શ્રધ્ધા વોકરની ભયાવહ હત્યાથી આખા દેશને આંચકો લાગ્યો છે તેવામાં ભારત અને પાકિસ્તાનના યુવા ઈન્ટરનેટ યુઝર આ જઘન્ય કૃત્યને માનવતાવિહોણા મીમમાં પરીવર્તિત કરી રહ્યા છે જેમાં ભોગ બનનારનો જ મજાક બનાવાઈ રહ્યો છે.
મે 2022માં વોકરનો બોયફ્રેન્ડ અને લિવ ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ વોકરની હત્યા કરી તા શરીરના 35 ટુકડા કરી નાખ્યા બાદ 300 લિટરની ક્ષમતાનુ ફ્રિજ અંગોને સાચવવા માટે ખરીદીને અંગોનો એક પછી એક જંગલમાં નિકાલ કરવાનો ઈરાદો રાખ્યો હોવાનું અહેવાલોમાં નોંધાયુ છે.
આ જઘન્ય કૃત્યને હવે ફેસબુક, રેડિટમાં હોટ ટોપીક બનાવીને મોટાભાગે ભોગ બનનારની જ મજાક ઉડાવાઈ રહી છે. ઈસ્લામફોબિક અને સ્ત્રીવિરોધી માનસિકતાઓ ધરાવતી પોસ્ટ ઉભરાઈ રહી છે.
એક લોકપ્રિય ફેસબુક ગ્રુપ કે જેનુ નામ આફતાબ પુનાવાલા ફ્રિજ પોસ્ટ રાખ્યુ છે તેમાં હત્યા, નરભક્ષણ, નેક્રોફિલીયા સહિતના મુદ્દાઓ પર મીમ બનાવાયા છે જેમાં મોટાભાગે હાસ્યના ઈમોજીથી રીએક્શન અપાયા છે.
ડિસ્કલેમર: હવે પછીનુ કન્ટેન્ટ અશાંત કરનારુ તેમજ અભદ્રતા દર્શાવે છે
'ફ્રિજ' મીમ
'IndianDankMemes' નામના રેડિટ ફોરમમાં ભારતીયો સૌથી વધુ મુલાકાત લે છે જેમાં સ્ત્રીવિરોધી માનસિકતા અને ઈસ્લામવિરોધી કન્ટેક્ટ ભર્યુ હોય છે અને તેમાં હાલ ભોગ બનનારને હિન બતાવી પુનાવાલાનો પણ મજાક ઉડાવાઈ રહ્યો છે.
એક પોસ્ટમાં વિડીયો છે જેમાં એક મહિલા અને તેની માતા નવા ફ્રિજના વખાણ કરે છે. એક તબક્કે યુવતી એ પણ કહે છે કે આ ફ્રિજ એટલુ મોટુ છે કે તે ઉનાળો ત્યાં જ બેસીને વિતાવી શકે છે. ત્યારબાદ માતા કહે છે કે તેણી નીચે બેસી શકે તેટલી નાની છે. વિડીયોના કેપ્શનમાં સાધારણ હિંદુ યુવતીના મુસ્લિમ પરીવારમાં લગ્ન એવુ લખીને ઈસ્લામવિરોધી રૂપ અપાયુ છે.
બીજો વિડીયો માછલીને કાપવાનો છે જેમાં લખ્યુ છે કે આફતાબ શ્રધ્ધા.
'ફ્રિજ પોસ્ટિંગ' ફેસબુક પેજ
અમે આફતાબ પુનાવાલા નામના એક ફેસબુક પેજ પર પણ પહોંચ્યા ત્યાં પણ આવા જવ મીમનો ઉપયોગ કરીને અપરાધની વિગતો હાસ્યાપદ બનાવી દેવાઈ હતી અને ભોગ બનનારનો મજાક ઉડાવાઈ રહ્યો હતો.
આ પેજ કેટલાક પાકિસ્તાની યુઝરે બે દિવસ પહેલા જ બનાવ્યુ હતુ અને હાલ તેમાં 800થી વધુ સભ્યો છે જેમાં ભારત અને પાકિસ્તાનમાંથી છે. બંને દેશોના યુઝરે વિવિધ મીમ મુકીને ભોગ બનનારની ઠેકડી ઉડાવી છે.
એક યુઝરે જ્વેલરી કંપની તનિષ્કની જાહેરાતમાંથી કેટલાક ફોટો લીધા હતા. આ જાહેરાતમાં હિંદુ-મુસ્લિમ લગ્નના રીત રીવાજો બતાવાયા હતા જો કે કંપનીને આ મામલે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને જમણેણીઓએ તેને લવ જેહાદને પ્રેરણા આપતુ બતાવ્યુ હતુ તેથી કંપનીએ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.
આ ફોટોમાં એક હિંદુ દુલ્હન તેની મુસ્લિમ સાસુ સાથે વાત કરતા બતાવે છે 'ચિંતા ન કર નવુ ફ્રિજ ફક્ત ખાવાની વસ્તુઓ સાચવવા માટે જ છે'
આ પોસ્ટને 17થી વધુ પ્રતિક્રિયા મળી હતી જેમાંથી 16 લાફિંગ રીએક્શન હતા જ્યારે એક યુઝરે સેડ રીએક્શન આપ્યુ હતું.
વધુ એક સૌથી ખરાબ પોસ્ટ એ હતી જેમાં ફેસબુક યુઝરે વોકરના ગુપ્તાંગોનો નિકાલ ક્યા કરાયો તે પૂછ્યુ હતુ, આ તેની વર્જીનીટી તોડવા માટેનો છેલ્લી તક બતાવી હતી. નેક્રોફિલીયા અને બળાત્કારના આવા સંદર્ભો ટાંકી ભોગ બનનારની ઠેકડી ઉડાવવા બદલ 97 રીએક્શન મળ્યા છે જેમાંથી 93 લાફિંગ હતા. ગ્રુપની આ સૌથી લોકપ્રિય પોસ્ટ પૈકીની એક પોસ્ટ હતી.
વધુ એક પોસ્ટમાં ગ્રુપે નરભક્ષણનો સંદર્ભ તાંકવામાં આવ્યો હતો. પોસ્ટમાં એક સેન્ડવિચનો ફોટો બતાવાયો છે જેને શ્રધ્ધા બીફ બર્ગરનુ કેપ્શન અપાયુ છે.
પાકિસ્તાની યુઝરે શેર કરેલી આ પોસ્ટમાં 98 રીએક્શન ભારત અને પાકિસ્તાન બંને દેશમાંથી આવ્યા હતા જેમાંથી 81 લાફિંગ રીએક્શન હતા.
રીએક્શનની સંખ્યા મુજબ સૌથી લોકપ્રિય પોસ્ટ ભારતીય યુઝરની હતી. "Same as Bilkis b@no Paneer pakoda" હતી. 2002માં ગુજરાતમા થયેલા રમખાણોમાં બળાત્કારની ઘટના જેના આરોપીઓને ઓક્ટોબરમાં મૂક્તિ અપાઈ છે તેના સંદર્ભ પોસ્ટમાં ટાંક્યા છે.
ઘણા યુઝરે પુનાવાલાના ફેસબુક એકાઉન્ટમાંથી તેનો ફોટો લઈને હત્યાના મીમ પણ બનાવ્યા હતા.