખ કરવામાં આવે તો સેલેકાઉ 2-0થી પણ મેચ જીતી શક્યો હોત જો વિનીસીયસ જુનિયરના ગોલને ઓફસાઈડ ગણાયો ન હોત તો.
આ નિયમો રમત યોગ્ય રીતે રમાય તેના માટે મૂકાયા છે. આ ઉપરાંત ઓફસાઈડનો નિયમ ખેલાડીઓને એક પ્રકારે પોતાની સ્થિતિ વિશે શિસ્તનુ ભાન કરાવે છે અને સામેની ટીમની ગોલ લાઈનને કારણ વગર ક્રોસ કરતા અટકાવે છે તેમજ છેલ્લાથી બીજા ખેલાડીને પાર કરીને ગોલકિપર સુધી બોલ વગર પહોંચતા પણ અટકાવે છે.
આર્જેટીનાના કિસ્સામાં ઓફસાઈડ નિયમ ઘણો આકરો રહ્યો હતો જેમાં સાઉદી અરેબિયા સામે રમાયેલા 22 નવેમ્બરના મેચમાં મળેલી હાર પણ સામેલ છે. સાઉદી અરેબિયાએ 2-1થી જીત મેળવીને ઈતિહાસ બનાવી દીધો છે પણ જો ઓફસાઈડ નિયમ ન હોત તો આખી સ્થિતિ જ અલગ હોત. મેસ્સી અને ટીમે શરૂઆતથી જ મેચ પર કાબુ મેળવ્યો હતો 69 ટકા કિસ્સામાં તેમની પાસે જ બોલનો કબ્જો હતો. તેમણે ગોલ કરવા માટે 15 શોટ રમ્યા હતા જેમાંથી 6 ટાર્ગેટ સુધી પહોંચી ગયા હતા તેની સામે સાઉદીએ 3 ટાર્ગેટ માર્યા હતા જેમાંથી બે આર્જેન્ટિનાના ગોલ કિપર માર્ટિનેઝને ચકમો આપી ગોલ થયા હતા.
સાઉદી અરેબિયાના કોચ હર્વ રેનાર્ડે ટીમની આ રણનિતીને ઓફસાઈડ ટ્રેપ નામ આપ્યુ હતુ જેમાં સાઉદીની ટીમ આ સાણસામાં આવી ન હતી અને મેસ્સી અને તેની ટીમને 10 મિનીટની પેનલ્ટી ટાઈમ બાદ થયેલા 1-0થી વધુ ગોલ કરતા અટકાવી રાખી હતી. પ્રથમ હાફમાં આર્જેન્ટિનાએ 3 ઓફસાઈડ કર્યા હતા. તેની સામે સાઉદીના ડિફેન્સના ખેલાડીઓ અબ્દુલ હમિદ, યાસર અલ શેહરાની, હસન અને અલીએ પોતાની જગ્યાએ રહીને ઓફસાઈડ ટ્રેપ બનાવ્યો હતો, આ કારણે રેનાર્ડને ફૂટબોલનો શ્રેષ્ઠ રણનિતીકાર સાબિત કર્યો હતો. આર્જેન્ટિનાએ કુલ 10 ઓફસાઈડ ભંગ કર્યા હતા અને બાદમાં સાઉદી સામે હાર મેળવી હતી.
2014ના ફિફા વર્લ્ડકપ ફાઈનલમાં પણ ઓફસાઈડના નિયમને આર્જેન્ટિનાના સમર્થકોને ચિંતામાં મૂકી દીધા હતા. ગોન્ઝાલોએ ગોલ કરીને આર્જેન્ટિનાને 1-0થી લીડ અપી હતી, પણ ગોલને ઓફસાઈડ ગણવામાં આવતા આખી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં જતી રહી હતી જેમાં આખરી મિનિટોમાં મારીયોએ ગોલ ફટકારીને જર્મનીની ટીમને ચોથો વર્લ્ડકપ ટાઈટલ જીતવામાં સિંહફાળો ભજવ્યો હતો.
આવા ઉદાહરણોની યાદી તો ઘણી લાંબી છે પણ આ સાથે જ તે ઓફસાઈડનું મહત્વ પણ દર્શાવે છે. આ ઉપરાંત નિયમની રમત પર અસર અને તેનાથી આવતા બદલાવ અને પરીણામો અસરને કારણે ફૂટબોલ ટુર્નામેન્ટનો ઈતિહાસ અને રમતની દિશા જ બદલીને રાખી છે. (જેનો એક કિસ્સો 2014 ફિફા વર્લ્ડકપ ફાઈલનમાં આપણે જોયુ).