યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલીજીયસ ફ્રિડમ (USCIRF)ના રીપોર્ટમાં જણાવ્યુ છે કે 2021 ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સૌથી વધુ બગડી હતી. સરકારે એવી યોજનાઓ શરૂ કરી જેણે લઘુમતી સમુદાય જેવા કે મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ અને દલિતો પર નકારાત્મક અસર ઉપજાવી છે.
USCIRFએ અમેરીકાની સરકારની સ્વાયત્ત સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખે છે અને વ્હાઈટ હાઉસને પોલીસી વિષયક નિર્ણય લેવામાં સૂચનો પૂરા પાડે છે.
રીપોર્ટમાં જણાવ્યુ છે કે ભારત સરકાર પોતાની 'આદર્શ હિંદુ રાષ્ટ્ર'ની પોતાની દ્રષ્ટિ માટે વિવિધ હયાત કાયદાઓ અને નવા કાયદાઓ લાવીને 'દેશના લઘુમતી સમુદાયની વિરૂધ્ધના માળખાકિય ફેરફારો થઈ રહ્યા છે.' રીપોર્ટમાં ઉલ્લેખ છે કે ભાજપ શાષિત ભારત સરકારે 2021માં લઘુમતીઓ વિશે બોલનારાઓ, લખનારા પત્રકારો અને એક્ટિવિસ્ટ સહિતના 'ટીકાકારોના અવાજ દબાવ્યા' છે.
ચાલુ વર્ષે એપ્રિલ માસમાં અમેરીકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લીન્કેનએ જણાવ્યુ હતુ કે ભારતમાં માનવ અધિકારીઓના હનનના કિસ્સાઓમાં વધારો આવ્યો છે અને તેના પર યુએસ નજર રાખી રહ્યુ છે. "અમે અમારા ભારતીય સાથીઓ સાથે સતત સંપર્કમાં રહીને મૂલ્યો(માનવાધિકાર) પર કામ કરી રહ્યા છીએ, તેતી જ અમે તાજેતરમાં ભારતમાં બનેલી કેટલીક ચિંતાજનક બાબતો પર નજર રાખી રહ્યા છે, જેમાં સરકાર, પોલીસ અને જેલ વિભાગમાં માનવાધિકાર ભંગ વધી રહ્યાનુ જોવા મળ્યુ છે."
USCIRFના રીપોર્ટમાં ધાર્મિક સ્વતંત્રતા માટેના જે પડકારોનો ઉલ્લેખ કરાયો છે તે આ મુજબ છે.
ટીકાની અવાજને દબાવી દેવી
USCIRFના રીપોર્ટમાં જણાવ્યુ છે કે ભારત સરકારે 2021માં યુએપીએ અને રાજદ્રોહ જેવા કાયદાઓનો ઉપયોગ ટીકાકારોના અવાજ દબાવવા માટે કર્યો છે. 2021માં સરકારે ટીકાકારો અને ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓ અને તેમની તરફે બોલવા વાળાને હેરાન પરેશાન, તપાસ, અટકાયત અને વિવિધ કલમો અને કાયદા હેઠળ દબાવ્યા છે.
અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે "સરકાર વિરુદ્ધ બોલતા કોઈપણને શાંત કરવાના પ્રયાસમાં ડરાવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવા માટે કાયદાઓનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે." અહેવાલમાં સ્ટેન સ્વામીને એવા લોકોના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યા હતા જેમની ધરપકડ કરવામાં આવી હતી જેને "શંકાસ્પદ" આરોપો તરીકે ઓળખવામાં આવ્યા હતા. 2018 ભીમા કોરેગાંવ હિંસામાં તેમની કથિત ભૂમિકા માટે ઓક્ટોબર 2020 માં ધરપકડ કરવામાં આવ્યા પછી સ્વામીનું 2021 માં જેલમાં મૃત્યુ થયું હતું.
