મુંબઈ પોલીસે જણાવ્યુ હતુ કે, પશ્ચિમ ખાર વિસ્તારમાં યુવતી પર બે શખસોએ હુમલો કર્યો હતો તે મામલે બુધવારે યુવતીએ વિડીયો ટવીટ કર્યો હતો અને પોલીસે ગુરૂવારે બેની ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસે ટવીટર પર કહ્યુ હતુ કે, 'કોરીયન મહિલા સાથે થયેલી ઘટના મામલે મુંબઈ પોલીસના ખાર પોલીસ સ્ટેશને આ મામલે સુઓ મોટો કાર્યવાહી કરી છે. આ કેસમાં બે યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આઈપીસી મુજબની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.'
કોરીયન યુટ્યુબર યુવતીએ બુધવારે ટવીટર પર પોતાની સાથે બનેલી ઘટના વિશે વાત કરી હતી. તેણે કહ્યુ કે, 'ગઈ કાલે રાતે હુ સ્ટ્રીમ કરી રહી હતી ત્યારે એક શખસે મારી છેડતી કરી હતી. મે ખુબ પ્રયત્નો કર્યો કે મામલો આગળ ન વધે અને કોશિષ કરી કે ત્યાંથી નીકળી જાઉ કારણ કે તે પોતાના મિત્રને સાથે લઈ આવ્યો હતો. અમુક લોકોએ એવુ પણ કહ્યુ કે આ ઘટનાને મે આમંત્રિત કરી છે કારણ કે હુ તેમની સાથે વધુ પડતી ફ્રેન્ડલી થઈ હતી. આ ઘટનાએ મને સ્ટ્રીંમિગ મામલે ફેરવિચારણા કરવા મજબુર કરી છે.'
તેણે કહ્યુ કે આ સમગ્ર ઘટના તેણીએ રેકોર્ડ કરી છે પણ બીજા કોઇએ શેર કરી છે. વિડીયોમાં દેખાય છે કે એક શખસ યુવતીનો હાથ પકડીને તેને તેના ટુવ્હીલર પર બેસવાન કહુ છે ત્યારે તેણી સતત ના પાડતી જોવા મળે છે. યુવતી સ્ટ્રિમિંગ પુરૂ કરીને નીકળી જવા પ્રયત્ન કરી રહી હતી અને છેલ્લે ઘરે જવાનો સમય થયો એટલુ બોલી હતી ત્યારે જ આ બે શખસો વાહન પર આવ્યા હતા અને સાથે આવવા પર દબાણ કરવાનુ ચાલુ કરી દીધુ હતું.
યુવતીએ આ ઘટનાનો આખો વિડીયો અને વિગતો પોતાની યુટ્યુબ ચેનલ પર પણ મૂક્યો હતો.
યુવતીએ કરેલા ટ્વીટના જવાબમાં મુંબઈ પોલીસે ટવીટ કર્યુ હતુ કે, 'આ ઘટનામાં જોડાયેલા શખસો સામે ખાર પોલીસ સ્ટેશનમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.'
મુંબઇ ઝોન 9ના ડેપ્યુટી પોલીસ કમિશનર અનિલ પારસકરે ગુરૂવારે પ્રેસ મિડીયાને જણાવ્યુ હતુ કે પોલીસે યુવતીનો સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ આ મામલે સુઓ મોટો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં મુંબઈ પોલીસની 'નિર્ભયા સ્કવોડ'ના મહિલા કોન્સ્ટેબલની ફરીયાદ લેવામાં આવી છે.
કોરીયન મહિલાએ બાદમાં ટ્વીટર પર લખ્યુ હતુ કે, 'હુ હજુ ભારતને પ્રેમ કરૂ છું.'
યુવતીએ એએનઆઈ સાથે વાત કરતી વખતે જણાવ્યુ કે આ ઘટનાથી તેની સફર બગડે તેવુ જરા પણ ઈચ્છતી નથી. તેણે ઉમેર્યુ કે 'આવી જ ઘટના અન્ય એક દેશમાં પણ મારી સાથે બની હતી ત્યારે પોલીસને જાણ કરવા માટે હુ કશુ કરી શકી ન હતી. જ્યારે ભારતમાં ખુબ જ ઝડપથી પગલા લેવાયા છે. હુ મુંબઈમાં 3 અઠવાડીયાથી છુ અને હજુ રોકાવાની છું.'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર પોલીસે આ બંને શખસોની ઓળખ કરી લીધી છે. એક મુબીન શેખ(ઉ.વ.19) કે જે કપડા વેચતો ફેરીયો છે જ્યારે બીજો મહંમદ અંસારી(ઉ.વ.21) છે.