રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લગભગ એક મહિનો પૂરો થઇ ગયો છે. આ પદયાત્રા જે ઘણા રાજ્યોમાંથી પસાર થઈને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર સુધી પહોંચે છે, તેની આસપાસ ખોટી માહિતી પહેલેથી જ સામે આવી રહી છે.
BOOM ટીમ દ્વારા ગાંધીજીને નિશાન બનાવતા ડોકટરેડ ફોટા અને યાત્રાની આસપાસ ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવેલ અસંબંધિત વિડીયો સહિત અનેક પોસ્ટની હકીકતને ચકાસી છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા કે જે 10 સપ્ટેમ્બર, 2022 ના રોજ કન્યાકુમારી, કેરળથી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં કર્ણાટકમાંથી પસાર થઈ રહી છે, તે પદયાત્રા દરમિયાન ગાંધી સાથે જોડાતા અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે 3750 કિલોમીટરનું અંતર 150 દિવસ સુધી ચાલશે તેવી અપેક્ષા પણ છે.
૧) રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને નિહાળતા સ્મૃતિ ઈરાનીનો શેર કરવામાં આવેલ મોર્ફેડ ફોટો
ભારત જોડો યાત્રા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તેમના લેપટોપ સ્ક્રીન પર રાહુલ ગાંધીનો ફોટો જોઈ રહેલી એક મોર્ફ કરેલી તસવીર સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી હતી કે ઈરાની ગાંધીના અભિયાન પર નજીકથી નજર રાખી રહી છે.
જોકે, BOOM ટીમ દ્વારા અસલી ફોટો મળ્યો હતો, જેમાં સ્મૃતિ ઈરાનીના લેપટોપ સ્ક્રીન પર રાહુલ ગાંધી દેખાતા નથી.
આ મૂળ તસ્વીર ડિસેમ્બર 2020નો છે અને બતાવ્યા પ્રમાણે ઈરાનીના લેપટોપ સ્ક્રીન પર રાહુલ ગાંધી જોવા મળતા નથી.
૨) ભ્રામક દાવાઓ સાથે શેર કરેલી રાહુલ ગાંધીની તેમની ભત્રીજી સાથેની જૂની તસવીર
રાહુલ ગાંધીની તેમની ભત્રીજી મિરાયા વાડ્રા સાથે બેઠેલી જૂની તસવીરને કૉંગ્રેસની 'ભારત જોડો યાત્રા' સાથે ખોટી રીતે કૅપ્શન સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ગાંધી મીરાયા વાડ્રાની હથેળીને પ્રેમથી સ્પર્શ કરતા જોવા મળે છે. આ તસવીર ભારતીય જનતા પાર્ટીના નેતા સીટીઆર નિર્મલ કુમાર દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી, જેઓ ભાજપ તમિલનાડુ એકમના સોશિયલ મીડિયાના વડા છે.
આ બાદ આ ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવ્યું હતું તેના પર તમિલમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, "પપ્પુ બાળકો પર મહેંદી લગાવીને તેમની સાથે રમી રહ્યો છે. તેને યાત્રામાં લઈ જનારા 10 સભ્યો માટે દુઃખની આવાત છે"
આર્કાઇવ જોવા માટે અહીં ક્લિક કરો.
BOOM ટીમને જાણવા મળ્યું કે રાહુલ ગાંધીની તેમની ભત્રીજી મિરાયા વાડ્રા સાથેની તસવીર 20 ઓગસ્ટ, 2015ના રોજ નવી દિલ્હીમાં ક્લિક કરવામાં આવી હતી.
જોવા માટે અહીં ક્લિક કરો.
૩) ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બીફ ખાતા હોવાનો ફોટો વાઈરલ
ગોમાંસની પ્લેટ સાથે ટેબલની સામે બેઠેલા રાહુલ ગાંધીની એક મોર્ફ કરેલી તસવીર સોશિયલ મીડિયા પર ખોટા દાવા વાઇરલ થઈ હતી, આ તસવીરમાં એમ જણાવા માં આવ્યું હતું કે કેરળમાં ગાંધી બીફ ખાયે છે.
BOOM ટીમ ને ઇમેજ ડિજિટલી મેનીપ્યુલેટેડ હોવાની ખબર પડી હતી. અસલ તસવીરમાં કોંગ્રેસના નેતાની સામે આવી કોઈ પ્લેટ જોવા મળી ન હતી.
અમે આ તસવીર વિશે વધુ જાણવા માટે રિવર્સ ઇમેજ સર્ચ કર્યું અને 17 સપ્ટેમ્બર, 2022ના રોજ પ્રકાશિત મનોરમા લેખમાંથી તસવીર શોધી કાઢી હતી.
