સાડીમાં મોડેલના ફોટાને ખોટી રીતે જેએનયુમાં બ્રાહ્મણ વિરોધી સૂત્રો સાથે જોડાયો
BOOM એ શોધી કાઢ્યુ કે આ ફોટો પુષ્પક સેનનો છે જે સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર છે.
સોશિયલ મિડીયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં નોન બાયનરી લિંગની વ્યક્તિ સાડી પહેરીને ઉભો છે જેને અલગ જ ઓળખ આપીને જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગણાવાઈ રહ્યો છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ ફોટોમાં પુષ્પક સેન છે જેઓ ઈટલીના મિલાનમાં ફેશન માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી છે. સેન પોતાની જાતને નોન બાયનરી (પુરૂષ કે સ્ત્રી તરીકે ઓળખાવા ન માંગતા) ગણાવે છે અને સેલેબ્રિટી સ્ટાઈલિંગ એજન્સીમાં કામ કરે છે. તેમના લિંકઈન પ્રોફાઈલમાં પણ તેઓ કદી જેએનયુ ગયા છે કે નહિ તેનો ઉલ્લેખ નથી.
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની બિલ્ડિંગમાં લખેલા બ્રાહ્મણ વિરોધી સૂત્રોને પગલે આ ફોટો વાયરલ કરાઈ રહ્યો છે. આ ઘટના ગુરૂવાર તા.1ના બની હતી. સત્તાધીઓએ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ પાસે આ મામલે તપાસ અને રીપોર્ટ માંગ્યો છે.
આ ફોટો એક કેપ્શન સાથે શેર કરાઈ રહ્યો છે જેમાં લખ્યુ છે કે, 'દિલ્હીના જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયની આ એ કેટેગરી છે જેને બ્રાહ્મણ અને વાણીયાઓથી સમસ્યા છે.'
ફેસબુક પોસ્ટ અહિં જુઓ.
(હિન્દીમાં ઓરીજીનલ પોસ્ટ : दिल्ली के जवाहरलाल नेहरू विश्वविद्यालय की यही वो कैटेगरी है जिसे ब्राह्मण और बनियों से दिक्कत है।।)
ફેક્ટ ચેક
BOOM એ રીવર્સ ઈમેજ સર્ચ કરતા જાણ્યુ કે આ ફોટો india.comમાં 25 જુલાઈ 2022માં મૂકાયો છે.
આ અહેવાલમાં લખ્યુ છે કે ,'સાડીમાં પુરૂષો, શા માટે હવે લિંગ તટસ્થ ફેશન હાલના સમયની માગ છે અને કઈ રીતે ભારતીય પુરૂષો તેમાં અગ્રેસર છે.' અહેવાલમાં આ વ્યક્તિને પુષ્પક સેન બતાવાઈ છે.
સેનની આ ફેશન સ્ટાઈલ અન્ય સમાચાર મિડીયામાં પણ ઉલ્લેખાઈ હતી.
અમે શોધય્ કે આ વાયરલ ઈમેજ સેનના પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં (@thebongmunda) 22 મે 2022ના પોસ્ટ થયો હતો. આ ફોટાનુ લોકેશન લલિત ગ્રેટ ઈસ્ટર્ન હોટેલ કોલકાતા બતાવાયુ છે.
પુષ્પક સેનની લિંકઈન પ્રોફાઈલ મુજબ તેની પાસે ફેશન માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને તે ઈટલીની ફેશન સ્કૂલમાંથી મેળવી છે. સેન સેલબ્રિટી સ્ટાઈલિંગ અને ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ મેનેજર તરીકે વિદેશ કંપનીમાં કામ કરે છે. સેનની લિંકઈન પ્રોફાઈલમાં એવુ ક્યાંય નથી લખ્યુ કે તે જેએનયુ સાથે કોઇ રીતે જોડાયેલા છે.
ટેલિગ્રાફને આપેલા એક ઈન્ટરવ્યુમાં સેન પોતાની જાતને નોન બાયનરી વ્યક્તિ ગણાવી છે.
2021માં ઈટલીના સેનેટે હોમોફોબિક વાયલન્સ બિલનો અસ્વીકાર કર્યો હતો ત્યારે સેનનો સાડી અને ચાંદલા સાથેના ફોટાએ ઈટલીમાં ખુબ ફેલાયો હતો.
BOOM એ પુષ્પક સેનનો સંપર્ક કર્યો છે. તેમનો ઉત્તર આવશે એટલે તથ્ય તપાસમાં વધુ પૂર્તતા કરાશે.