દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ઊંધી દિશામાં ધનુષ્ય અને તીર પકડીને એક મોર્ફ કરેલી તસવીર હાલ ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે કે, તેઓ રાવણના પૂતળાને નિશાન બનાવતી વખતે પોતાને નિશાન બનાવી રહ્યા હતા.
BOOM દ્વારા આ તસ્વીરમાં છેડછાડ કરી હોવાની જાણકારી મેળવી હતી. ઓરીજનલ તસવીરમાં કેજરીવાલ નવી દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં દશેરાની ઉજવણી દરમિયાન ધનુષ અને તીરને સાચી દિશામાં પકડીને બેઠેલા જોવા મળે છે.
'રાવણ દહન' એ એક હિન્દુ ધાર્મિક વિધિ છે જે દુષ્ટ અને રાક્ષસી શક્તિઓથી છૂટકારો મેળવવા માટે દશેરાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં ભગવાન રામની વિજય ની ઉજવણી કરવા માટે દસ માથાવાળા રાક્ષસ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.
તસવીર સાથેના હિન્દી કેપ્શનમાં લખ્યું હતું કે, 'દેશનું દુર્ભાગ્ય છે કે તીર ચાલ્યું નહીં, નહીં તો દેશનું કલ્યાણ થઇ જાત.'
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
બૂમને વેરિફિકેશન માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર (7700906588) પર ફોટો પણ મળ્યો છે.
ફેક્ટ ચેક
BOOM દ્વારા રિવર્સ ઇમેજ સર્ચ કરવામાં આવ્યું હતું અને 6 ઓક્ટોબર, 2022 ના રોજ પ્રકાશિત ઇન્ડિયન એક્સપ્રેસના લેખ પર ફેક્ટચેકને શોધી કાઢ્યું હતું. ઓરીજનલ તસવીરમાં 'આપ'ના નેતાને વાયરલ પોસ્ટ્સ દ્વારા કરવામાં આવેલા દાવાથી વિપરીત ધનુષ અને તીરને સાચી દિશામાં પકડેલા બતાવવામાં આવ્યા છે.
અહીં વાઈરલ તસવીર અને ઇન્ડિયન એક્સપ્રેસના લેખ પર પ્રકાશિત તસવીર વચ્ચેની સરખામણી બતાવવામાં આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે, આ તસવીર અરવિંદ કેજરીવાલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી લેવામાં આવી છે, જ્યારે તેઓ 5 ઓક્ટોબર, 2022 ના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં દશેરાની ઉજવણીમાં હાજર રહ્યા હતા. તો આ રિપોર્ટમાં આપ (AAP) નેતા દ્વારા આ કાર્યક્રમનો વીડિયો લઈને કરવામાં આવેલા એક ટ્વીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ અમે વધુ માહિતી મેળવવા માટે આમ આદમી પાર્ટી (AAP) ની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ પર ગયા હતા જ્યાં 5 ઓક્ટોબર, 2022 ના રોજ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.
રાવણના પૂતળાને નિશાન બનાવતા તીર ચલાવતા
ને 44:01 મિનિટથી લઈને 45:14 મિનિટના ટાઇમસ્ટેમ્પ સુધી જોઈ શકાય છે. આ સમયગાળા દરમિયાન કેજરીવાલને ધનુષ અને તીરને સાચી દિશામાં પકડતા જોઇ શકાય છે.