HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
HomeNo Image is Available
AuthorsNo Image is Available
ફેક્ટ ચેકNo Image is Available
સમાચારNo Image is Available
એકસપ્લેનરNo Image is Available
ફાસ્ટ ચેકNo Image is Available
ફેક્ટ ચેક

મોરબી પુલ દુર્ઘટના: ઓરેવા ગ્રુપના માલિક તરીકે ગુજરાતના મંત્રીનો ફોટો વાયરલ

BOOM ટિમને જાણવા મળ્યું કે વાઈરલ ફોટોમાં ગુજરાતના મંત્રી રાઘવજી પટેલ નરેન્દ્ર મોદી સાથે પોઝ આપતા જોવા મળે છે.

By - Nivedita Niranjankumar | 7 Nov 2022 11:49 AM IST

ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલની જાળવણીની જવાબદારી સંભાળતા ઓરેવા ગ્રુપના માલિકને બતાવવામાં આવ્યા હોવાના ખોટા દાવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાત રાજ્યના એક મંત્રી રાઘવજી પટેલનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોમાં મંત્રીને ઓઢવજી રાઘવજી પટેલ તરીકે ખોટી રીતે ઓળખાવતા ખોટા દાવાઓ પણ કરવામાં આવ્યા છે, જે ઓરેવા જૂથના માલિક અને સ્થાપક જયસુખ પટેલના પિતા છે.

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ધરાશાયી થતાં કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલના ફોટો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં 130 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.

ગુજરાત પોલીસે એક સુઓ મોટો એફઆઈઆરમાં પુલની જાળવણી માટે જવાબદાર એજન્સીનું નામ આરોપી તરીકે આપ્યું છે. રાજકોટના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પોલીસે ઓરવા ગ્રૂપ દ્વારા નિયુક્ત મેનેજર, ટિકિટ વેચનારાઓ અને મોરબી ઝૂલતા પુલ પર કામ કરતા સિક્યુરિટી કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી હતી.

બ્રિટીશ સમયમાં બાંધવામાં આવેલા આપુલને ઝૂલતો પુલ કહેવામાં આવે છે, રીનોવેશન માટે સાત મહિના સુધી બંધ રાખ્યા બાદ 26 ઓક્ટોબર, 2022 ના રોજ લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ અકસ્માત 30 ઓક્ટોબર, 2022 ના રોજ થયો હતો, તો રિપોર્ટ પરથી ખબર પડે છે કે, પુલ પર વધુ ભીડ હતી.

વાઈરલ ફોટો જેમાં એક વ્યક્તિ હાથ જોડીને મોદીનું અભિવાદન કરતો જોવા મળે છે અને વડા પ્રધાને આ વ્યક્તિના ખભા પર હાથ મૂક્યો છે તે રાજસ્થાન અને ઓડિશા યુથ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં મોરબી ઝૂલતા પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ મેળવનાર વ્યક્તિને બતાવવામાં આવ્યો છે.

 ફોટો ફેસબુક પર હિન્દીમાં એક કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યક્તિ ઓધવજી રાઘવજી પટેલ છે અને તે ઓરેવા ગ્રુપના માલિક છે.

ફેક્ટ ચેક


વાઈરલ ફોટો પર રિવર્સ ઇમેજ સર્ચ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા રાઘવજી પટેલ, ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રીના રિઝલ્ટ જોવા મળ્યા હતા.

આ બાદ અમારી ટિમ દ્વારા અમને રાઘવજી પટેલન ઓફિશિયલ ફેસબુક પેજ પર ચેક કર્યું હતું જ્યાં તેમણે 4 સપ્ટેમ્બરના રોજ આ જ આ તસ્વીર અપલોડ કરી અને પ્રોફાઈલ ફોટોમાં પણ આ જ તસવીર હતી.

Full View

ત્યારબાદ અમે ઓધઢવજી રાઘવજી પટેલના ફોટા શોધ્યા, વાયરલ દાવામાં જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જાણવા મળ્યું કે તેઓ મંત્રી રાઘવજી સાથે કોઈ સમાનતા ધરાવતા નથી અને 2012 માં તેમનું નિધન થયું છે.

મિન્ટ દ્વારા 19 ઓક્ટોબર, 2012ના રોજ પ્રકાશિત તેમના મૃત્યુ વિશેની મૃત્યુની નોંધમાં ઓધવજી પટેલનો ફોટો અમને મળ્યો હતો. ગુજરાત રાજ્યના પ્રધાન રાઘવજી અને ઓધવજીની તુલના બતાવે છે કે બંનેમાં ચહેરાની કોઈ સમાનતા નથી.

આ રહી ઓધવજી પટેલની તસવીર:


ઓઢવજી રાઘવજી પટેલ, અજંતા ગ્રુપના સ્થાપક.

ત્યારબાદ અમે તેના સ્થાપક જયસુખ પટેલ સહિત ઓરેવા જૂથની વિગતોની તપાસ કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના એક લેખ અનુસાર, ઓધવજીએ અજંતા ઘડિયાળોનું ઉત્પાદન કરતી કંપનીની સ્થાપના કરી હતી, પરંતુ વર્ષોથી તેમના ત્રણ પુત્રો - પ્રવીણ, અશોક અને જયસુખ છૂટા પડ્યા છે અને તેમણે પોતાનો અલ્ફ જ ધંધો વિકસાવ્યો . જેમાં જયસુખ પટેલનું ઓરેવા ગ્રુપ છે, જે મેનેજિંગ ડિરેક્ટર છે અને કંપનીનો ચહેરો છે.

ઓરેવાની વેબસાઇટ દ્વારા સ્કેન કરતાં અમને જયસુખનો ફોટો કંપનીની એક પુસ્તિકા પર પ્રકાશિત થયેલો જોવા મળ્યો, જેમાં તેના દ્વારા લખાયેલાં લખાણો હતાં. વાયરલ ફોટો સાથે નીચેના ફોટાની તુલના કરવામાં આવે તો તસવીરમાં ઓરેવા ગ્રુપના માલિક અને મંત્રીના ચહેરા પર કોઈ સામ્યતા જોવા મળી નથી.


ઓધવજી અને જયસુખની તસવીરો સાથે મંત્રી રાઘવજના ફોટાની સરખામણી કરવામાં આવે તો તેમની વચ્ચે કોઈ સામ્યતા જોવા મળતી નથી.

આ ત્રણેય ચિત્રો વચ્ચેની સરખામણી નીચે મુજબ છેઃ




Tags:

Related Stories