૪) વીડિયોમાં ભારત જોડો યાત્રામાં નશામાં ધૂત કોંગ્રેસી નેતાઓ નથી
ભારત જોડો યાત્રાના કોલ્લમ કેરળમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે કેરળના કોંગ્રેસી નેતાઓનો એક વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે, નેતા નશાની હાલતમાં તે સ્થળેથી બહાર નીકળી રહ્યા છે.
BOOM ટીમ દ્વારા હોટેલ મલબારના માલિક અંસાર એ મલબાર સાથે વાત કરી હતી. જ્યાં વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, જેમણે કેરળ કોંગ્રેસના નેતાઓ નશામાં હોવાના દાવાને નકારી કાઢ્યો હતો અને સમજાવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે કેટલાક સભ્યો 17 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 8 વાગ્યે તેમની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગયા હતા.
૫) રાહુલ ગાંધી એ છોકરીને મળ્યા ન હતા જેણે 'પાક ઝિંદાબાદ' ના નારા લગાવ્યા હતા
ભારત જોડો યાત્રામાં કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) ના સભ્યને ગળે લગાવતા રાહુલ ગાંધીનો ફોટો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ બેંગલુરુની વિદ્યાર્થી અમૂલ્યા લિયોના નોરોન્હાને મળ્યા હતા, જેમની ફેબ્રુઆરી 2020 માં 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
BOOM ટીમ દ્વારા એ મહિલાની ઓળખ એર્નાકુલમ જિલ્લાના KSU ના જનરલ સેક્રેટરી મીવા જોલી તરીકે કરી હતી, અને વાયરલ દાવાને ફગાવી દીધો અને પુષ્ટિ કરી કે તે એર્નાકુલમ, કેરળમાં ભારત જોડો યાત્રા દરમિયાન ગાંધી સાથેના વાઈરલ ફોટામાં આ છોકરી છે.
૬) રાહુલ ગાંધી આરતી કરવાનો ઇનકાર કરતા હોવાનો વીડિયો ખોટી રીતે શેર કરવામાં આવ્યો
ગુજરાતના રાજકોટમાં રાહુલ ગાંધીની આરતીમાં ભાગ લેતા જૂના વીડિયોમાં એવો ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ જ્યારે તાજેતરમાં આરતીની થાળી આપવામાં આવી ત્યારે તેમણે હિન્દુ વિધિ કરવાનો ઇનકાર કર્યો હતો.
ક્રોપ કરાયેલા વિડિયોમાં ભારત જોડો યાત્રા સાથે જોડતા કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો હતો કે, "જે રીતે રાહુલ ગાંધીએ આરતી લેવા અને ધાર્મિક વિધિ કરવાનો ઇનકાર કર્યો... તેમણે ફરીથી સાબિત કર્યું કે તેઓ કયા સમુદાયના છે! #Navratri #BharatTodoYatra"
આ બાદ BOOM ટીમને જાણવા મળ્યું હતું કે, વાઈરલ વિડિયો ક્રોપ કરવામાં આવ્યો છે અને અસલ વિડિયોમાં રાહુલ ગાંધી આરતી કરતા જોવા મળે છે, ત્યારબાદ તેમણે તેમની બાજુમાં ઊભેલા લોકોને આરતીની થાળી આપી હતી. ભ્રામક દાવો કરવા માટે આ ભાગને વીડિયોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.
૭) સચિન પાયલોટનું પોટ્રેટ રાહુલ ગાંધીને ભેટમાં આપવાનો ખોટો દાવો કરીને ફોટો શેર કર્યો
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટનું પોટ્રેટ ભેટ આપતી છોકરીનો ફોટો એડિટેડ અને નકલી છે.
BOOM ટીમને જાણવા મળ્યું કે અસલ ફોટોમાં છોકરી ગાંધીને પોતાનું પોટ્રેટ ભેટ કરતી બતાવે છે, અને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હોવાનો દાવો પાઇલટનો નથી.
૮) ના ,વીડિયોમાં ભારત જોડો યાત્રામાં લહેરાવેલ પાકિસ્તાનનો ધ્વજ દર્શાવવામાં આવ્યા નથી
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) પાર્ટીના ધ્વજ ધરાવતા લોકોના એક જૂથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે તેમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં પાકિસ્તાનના ધ્વજ લહેરાવવામાં આવ્યા છે.
BOOM ટીમને જાણવા મળ્યું છે કે, વાઈરલ વીડિયોમાં પાકિસ્તાની ધ્વજ હોવાનો દાવો કરવામાં આવેલો ધ્વજ વાસ્તવમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)નો પક્ષનો ધ્વજ છે.
વિડિયોમાં ધ્વજને જોતાં કોઈ સ્પષ્ટપણે જોઈ શકે છે કે પાકિસ્તાનના ધ્વજ અને IUML પાર્ટીના ધ્વજ વચ્ચે સ્પષ્ટ તફાવત છે.