યુએપીએનો સૌથી વધુ ઉપયોગ જમ્મુ અને કશ્મીરમાં થયો
અહેવાલમાં જણાવ્યુ છે કે સરકારે પત્રકારો અને માનવાધિકાર માટે લડતા કાર્યકરોને ધરપકડ, ફરીયાદ અને ફોજદારી તપાસના નામે ઘેરી લીધા હતા. તેમાં એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે હ્યુમન હાઈટ્સ એક્ટિવિસ્ટ ખુર્રમ ખાનને મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય લઘુમતી સમુદાય ઉપર થતા શોષણની વિગતો જાહેર કરવા બદલ ટાર્ગેટ કરાયા હતા.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પરવેઝની ધરપકડ 22 નવેમ્બર 2021ના ધરપકડ કરી હતી. અહેવાલમાં એ પણ જણાવ્યુ હતુ કે મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ અને કાશ્મીરમા સૌથી વધુ યુએપીએનો ઉપયોગ કરાયો હતો.
એનજીઓ સામેના પડકારો
અહેવાલમાં જણાવ્યુ હતુ કે સરકારે ધાર્મિક અને ચેરીટેબલ સંસ્થાઓ સામે પડકાર ઉભા કર્યા હતા અને તેમને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન ગાઈડલાઈન્સના સહારે ફંડ અટકાવ્યા હતા. અહેવાલમાં એ પણ જણાવ્યુ હતુ કે ધાર્મિક લઘુમતીઓ પર આવા કાગળની કાર્યવાહીના શોષણથી ઘણી સંસ્થાઓને બંધ કરાવી નાખી હતી.
અહેવાલમાં જણાવ્યુ હતુ કે ઘણા સ્થળોએ ધાર્મિક સ્વાતંત્ર ઉપર તરાપ લાગી હતી અને એફસીઆરએને કારણે ઘણી ધાર્મિક સંસ્થાઓને પોતાની કામગીરી બંધ કરવી પડી હતી.
એ પણ જોવા મળ્યુ હતુ કે ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ જેવી કે મિશનરીઝ ઓફ ચેરીટી એન્ડ ઓક્સફોમ ઈન્ડિયા સહિત 6000 સંસ્થાઓનેને એફસીઆરએમાં 2021ના અંત સુધી રીન્યુઅલ મળ્યુ ન હતું.
મૂક્તિ માટે ઘડાતા કાયદા
રીપોર્ટે શોધી કાઢ્યુ હતુ કે સરકારના ઘણા પ્રયાસો જેમ કે ધર્મ પરીવર્તન વિરોધી કાયદાઓએ અમુક લોકો માટે સજામૂક્તિનું માધ્યમ બન્યુ છે જેથી ટોળા અને અમુક સંગઠનો ધાર્મિક લઘુમતીઓ જેવી કે મુસ્લિમ અને ખ્રિસ્તીઓને આ કાયદાના નામે ધમકાવી રહ્યા છે. ધર્મ પરીવર્તન વિરોધી કાયદાઓ મોટા ભાગે આંતરધર્મ સંબંધો અટકાવવા પર કેન્દ્રીત કરાયા છે. હાલના કાયદા લગભગ દેશના ત્રીજા ભાગ સમા 28 રાજ્યોમાં ધર્મ પરીવર્તન પર અંકુશ મૂકી રહ્યા છે. 2018થી 2021 સુધીમાં ઘણા રાજ્યોએ નવા કાયદા તેમજ કાયદામાં સુધાર કરીને આંતરધર્મ લગ્નોને અટકાવવાના આશયથી ઘડવામાં આવ્યા છે.
અહેવાલમાં જણાવ્યુ છે કે રાજ્ય અને કેન્દ્રની સરકારે હિંદુમાંથી મુસ્લિમ અથવા તો ખ્રિસ્તી ધર્મપરીવર્તન પર હુમલો કર્યો છે અને તેને ઉન્માદનુ રૂપ આપી દીધુ છે.
'ઓક્ટોબર 2021માં કર્ણાટક સરકારે હુકમ કર્યો હતો કે તમામ ચર્ચ અને પાદરીઓની તપાસ કરવામા આવે તેમજ પોલીસને છૂટ અપાઈ હતી કે ઘરે ઘરે જઇને એ શોધી કાઢે કે એવા કેટલા હિંદુઓ છે જે ધર્મપરીવર્તન કરીને ખ્રિસ્તી બન્યા છે.' રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જૂન 2021માં ચેતવણી આપી હતી કે જે કોઇ પણ ધર્મ પરીવર્તનની પ્રવૃત્તિમાં દેખાશે તો તેમની સાથે નેશનલ સિક્યોરીટી એક્ટ હેઠળ પગલા લેવામાં આવશે.